SearchBrowseAboutContactDonate
Page Preview
Page 315
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૨ મહાનિસીહ-૫-૮૨૧ અતિહાસ્ય, કથા કરવી, ક્રીડા, કંદર્પ સ્વામીભાવથી સર્વથા મુક્ત થએલા, ધર્મકથા કરનાર, સંસારવાસ, વિષયાભિલાષાવગેરેમાં વૈરાગ્ય ઉત્પન્ન કરનાર ભવ્યાત્માઓને, પ્રતિબોધ કરનાર, ગચ્છનો ભાર સ્થાપન કરવા યોગ્ય, તેઓ ગણના સ્વામી છે. ગણને ધારણ કરનારા, તીર્થસ્વરૂપ, તીર્થ કરનારા, અહંન્ત, કેવલી, જિન, તીર્થની પ્રભાવના કરનારા, વંદનીય, પૂજનીય, નમંસણીય (નમસ્કાર કરવા યોગ્ય) છે, દર્શનીય છે. પરમ પવિત્ર, પરમ કલ્યાણ સ્વરૂપ છે, તેઓ પરમ મંગલરૂપ છે, તેઓ સિદ્ધિ (ના કારણો છે. મુક્તિ છે. મોક્ષ છે. શિવ છે. રક્ષણ કરનાર છે. તેઓ સન્માર્ગ બતાવનાર છે, સુગતિ આપનાર છે, રક્ષણ કરવા લાયક છે, સિદ્ધ (થનાર) છે, મુક્ત છે, પાર પામેલા છે, દેવ છે, દેવોના પણ દેવ છે, હે ગૌતમ ! આવા પ્રકારના ગુણવાળા હોય, તેના વિષે ગણની સ્થાપના કરવી, ગણ સ્થાપના કરાવવી અને ગણ નિક્ષેપ કરણની અનુમોદના કરવી, અન્યથા હે ગૌતમ ! આજ્ઞાનો ભંગ થાય છે. [૮૨૨] હે ભગવંત! કેટલા કાળસુધી આ આજ્ઞા પ્રવેદન કરેલી છે ? હે ગૌતમ જ્યાં સુધી મહાયશવાળા, મહાસત્ત્વવાળા, મહાગુણભાગ, શ્રીપ્રભ નામના અણગાર થશે ત્યાં સુધી આજ્ઞા પ્રવર્તશે. હે ભગવન ! કેટલા સમય પછી શ્રી પ્રભ નામના અણગાર થશે? હે ગૌતમ! દુરન્ત પ્રાન્ત-તુચ્છ લક્ષણવાળો ન દેખવા લાયક રૌદ્ર, ક્રોધી, પ્રચંડ, આકરો, ઉગ્રભારી દંડ કરનારા, મયદા વગરનો, નિષ્કણ, નિર્દય, કુર મહાકુર પાપ મતિવાળો અનાર્ય મિથ્યા વૃષ્ટિ, એવો કલ્કિ નામનો રાજા થશે. પાપી એવો તે રાજા ભિક્ષાભ્રમણ કરવાની ઈચ્છાવાળા શ્રી શ્રમણ સંઘને કદર્થના પમાડશે હેરાન કરશે જ્યારે તે કલ્કિ રાજા કદથના કરશે ત્યારે હે ગૌતમ ! જે કોઈ ત્યાં શીલયુક્ત મહાનુભાવ અચલિત સત્ત્વવાળા, તપસ્વી, અણગારો હશે. તેઓનું વજ જેમના હાથમાં છે એવા, એરાવણ હાથી ઉપર બેસી ગમન કરનારા સૌધર્મઇન્દ્ર મહારાજા સાનિધ્ય કરશે. એવી રીતે હૈ ગૌતમ ! દેવેન્દ્રોથી વંદિત પ્રત્યક્ષ દેખેલો પ્રમાણવાળો. શ્રી શ્રીમણસંઘ પ્રાણ અર્પણ કરવા તૈયાર થાય છે. પણ પાખંડ ધર્મ કરવા તૈયાર થતા નથી. જેટલામાં હે ગૌતમ! એક બીજાનો સહારો જેને નથી અહિંસા લક્ષણવાળા, ક્ષમાદિ દશ પ્રકારનો જે એકજ ધર્મ છે, એકલાજ દેવાધિદેવ અરિહંત ભગવંત, એક જિનાલય, એજ માત્ર એક વંદનીય, પૂજનીય, સત્કાર કરવાલાયક, સન્માન કરવાલાયક, મહાયશમહાસત્ત્વવાળા, મહાનુભાગ જેને છે એવા, વૃઢ-શિલ-વ્રત-નિયમોને ધારણ કરનાર તપોધનસાધુ હતા. તે સાધુ ચંદ્ર સમાન સૌમ્ય-શીતલ લેશ્યાવાળા, સૂર્યની જેમ ઝળહળતી તપની તેજ રાશિ સરખા, પૃથ્વીની જેમ પરિષહ - ઉપસર્ગો સહન કરવા સમર્થ, મેરુ પર્વત માફક અડોલ, અહિંસાદિ લક્ષણવાળા, ક્ષમાદિ દશ પ્રકારના ધર્મને વિષે રહેલા, તે મુનિવર સારા શ્રમણોનો સમુદાયથી પરિવરેલા હતા, વાદળા વગરનું સ્વચ્છ આકાશ હોય તેમાં શરદ પૂર્ણિમાનો નિર્મલ ચંદ્ર જેમ અનેક ગ્રહ નક્ષત્રથી પરિવરેલો હોય તેવો ગ્રહપતિ ચંદ્ર જેમ અધિક શોભા પામે છે તેમ આ શ્રીપ્રભ નામના અણગાર ગણ સમુદાય વચ્ચે અધિક શોભા પામતા હતા. હે ગૌતમ ! આ શ્રીપ્રભ અણગારે આટલા કાળસુધી આ આજ્ઞાનું પ્રવેદન કર્યું. [૮૨૩-૮૨૪] હે ભગવંત ! ત્યાર પછીના કાળમાં શું બન્યું? હે ગૌતમ ! ત્યાર પછીતો પડતા કાલ સમયમાં જે કોઈ આત્મા છે છ કાય જીવના સમારંભનો ત્યાગ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005059
Book TitleAgam Deep Agam 24 to 39 Gujarati Anuvaad Part 6
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy