SearchBrowseAboutContactDonate
Page Preview
Page 296
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યયન-૪ ૨૯૭ મેય, ખગ્નધારી, સ્ટેનશ્રમણ, દુદન્તિદેવ, રક્ષિત મુનિ વગેરે થઈ ગયા તેની કેટલી સંખ્યા કહેવી? માટે આ વિષયનો પરમાર્થ જાણીને કુશીલ સંસર્ગ સર્વથા વર્જવો. [s૮૨) હે ભગવંત! શું તે પાંચે સાધુઓને કુશીલ તરીકે નાગિલ શ્રાવકે ગણાવ્યા તે પોતાની સ્વેચ્છાથી કે આગમ શાસ્ત્રની યુક્તિથી? હે ગૌતમ બિચારા શ્રાવકને તેમ કહેવાનું કયું સાન્થર્ય હોય? જે કોઈ પોતાની સ્વચ્છંદ મતિથી મહાનુભાવ સુસાધુઓના અવર્ણવાદ બોલે તે શ્રાવક જ્યારે હરિવંશના કુલતિલક મરકત રત્ન સરખી શ્યામ કાંતિવાળા બાવીરામાં ધર્મ તીર્થકર અરિષ્ટ નેમિ નામના હતા. તેમની પાસે વંદન નિમિત્તે ગએલા હતા. તે હકીકત આચારાંગ સૂત્રમાં અનંતગમપર્યવના જાણકાર કેવલી ભગવંતો એ પ્રરૂપેલી હતી. તેને યથાર્થ ધારણરૂપે દયમાં અવધારણ કરેલી હતી. ત્યાં છત્રીશ આચારોની પ્રજ્ઞાપના કરેલી છે. તે આચારોમાંથી જે કોઈ સાધુ કે સાધ્વી કોઈ પણ આચારનું ઉલ્લંઘન કરે તે ગૃહસ્થની સાથે સરખામણી કરવા લાયક ગણાય. જો આગમથી વિરુદ્ધ વર્તન કરે, આચરે કે પ્રરુપે તો તે અનંત સંસારી થાય. તેથી હે ગૌતમ ! જેણે એક મુખવસ્ત્રિકાનો અધિક પરિગ્રહ કર્યો તો તેના પાચમા મહાવ્રતનો ભંગ થયો. જેણે સ્ત્રીના અંગોપાંગ દેખ્યા ચિંતવ્યા પછી તેણે આલોચ્યા. નહિં તો તેણે બ્રહ્મચર્યની ગુપ્તિની વિરાધના કરી તે વિરાધનાથી જેમ એક ભાગમાં બળેલા વસ્ત્રને બળેલું વસ્ત્ર કહેવાય તેમ અહિં ચોથા મહાવ્રતનો ભંગ કહેવાય જેણે પોતાના હાથે રાખ ઉચકી લીધી, વગર આપેલી ગ્રહણ કરી તેના ત્રીજા મહાવ્રતનો ભંગ થયો. જેણે સુર્યોદય થયા પહેલા સૂર્યોદય થઈ ગયો એમ કહ્યું તેના બીજા મહાવ્રતનો ભંગ થયો. જે સાધુએ સજીવ જળથી આંખો ધોઈ તથા અવિધિથી માર્ગની ભૂમિમાંથી બીજી ભૂમિમાં સંક્રમણ કર્યું, બીજકાયને ચાંપ્યા વસ્ત્રના છેડાથી વનસ્પતિકાયનો સંઘટ્ટો થયો. વિજળીનો સ્પર્શ થવો. અજયણાથી ફડફડાટ અવાજ કરતા. મુહપતિથી વાયુકાયની વિરાધના કરી. તે સર્વેના પ્રથમ મહાવ્રતનો ભંગ થયો. તેના ભંગથી પાંચે મહાવ્રતનો ભંગ થયો. તેથી હે ગૌતમ ! આગમ યુક્તિથી આ સાધુઓને કુશીલ જણાવેલા છે. કારણકે ઉત્તરગુણોનો ભંગ પણ ઈષ્ટ નથી તો પછી મૂલગુણોનો ભંગ તો સર્વથા અનિષ્ટ જ ગણાય. હે ભગવંત! તો શું આ વ્રત્તને વિચારીને જ મહાવ્રતો ગ્રહણ કરવા? હે ગૌતમ! આ વાત યથાર્થ છે હે ભગવંત! કયા કારણે? હે ગૌતમ ! સુશ્રમણ કે સુશ્રાવક આ બે ભેદો જ કહેલા છે. ત્રીજો ભેદ કહેતો નથી. અથવા ભગવંતે શાસ્ત્રોમાં જે પ્રમાણે ઉપદેશેલું છે, તે પ્રમાણે સુશ્રમણપણું પાલન કરવું. તે જ પ્રમાણે સુશ્રાવકપણું યથાર્થરીતે પાલન કરવું જોઈએ. પરંતુ શ્રમણે પોતાના શ્રમણપણામાં અતિચાર ન લાગવા દેવા. જોઈએ, કે શ્રાવકે શ્રાવકપણાના વ્રતોમાં અતિચાર ન લગાડવા જોઈએ. નિરતિચાર વતો પ્રશંસા કરવા યોગ્ય છે. તેવા નિરતિચાર વ્રતોનું સેવન કરવું. જે આ શ્રમણધર્મ સર્વવિરતિસ્વરૂપ હોવાથી નિર્વિકાર છૂટછાટ વગરનો સુવિચાર અને પૂર્ણ વિચારયુક્ત છે. જે પ્રમાણે મહાવ્રતો પાલન કરવાના શાસ્ત્રમાં જણાવેલા છે. તે પ્રમાણે યથાર્થ પાલન કરવા જોઈએ. જ્યારે શ્રાવકો માટે તો હજારો પ્રકારના વિધાનો છે. તે વ્રત પાળે અને તેમાં અતિચારોન લાગે તે પ્રમાણે શ્રાવક અણુવ્રતો ગ્રહણ કરે. [૬૮૩] હે ભગવંત! તે નાગિલ શ્રાવક કયાં ઉત્પન્ન થયો ? હે ગૌતમ ! તે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005059
Book TitleAgam Deep Agam 24 to 39 Gujarati Anuvaad Part 6
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy