SearchBrowseAboutContactDonate
Page Preview
Page 287
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૪ મહાનિસહ-૩-૬૪૯ [૪૯] તે પ્રમાણે ઓસનોને વિશે પણ જાણતું. તે અહીં અમો લખતા નથી. જ્ઞાનાદિક વિષયક પાસત્થા, સ્વચ્છંદ, ઉસૂત્રમાર્ગગામી, શબલોને અહિં ગ્રંથવિસ્તાર ભયે લખતા નથી. અહિં ક્યાંય ક્યાંય જે જે બીજી વાચના હોય તે તે સારી રીતે શાસ્ત્રનો. સાર જેમણે જાણેલો છે.એવા ગીતાર્થવયોંએ સંબંધ જોડવો. કારણ કે મૂળ આદર્શ - પ્રતમાં ઘણો ગ્રન્થ વિપ્રનષ્ટ થયો છે. ત્યાં આગળ જ્યાં જ્યાં સંબંધ થયા યોગ્ય જોડવાની જરૂર પડી ત્યાં ત્યાં ઘણા મૃતધરોએ એકઠા મળીને અંગઉપાંગ સહિત બાર અંગરૂપ શ્રુત સમુદ્રમાંથી અન્ય અન્ય અંગ, ઉપાંગ, શ્રુતસ્કન્દ, અધ્યયન, ઉદ્દેશાંઓમાંથી યોગ્ય સંબંધો એકઠા કરીને જે કંઈ કંઈ સંબંધ ધરાવતા હતા, તે અહિં લખેલા છે, પરંતુ પોતે કહેલું કાંઈ અહિં ગોઠવ્યું નથી. [૫૦] અતિશય મોટા એવા આ પાંચ પાપો જે વર્જતા નથી. તેઓ હે ગૌતમ ! જેવી રીતે સુમતિ નામના શ્રાવકે કુશીલ આદિ સાથે સંલાપ આદિ પાપ કરીને ભવમાં ભ્રમણ કર્યું તેમ તે પણ ભ્રમણ કરશે. ભવસ્થિતિ કાયસ્થિતિવાળા સંસારમાં ઘોર દુઃખમાં સબડતો બોધિ, અહિંસાદિ લક્ષણયુક્ત દશ પ્રકારનો ધર્મ પામી શકતો નથી. ઋષિના આશ્રમમાં તેમજ ભિલ્લના ઘરમાં રહેલા પોપટો જેમ સંસર્ગના ગુણદોષથી એકને મધુર બોલતાં આવડ્યું અને બીજાને સંસર્ગ દોષથી અપશબ્દ બોલતાં આવડ્યું હે ગૌતમ ! જેવી રીતે બને પોપટોને સંસર્ગ દોષનું પરિણામ આવ્યું તે જ પ્રમાણે આત્મહિતની ઈચ્છાવાળાએ આ પક્ષીની હકીકત જાણીને સર્વ ઉપાયથી કુશીલનો સંસર્ગ સર્વથા ત્યાગ કરવો. ત્રીજાઅધ્યયનની મુનિ દીપરત્નસાગરે કરેલ “ગુર્જર છાયા” પૂર્ણ (અધ્યયન-૪ કુશીલ સંસર્ગ) [૫૪] હે ભગવંત! તે સુમતિએ કુશીલ સંસર્ગ કેવી રીતે કર્યો હતો કે જેણે આવા પ્રકારના અતિ ભયંકર દુખ પરિણામવાળા ભવસ્થિતિ અને કાયસ્થિતિવાળા પાર વગરના ભવસમુદ્રમાં દુખથી સંતપ્ત થએલો બિચારો તે ભ્રમણ કરશે. અને સર્વજ્ઞભગવંતે ઉપદેશેલે અહિંસા લક્ષણવાળા ક્ષમા આદિ દશ પ્રકારના ધર્મને અને સમ્યકત્વને નહિં પામે, હે ગૌતમ! તે વાત આ પ્રકારે છે - આ ભારતવર્ષમાં મગધ નામનો દેશ છે. તેમાં કુશસ્થલ નામનું નગર હતું, તેમાં પુણ્ય-પાપ સમજનાર, જીવઅજીવાદિક પદાર્થોનું યથાર્થ સ્વરૂપ જેમણે સારી રીતે જાણેલું છે, એવા મોટી ઋદ્ધિવાળા સુમતિ અને નાગિલ નામના બે સગા ભાઈઓ શ્રાવક ધર્મનું પાલન કરતા હતા. કોઈક સમયે અંતરાય કર્મના ઉદયથી તેઓનો વૈભવ વિલય પામ્યો. પણ સત્વ અને પરાક્રમ તો પહેલાના જ રહેલાં હતા. અચલિત સત્ત્વ પ્રરાક્રમવાળા, અત્યન્ત પરલોકના ભીરુ, કુડ-કપટ અને જુઠથી વિરમેલા. ભગવંતે ઉપદેશેલા ચારે પ્રકારના દાનાદિ ધર્મનું સેવન કરતા હતા. શ્રાવક ધર્મનું પાલન કરતા, કોઈની ખટપટ નિન્દા ન કરતા, નમ્રતા સેવતા, સરળ સ્વભાવવાળા, ગુણરૂપ રત્નોના નિવાસ સ્થાન સરખા, ક્ષમાના રિયા, સજ્જનની મૈત્રી સેવનારા, ઘણા દિવસો સુધી જેના ગુણ રત્નોના વર્ણન કરી શકાય તેવા ગુણોના ભંડાર સરખા તે શ્રાવકો હતા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005059
Book TitleAgam Deep Agam 24 to 39 Gujarati Anuvaad Part 6
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy