SearchBrowseAboutContactDonate
Page Preview
Page 320
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યયન-૫ ૩૧૭. દશ અચ્છેશ થશે. તે આ પ્રમાણે :- ૧- તીર્થંકર ભગવંતને ઉપસર્ગો, ૨- ગર્ભનું પલટાવું, ૩- સ્ત્રી તીર્થંકર, ૪- તીર્થંકરની દેશનામાં અભવ્ય, દીક્ષા ન લેનાર ના સમુદાયની પર્ષદા. એકઠી થવી. ૫- તીર્થંકરના સમવસરણમાં ચંદ્ર અને સૂર્યનું પોતાના મૂળ વિમાન સહિત આગમન, ૬- કષ્ણ વાસુદેવ દ્રૌપદીને પાછી લાવવા માટે અપરકંકામાં ગયા ત્યારે શંખધ્વનિના શબ્દથી કુતૂહલથી એક બીજા વાસુદેવને પરસ્પર મળવું થયું, ૭- આ ભરત ક્ષેત્રમાં હરિવંશકુલની ઉત્પત્તિ, ૮- ચમરોત્પાત, ૯- એક સમયમાં ૧૦૮ મોટી કાયાવાળાની સિદ્ધિ, ૧૦- અસંયતોની પૂજા સત્કાર કરાશે. [૮૩૬] હે ભગવંત ! જે કોઈ કોઈ પ્રકારે કદાપિ પ્રમાદ દોષથી પ્રવચન-જૈન શાસનની આશાતના કરે તે શું આચાર્યપદ પામી શકે ખરા? હે ગૌતમ ! જે કોઈ કોઈ પ્રકારે કદાચિતું પ્રમાદ દોષથી વારંવાર ક્રોધ, માન, માયા, કે લોભથી, રાગથી, દ્વેષથી, ભયથી, હાસ્યથી, મોહથી કે અજ્ઞાત દોષથી પ્રવચનના કોઈ પણ બીજા સ્થાનની. આશાતના કરે, ઉલ્લંઘન કરે, અનાચાર, અસમાચારીની પ્રરૂપણા કરે, તેની અનુમોદના કરે અથવા પ્રવચનની આશાતના કરે તે બોધિ પણ ન પામે, પછી આચાર્ય પદ પ્રાપ્તિની વાત જ ક્યાં રહી? હે ભગવંત! શું અભવિ કે મિથ્યાદ્રષ્ટિ આચાર્ય પદ પામે? હે ગૌતમ! પામે, આ વિષયમાં અંગારમર્દક આદિના ઉદાહરણો છે. હે ભગવંત! શું મિથ્યાવૃષ્ટિને તેવા પદ પર સ્થાપન કરી શકાય? હે ગૌતમ! સ્થાપન કરાય. હે ભગવંત ! આ નક્કી મિથ્યાદ્રષ્ટિ છે. એમ કયા ચિહ્નોથી જાણી શકાય ? હે ગૌતમ ! સર્વ સંગથી વિમુક્ત બનવા પૂર્વક જેણે સર્વ સામાયિક ઉચરેલું હોય અને સચિત્ત-પ્રાણ સહિત એવા પદાર્થો અને પાણીનો પરિભોગ કરે, અણગાર ધર્મને અંગીકાર કરીને વારંવાર મદિરા કે તેઉકાયનું સેવન કરે, સેવરાવે કે સેવન કરનારને સારો માની તેની અનુમોદના કરે તથા બ્રહ્મચર્યની કહેલી નવગુપ્તિઓને કોઈ સાધુ કે સાથ્વી તેમાંથી એકનું પણ ખંડન કરે, વિરાધે મન-વચન-કાયાથી ખંડન કરાવે કે વિરાધના કરાવે કે બીજો ખંડન કે વિરાધના કરતો હોય તેને સારો માને, તેની અનુમોદના કરે, તે મિથ્યાવૃષ્ટિ છે. એકલો મિથ્યાવૃષ્ટિ નહિં પરન્તુ આભિગ્રાહિક મિથ્યાવૃષ્ટિ સમજવો. [૮૩૭] હે ભગવંત ! જે કોઈ આચાર્ય જે ગચ્છનાયક વારંવાર કોઈક પ્રકારે કદાચિત તેવા પ્રકારનું કારણ પામીને આ નિર્ચન્જ પ્રવચનને અન્યથારૂપે-વિપરીત રૂપે પ્રરૂપે તો તેવા કાર્યથી તેને કેવું ફળ મળે? હે ગૌતમ ! જે સાવધાચાર્યે મેળવ્યું તેવું અશુભ ફળ મેળવે હે ભગવંત ! તે સાવદ્યાચાર્ય કોણ હતા ? તેણે શું અશુભ ફળ મેળવ્યું. હે ગૌતમ ! આ ઋષભાદિક તીર્થંકરની ચોવીસના પહેલા અનંતો કાળ ગયો તે પહેલા કોઈક બીજી ચોવીસીમાં જેવી હું સાત હાથ પ્રમાણની કાયાવાળો છું તેવી કાયાવાળા, જગતમાં આશ્ચર્યભૂત, દેવેન્દ્રોના સમહૂથી વંદાએલ, શ્રેષ્ઠતર, ધર્મશ્રી નામના છેલ્લા ધર્મ તીર્થંકર હતા. તેમના તીર્થમાં સાત આશ્ચય થયા હતા. હવે કોઈક સમયે તે તીર્થંકર ભગવંત પરિનિવણિ પામ્યા ત્યાર પછી કાલક્રમે અસંતોનો સત્કાર કરાવવા રૂપ આશ્ચર્ય વહેવાનો પ્રારંભ થયો, તે સમયે ત્યાં લોકોની અનુવૃત્તિથી તેમજ મિથ્યાત્વથી આવરિત થએલ, અસંયતોની પૂજા કરવામાં અનુરાગી થએલા ઘણા સમૂહને જાણીને તે કાળે તે સમયે નહિં જાણેલા શાસ્ત્રના સદ્ભાવવાળા, ત્રણ ગારવરૂપ મદિરામાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005059
Book TitleAgam Deep Agam 24 to 39 Gujarati Anuvaad Part 6
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy