SearchBrowseAboutContactDonate
Page Preview
Page 279
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૬ મહાનિસીહ-૩-૫૯૮ વળી પંચ નમસ્કારના પ્રભાવથી તને દાસપણું, દારિદ્ર, દુર્ભાગ્ય હીનકુલમાં જન્મ વિકલેન્દ્રીયપણું, નહિ મળે. વધારે શું કહેવું? હે ગૌતમ? આ કહેલી વિધિથી જે કોઈ પંચ-નમસ્કાર વગેરે શ્રુતજ્ઞાન ભણીને તેના અર્થને અનુસાર પ્રયત્ન કરનારો થાય, સર્વ આવશ્યક આદિ નિત્ય અનુષ્ઠાનો તથા અઢાર હજાર શીલાંગોને વિષે રમણતા કરનારો થાય. કદાચ તે સરાગ પણે સંયમ ક્રિયાનું સેવન કરે તે કારણે નિવણિ ન મેળવે તો પણ રૈવેયક અનુત્તર આદિ ઉત્તમ દેવલોકમાં દીર્ઘકાળ આનંદ કરીને અહિં મનુષ્ય લોકમાં ઉત્તમકુલમાં જન્મ પામીને ઉત્કૃષ્ટ સુંદર લાવણ્ય યુક્ત સવાંગ સુંદર દેહ પામીને સર્વ કળામાં નિષ્ણાતપણું મેળવીને લોકોના મનને આનન્દ આપનારો થાય છે. સુરેન્દ્ર સરખી ઋદ્ધિ પ્રાપ્ત કરીને એકાંત દયા અને અનુકંપા કરવામાં તત્પર, કામભોગોથી કંટાળેલો યથાર્થ ધર્માચરણ કરીને કમરજને ખંખેરીને સિદ્ધિ પામે છે. [પ૯૯] હે ભગવંત! શું જેવી રીતે પંચ મંગલ ઉપધાન તપ કરીને વિધિ પૂર્વક ગ્રહણ કર્યું તેવીજ રીતે સામાયિક વગેરે સમગ્ર શ્રુતજ્ઞાન ભણવું જોઈએ? હે ગૌતમ! હા તેજ પ્રમાણે વિનય અને ઉપધાન તપ કરવા પૂર્વક વિધિથી અધ્યયન કરવું જોઈએ. ખાસ કરીને તે શ્રુતજ્ઞાન ભણાવાતી અભિલાષાવાળાએ સર્વ પ્રયત્નથી આઠ પ્રકારના કાલાદિક આચારોનું રક્ષણ કરવું જોઈએ. નહિતર શ્રુતજ્ઞાનની મહા અશાતના થાય. બીજી એ વાત પણ ધ્યાનમાં રાખવી કે બાર અંગના શ્રુતજ્ઞાન માટે પ્રથમ અને છેલ્લો પહોર ભણવા માટે અને ભણાવવા માટે દરરોજ પ્રયત્ન કરવો અને પંચમંગલ નવકાર ભણવા માટે - આઠે પહોર કહેલા છે. બીજું એ પણ ધ્યાનમાં રાખવું કે પંચ મંગલ નવકારએ સામાયિકમાં હોય અગરતો સામાયિકમાં ન હોય તો પણ ભણી શકાય છે. પરન્તુ સામાયિક આદિ સૂત્રો આરંભ પરિગ્રહનો ત્યાગ કરીને અને જાવજીવ સામાયિક કરીને જ ભણાય. આરંભ-પરિગ્રહના ત્યાગ કર્યા સિવાય કે જાવજીવના સામાયિક-સર્વવિરતિ ગ્રહણ કર્યા સિવાય ભણી શકાતા નથી. તથા પંચમંગલ આલાવા આલાપકે-આલાપકે તેમજ શસ્તવાદિક અને બારે અંગો રૂપ શ્રુતજ્ઞાનના ઉદ્દેશા. અધ્યયનોના (સમુદેશ-અનુજ્ઞા વિધિ સમયે) આયંબિલ કરવું. [09] હે ભગવંત ! આ પંચમંગલ મહાકૃતસ્કન્ધ ભણવા માટે વિનયોપધાનની મોટી નિયંત્રણા-નિયમ કહેલા છે. બાળકો આવી મહાન નિયંત્રણા કેવી રીતે કરી શકે ? હે ગૌતમ ! જે કોઈ આ કહેલી નિયંત્રણની ઈચ્છા ન કરે, અવિનયથી અને ઉપધાન કર્યા વગર આ પંચમંગલ આદિ શ્રુતજ્ઞાન ભણે અગર ભણાવે અગર ઉપધાન પૂર્વક ન ભણતા કે ભણાવનારને સારો માને તેને નવકાર આપે અગર તેવા સામાયિકાદિ શ્રુતજ્ઞાન ભણાવે તે પ્રિય ધર્મવાળો કે દૃઢ ધર્મવાળોન ગણાય શ્રુતની ભક્તિવાળો ન ગણાય. તે સૂત્રની, અર્થની. સૂત્રઅર્થ તદુભયની હીલના કરનારો ગણાય. ગુરુની હીલના કરનારો ગણાય. જે સ્ત્ર, અર્થ અને ઉભય તથા ગુરુની અવહેલના કરનારો થાય તે અતીત, અનાગત અને વર્તમાન તીર્થકરોની આશાતના કરનારો થાય જેણે શ્રુતજ્ઞાન, અરિહંતો, સિદ્ધો અને સાધુઓની આશાતના કરી તે દીર્ઘકાળ સુધી અનંતા સંસારસમુદ્રમાં અટવાયા કરે છે, તેવા તેવા પ્રકારની ગુપ્ત અને પ્રગટ, શીત ઉષ્ણ, મિશ્ર અને અનેક ૮૪ લાખ પ્રમાણવાળી યોનિમાં વારંવાર ઉત્પન્ન થયા કરે છે. વળી ગાઢ અંધકાર-દુર્ગધવાળા વિષ્ઠા, પ્રવાહી, ખારાપેશાબ, પિત, બળખા, અશુચિ પદાર્થોથી Jain Education International For Private & Personal. Use Only www.jainelibrary.org
SR No.005059
Book TitleAgam Deep Agam 24 to 39 Gujarati Anuvaad Part 6
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy