SearchBrowseAboutContactDonate
Page Preview
Page 322
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યયન-૫ ૩૧૯ ગામ, ખાણ, નગર, ખેડ, કબડ, મંડપ, દ્રોણમુખ વગેરે સ્થાન વિશેષોમાં અનેક ભવ્યાત્માઓને સંસારરૂપ કેદખાનામાંથી છોડાવનાર એવી સુંદર ધર્મકથાનો ઉપદેશ આપતા આપતા વિચારતા હતા. એ પ્રમાણે તેમના દિવસો વિતતા હતા. હવે કોઈક સમયે વિહાર કરતા કરતા તે મહાનુભાવ ત્યાં આવ્યા કે જ્યાં પહેલા નિત્ય એક સ્થાને વાસ કરનારા રહેતા હતા. આ મહાતપસ્વી છે. એમ ધારીને વંદન કર્મ આસન આપવું ઈત્યાદિક સમુચિત્ત વિનય કરીને તેમનું સન્માન કર્યું એ પ્રમાણે તેઓ સુખપૂર્વક ત્યાં બેઠા. બેસીને ધર્મકથાદિકના વિનોદ કરાવતાં ત્યાંથી જવા માટે પ્રયત્ન કરવા લાગ્યા. ત્યારે તે મહાનુભાગ કુવલયપ્રભ આચાર્યને તેઓએ દુરાંત પ્રાંત અઘમ લક્ષણવાળા વેષથી આજીવિકા કરનારા, ભ્રષ્ટાચાર સેવનાર, ઉન્માર્ગ પ્રવતવનાર આભિગ્રાહક મિથ્યાદ્રષ્ટિઓએ કહ્યું કે - હે ભગવંત ! જો આપ અહિં એક વષકાળનું ચાતુમસિ રહેવાનો નિર્ણય કરાતો તમારી આજ્ઞાથી અહિં આટલા જિન ચેત્યાલયો નક્કી કરાવવા તો અમારા ઉપર કૃપા કરીને આપ અહીંજ ચાતુમસ કરો. | હે ગૌતમ ! તે સમયે તે મહાનુભાગ કુવલયપ્રત્યે કહ્યું કે- અરે પ્રિય વચન બોલનારાઓ? જોકે જિનાલય છે, છતાં પણ આ પાપરૂપ છે. હું કદાપિ વચન માત્રથી પણ તેનું આચરણ કરીશ નહિં. આ પ્રમાણે શાસ્ત્રના સારભુત ઉત્તમતત્ત્વને યથાસ્થિત અવિપરીત નિઃશંકપણે કહેતા તે મિથ્યાદ્રષ્ટિ સાધુવેશધારી પાખંડીઓની વચ્ચે યથાર્થ પ્રરૂપણાથી તીર્થકર નામ ગોત્ર ઉપાર્જન કર્યું. એક ભવ બાકી રહે તેવો સંસાર સમુદ્ર શોષવી નાખ્યો. ત્યાં આગળ જેમનું નામ ન બોલાય તેવો દિષ્ટ નામનો સંઘ એકઠો કરનાર હતો. તેણે તથા ઘણા પાપ મતિવાળા વેષધારીઓએ પરસ્પર એઠા મળીને હે ગૌતમ ! તે મહાતપસ્વી મહાનુભાવનું જે કુવલયપ્રભ નામ હતું તેના બદલે નામનો વિલાપ કર્યો. એટલું જ નહિ પરંતુ સાથે મળી તાળી આપીને “સાવદ્યાચાર્ય” એવું બીજું નામ સ્થાપન કર્યું. એ નામથીજ હવે તેને બોલાવવા લાગ્યા. તેજ નામ પ્રસિદ્ધ પામ્યું. હે ગૌતમ! તેવા અપ્રશસ્ત શબ્દથી બોલાવવા છતાં એવી રીતે નામ ઉચારવા છતાં તે લગાર પણ કોપ પામતા ન હતા. [૮૪૦] હવે કોઈક સમયે દુરાચારી સારા ધર્મથી પરાડમુખ થએલા સાધુધર્મ અને શ્રાવકધર્મથી બન્નેથી ભ્રષ્ટ થયેલો માત્ર વેષ ધારણ કરનારા, અમે પ્રવજ્યા અંગીકાર કરી છે- એમ પ્રલાપ કરનારા એવા તેઓનો કેટલોક કાલ ગયા પછી તેઓ પરસ્પર આગમસંબંધી વિચાર કરવા લાગ્યા કે-શ્રાવકોની ગેરહાજરીમાં સંયત એવા સાધુઓજ દેવકુલ મઠ ઉપાશ્રયનો સાર-સંભાળ રાખે અને જિનમંદિરો ખંડિત થયા હોય, પડી ગયા હોય તો તેનો જીર્ણોદ્ધાર જીર્ણોદ્ધાર કરાવે, સમારાવે, આ કાર્ય કરતાં કરતા જે કંઈ આરંભ-સમારંભ થાય તેમાં સાધુ હોય તો પણ તેને દોષ લાગતો નથી. વળી કેટલાક એમ કહેતા હતા કે સંયમ જ મોક્ષ પમાડનાર છે. બીજા વળી એમ કહેતા હતા કે - જિન પ્રાસાદ જિન ચેત્યોની પૂજા-સત્કાર- બલિ વિધાન વગેરે કરવાથી તીર્થથીશાસનની ઉન્નત્તિ-પ્રભાવના થાય છે, અને તે જ મોક્ષ ગમનનો ઉપાય છે. આ પ્રમાણે યથાર્થ પરમાર્થ ન સમજેલા પાપ કર્મીઓ જે જેને ઠીક લાગે તે મુખથી પ્રલાપ કરતા હતાં. તે સમયે બે પક્ષોમાં વિવાદ જાગ્યો. તેમાં કોઈ તેવા આગમનાં જાણકાર કુશલ પુરુષ નથી. હે જેઓ આ વિષયમાં યુક્ત કે અયુક્ત શું છે તેનો વિચાર કરી શકે, કે પ્રમાણપૂર્વક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005059
Book TitleAgam Deep Agam 24 to 39 Gujarati Anuvaad Part 6
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy