SearchBrowseAboutContactDonate
Page Preview
Page 294
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યયન-૪ ૨૯૧ અને તેના ઉપર પ્રવેશ કરે તે સમયે હે ગૌતમ જે પૂર્વે પકાવેલા માંસના કટકાઓ ત્યાં મૂકેલા હોય તેમજ જે મધ-મદિરાથી ભરેલા ભોજનો ત્યાં ગોઠવી રાખેલા હોય વળી મધથી લીંપેલા શિલાઓના પડ હોય તે દેખીને તેઓને ઘણોજ સંતોષ, આનંદ, મોટી તુષ્ટિ, મહાપ્રમોદ થાય છે. ( આ પ્રમાણે મદ્ય-મદિરા પકાવેલ માંસ ખાતા ખાતા સાત આઠ પંદર દિવસો જેટલામાં પસાર થાય છે. તેટલામા રત્નદ્વીપ નિવાસી મનુષ્યો એકઠા મળીને કેટલાકોએ બખ્તર, કેટલાકે બીજા આયુધો ધારણ કરેલા હોય, તેઓ પેલી વજશિલાને વીંટળાઈને સાતઆઠ પંક્તિમાં ઘેરી વળે છે. વળી રત્નદીપ વાસી બીજા કેટલાકો તે શિલા પડને ઘંટલાના ઉપર એકઠું થાય તેમ ગોઠવે છે. જ્યારે બે પડ એકઠા કરવામાં આવે છે ત્યારે તે ગૌતમ! એક ચપટી વગાડીને તેના ત્રીજા ભાગના કાળમાં તેની અંદર સપડાએલાઓમાંથી એક કે બે માંડ માંડ બહાર છટકી જાય છે, ત્યાર પછી તે રત્નદ્વીપવાસી વૃક્ષ સહિત મંદિર અને મહેલો ત્યાં બનાવે છે. તે જ સમયે તેઓના હાડનો-શરીરનો વિનાશ કાળ ઉત્પન્ન થાય છે એ પ્રમાણે હે ગૌતમ ! તે વજશિલાના ઘંટીના બે પડ વચ્ચે ભીંસાઈને પિસાતા પીસાતા જ્યાં સુધી સર્વ હાડકાઓ દબાઈને બરાબર ન પીસાય તેમજ પૂર્ણ ન થાય ત્યાં સુધી તે અંડગોલિક મનુષ્યોમાં પ્રાણી છૂટા પડતા નથી. તેઓના અસ્થિઓ વજરત્ન (હીરા)ની જેમ દુખે કરીને દળી શકાય તેવા મજબુત હોય છે. ત્યાં આગળ તેઓને વજશિલાના બે પડ વચ્ચે ગોઠવીને કાળા બળદો જોડીને અતિપ્રયત્નથી રેંટ, ઘંટી કઠણ રેતી ચુનાની ચકરીની જેમ ગોળ ભમાડાય છે. એક વરસ સુધી પીસવાનો પ્રયત્ન ચાલુ હોવા છતાં તેના મજબુત અસ્થિઓના કટકા થતા નથી. તે સમયે તેવા પ્રકારનું અત્યન્ત ઘોર દારૂણ શારીરિક અને માનસિક મહાદુઃખની વેદનાનો આકરો અનુભવ કરતા હોવા છતાં પ્રાણો પણ ચાલ્યા ગયા હોવા છતાં તેમના અસ્થિઓ ભાંગતા નથી, બે વિભાગ થતા નથી, દળાતા નથી, ઘસાતા નથી, પરતુ જે કોઈ પણ સન્ધિસ્થાનો સાંધાના અને બન્ધનના સ્થાનો છે તે સર્વે વિખૂટા પડીને જર્જરીભૂત થાય છે. ત્યાર પછી બીજી સામાન્ય પત્થરની ઘંટીની માફક બહાર સરી પડતા લોટની જેમ કંઈક આંગળી આદિક અગ્રાવયવના અસ્થિબંડ દેખીને તે રત્નદ્વીપવાસી લોકો આનંદને પામીને શિલાના પડો ઉંચા ઉંચકીને તેની અંડગોલિકાઓ ગ્રહણ કરીને તેમાં જે શુષ્ક-નિરસભાગ હોય તે અનેક ધનસમૂહ ગ્રહણ કરીને વેચી નાખે છે. હે ગૌતમ ! આ વિધાનથી તે રત્નદ્વીપ નિવાસી મનુષ્યો અંતરડ ગોલિકાઓ ગ્રહણ કરે છે. હે ભગવંત ! તે બિચારા તેવા પ્રકારનું અત્યન્ત ઘોર દારુણ તીક્ષ્ણ દુસ્સહ દુઃખસમુહને સહેતા આહાર-જળ વગર એક વર્ષ સુધી કેવી રીતે પ્રાણને ધારણ કરી રાખતા હશે ? હે ગૌતમ ! પોતે કરેલા કર્મના અનુભવથી. આનો વિશેષ અધિકાર જાણવાની ઈચ્છાવાળાએ પ્રશ્ન વ્યાકરણ સૂત્રના વૃદ્ધ વિવરણથી જાણી લેવું. [૬૭] હે ભગવંત! ત્યાંથી મરીને તે સુમતિનો જીવ ક્યાં ઉત્પન્ન થશે ! હે ગૌતમ! ત્યાં જ તે પ્રતિસંતાપ દાયક નામના સ્થલમાં, એ જ ક્રમથી સાત ભવ સુધી અંડગોલિક મનુષ્યપણે ઉત્પન્ન થશે. ત્યાર પછી દુષ્ટ શ્વાનના ભવમાં, ત્યાર પછી કાળા શ્વાનમાં ત્યાર પછી વાણવ્યંતરમાં, ત્યાર પછી લીંબડાન વનસ્પતિમાં, ત્યાર પછી મનુષ્યની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005059
Book TitleAgam Deep Agam 24 to 39 Gujarati Anuvaad Part 6
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy