SearchBrowseAboutContactDonate
Page Preview
Page 341
Loading...
Download File
Download File
Page Text
________________ મહાનિસીહ- ૧૧૫૫ કરતી હતી. કાલક્રમે કરી કમલપત્ર સરખા નેત્રવાળી પુત્રી જન્મી. લક્ષ્મણા દેવી એવું નામ સ્થાપન કર્યું. હવે કોઈક સમયે લક્ષ્મણા દેવી પુત્રી યૌવનવય પામી ત્યારે સ્વયંવર કર્યો. તેમાં નયનને આનંદ આપનાર, કલાઓના ઘર સમાન, ઉત્તમ વરની સાથે વિવાહ કર્યો. પરણ્યા પછી તરતજ તેનો ભતરિ મૃત્યુ પામ્યો. એટલે તે એકદમ મૂચ્છ પામી, બેભાન બની ગઈ. કંપતી એવી તેને સ્વજન પરિવારે વીંઝણાના વાયરાથી મુશ્કેલીએ સભાન બનાવી. ત્યારે હા હા એમ આઠંદન કરીને છાતી મસ્તક કુટવા લાગી. તે પોતાને દશ દિશામાં મારતી કુટતી પીટાતી આળોટવા લાગી. બંધુવમેં તેને આશ્વાસન આપીને સમજાવી ત્યારે કેટલાક દિવસ પછી રૂદન બંધ કરીને શાન્ત થઈ. [૧૧૫૬-૧૧૩] કોઈક સમયે ભવ્ય જીવો રૂપી કમલવનને વિકસિત કરતા એવા કેવલજ્ઞાન રૂપી સૂર્ય સમાન તીર્થંકર ભગવંત ત્યાં આવ્યા અને ઉદ્યાનમાં સમયસયા, પોતાના અંતઃપુર, સેના તથા વાહનો સર્વ ઋદ્ધિ સહિત રાજા તેમને ભક્તિથી વંદન કરવા માટે ગયો. ધર્મ શ્રવણ કરીને ત્યાં અંતઃપુર, પુત્રો અને પુત્રી સહિત દીક્ષા અંગીકાર કરી. શુભ પરિણામવાળા મૂચ્છા વગરના ઉગ્ર કષ્ટકારી ઘોર દુષ્કર તપ કરવા લાગ્યો. કોઈક સમયે સર્વેને ગણીના યોગમાં પ્રવેશ કરાવ્યો. લક્ષ્મણા દેવીને અસ્વાધ્યાયના કારણે અનુષ્ઠાન ક્રિયા કરવા માટે ન મોકલી. ઉપાશ્રયમાં એકાન્તમાં બેઠેલી લક્ષ્મણાદેવી સાધ્વીએ ક્રીડા કરતા પક્ષી યુગલને દેખીને ચિંતવ્યું કે આમનું જીવન સફળ છે. આ ચકલાને સ્પર્શ કરતી ચકલીને કે જે પોતાના પ્રિયતમને આલિંગન આપીને પ્રરમ આનંદ સુખ આપે છે. [૧૧૯૪-૧૧૬૯] અહીં તિર્થંકર ભગવંતે પુરુષ અને સ્ત્રીઓ રતિક્રીડા કરતા હોય તેને જોવાનું અમોને શામાટે સર્વથા નિવાર્યું હશે ? તેઓ તો વેદના દુઃખ રહિત હોવાથી બીજાનું સુખ દુઃખો જાણી શકતાં નથી. અગ્નિબાળવાના સ્વાભાવવાળો હોવા છતાં પણ આંખથી તેને દેખે તો દેખનારને બાળતો નથી. અથવા તો ના,ના,ના,ના ભગવંતે જે આજ્ઞા કરેલી છે તે યથાર્થ જ છે. તેઓ વિપરિત આડશ કરે જ નહિ. ક્રીડા કરતા પક્ષી યુગલને દેખીને મારું મન ક્ષોભાણું છે. મને પુરુષની અભિલાષા પ્રગટી છે કે હું તેની સાથે મૈથુન સેવન કરું. પરંતુ આજે મેં ચિંતવ્યું તે મારે સ્વપ્નમાં પણ ન કરવું ઘટે. તેમજ આ જન્મમાં મેં મનથી પણ અત્યાર સુધી પુરુષને ઈક્યો નથી. કોઈ પ્રકારે સ્વપ્નમાં પણ તેની અભિલાષા કરી નથી, તો ખરેખર હું દુરાચારી પાપ કરવાના સ્વભાવવાળી નિભાગી છું, આવું આડું અવળું ખોટું વિચારીને મેં તીર્થંકરની આશાતના કરી છે. [૧૧૭૦-૧૧૭૩] તીર્થકર ભગવંતોએ પણ અત્યન્ત કષ્ટકારી કડક અતિદુર્ધર ઉગ્ર ઘોર મુશ્કેલીથી પાલન કરી શકાય તેવું આકરું આ વ્રત ઉપદેશેલું છે. તો ત્રિવિધ ત્રિવિધે આ વ્રત પાલન કરવા કોણ સમર્થ થઈ શકે છે? વચન અને કાયાથી સારી રીતે આચરાતું હોવા છતાં ત્રીજા મનથી રક્ષણ કરવું શક્ય નથી. અથવા તો દુઃખની ચિંતા કરવામાં આવે છે. આતો વળી સુખ પૂર્વક કરાય છે, તો જે મનથી પણ કુશીલ થયો તે સવ કાર્યમાં કુશીલ ગણાય. તો આ વિષયમાં શંકાના યોગે એકદમ મારી જે આ અલના થઈ દોષ લાગ્યો, તેનું મને પ્રયશ્ચિત પ્રાપ્ત થયું તો આલોચના કરીને જલ્દી તેનું સેવન કરું, [૧૧૭૪-૧૧૭૭] સમગ્ર સતીઓ, શીલવંતીઓની અંદર હું પ્રથમ મોટી સાધ્વી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005059
Book TitleAgam Deep Agam 24 to 39 Gujarati Anuvaad Part 6
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy