SearchBrowseAboutContactDonate
Page Preview
Page 274
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યયન-૭. ૨૭૧ કાળ સુધી સતત-લગાતાર ઘોર દુખાગ્નિના દાવનાલમાં અતિશય ઉદ્વેગપૂર્વક શેકાતો અનંતી વખત બળ્યા કરે છે. પિપ૭-૫૦] અતિ દુર્ગન્ધવાળા વિષ્ટા, પ્રવાહી, ક્ષાર પિત્ત, ઉલટી, બળખા, કફ, આદિથી પરિપૂર્ણ ચરબી, ઓર, પર, ગાઢ અશુચિ, મલમુત્ર, રૂધિરના કાદવવાળા કઢકઢ કરતા કઢાતો, ચલચલ કરતા ચલાયમાન કરાતો, ઢલ ઢલ કરતા ઢળાતો રઝોડાતો સર્વ અંગોને એકઠા કરીને સંકોચાયેલો ગભવાસમાં અનેક યોનિમાં રહેતો હતો. નિયંત્રિત કરેલા અંગોવાળો, દરેક યોનિ વાળા ગભવિાસમાં ફરી ફરી ભ્રમણ કરતો હતો, હવે મારે સંતાપ ઉદ્વેગ જન્મ જરા મરણ ગભવિાસ વગેરે સંસારના દુઃખો અને સંસારની વિચિત્રતાથી ભય પામેલાએ આ સમગ્ર ભયનો નાશ કરનાર ભાવ સ્તવના પ્રભાવને જાણીને તેના વિષે દ્રઢ પણે અતિશય ઉદ્યમ અને પ્રવૃત્તિ કરવી. [પ૬૧ આ પ્રમાણે વિદ્યાધરો કિન્નરો, મનુષ્યો, દેવો અસુરોવાળા જગતે ત્રણે ભુવનમાં ઉત્કૃષ્ટ એવા જિનેશ્વરની દ્રવ્યસ્તવ અને ભાવસ્તવ એમબે પ્રકારે સ્તુતિ કરી છે. પs૨-૫૯] હે ગૌતમ ! ધર્મ તીર્થંકર ભગવંતો-અરિહંત-જિનેશ્વરો જેઓ વિસ્તારવાળી ઋદ્ધિ પામેલા છે. એવી સમૃદ્ધિ સ્વાધીન છતાં એ જગતુ બધુ ક્ષણવાર તેમાં મનથી પણ લોભાયા નથી. તેઓનું પરઐશ્વર્ય રૂપ શોભામય લાવણ્ય, વર્ણ, બળ, શરીર પ્રમાણ, સામર્થ્યયશ, કીતિ જેવી રીતે દેવલોકમાંથી ઍવીને અહીં અવતર્યા, જેવીરીતે બીજા ભવમાં, ઉગ્રતપ કરીને દેવલોક પામ્યા. એક આદિ વિશસ્થાનકોની આરાધના કરીને જેવી રીતે તીર્થંકર નામકર્મ બાંધ્ય, જેવી રીતે સમ્યકત્વ પામ્યા. અન્ય ભવોમાં શ્રમણપણાની આરાધના કરી, સિદ્ધાર્થ રાજાની રાણી ત્રિશલાને ચૌદ મહા સ્વપ્નોની જેવી રીતે પ્રાપ્તિ થઈ. જેવી રીતે ગર્ભવાસમાંથી અશુભ અશુચિપદાર્થનું દૂર કરવું અને સુગંધી ગંધને સ્થાપન કર્યો. ઈન્દ્ર મહારાજાએ મોટી ભક્તિથી અંગૂઠાના પર્વમાં અમૃતાહારનો ન્યાસ કર્યો. જન્મ થયો ત્યાં સુધી ભગવંતની ઈન્દ્રાદિકો સ્તવના કરતા હતા તેમ જ. જે પ્રમાણે દિશિકુમારીઓએ આવીને જન્મ સંબંધી સૂતિકર્મ કર્યા. બત્રીશ દેવેન્દ્રો ગૌરવવાળી ભક્તિથી મહાઆનંદ સહિત સર્વ ઋદ્ધિથી સર્વ પ્રકારના પોતાના કર્તવ્યો જેવી રીતે બજાવ્યાં, મેરુ પર્વતના શિખર ઉપર પ્રભુનો જન્માભિષેક કરતા હતા ત્યારે રોમાંચરૂપ કંચુકથી પુલકિત થએલા દેહવાળા, ભક્તિપૂર્ણ ગાત્રવાળાએમ માનવા લાગ્યા કે ખરેખર આપણો જન્મ કૃતાર્થ થયો. પિ૭૦-પ૭૯] ક્ષણવાર હાથ અફાળતા, સુંદર સ્વરથી ગાતા, ગંભીર દુંદુભિનો શબ્દ કરતા, ક્ષીર સમુદ્રમાંથી જેવા શબ્દો પ્રગટ થાય તેમ જય જય કરતા મંગલ શબ્દો મુખમાંથી નીકળતા હતા અને જેવી રીતે બે હાથ જોડીને અંજલી કરતા હતા, જેવી રીતે ક્ષીર સમુદ્રના જળ વડે ઘણા સુગંધી પદાર્થોની ગંધથી વાસિત કરેલા સુવણ મણિ રત્નના બનાવેલા ઉચા કળશોવડે જન્માભિષેક મહોત્સવ દેવો કરતા હતા, જેવી રીતે જિનેશ્વરે પર્વતને ચલાયમાન કર્યો. જેવી રીતે ભગવંત આઠ વરસના હતા છતાં પણ ઈન્દ્ર વ્યાકરણ’ બનાવ્યું. જેવી રીતે કુમારપણું વિતાવ્યું પરણવું થયું. જેવી રીતે લોકાંતિક દેવોએ પ્રતિબોધ કર્યો. જેવી રીતે હર્ષ પામેલા સર્વ દેવો અને અસુરોએ ભગવાનની દીક્ષાનો મહોત્સવ કર્યો. જેવી રીતે દિવ્ય મનુષ્ય તેમજ તિર્યંચો સંબંધી ઘોર પરિષહો સહન કર્યા. જેવી રીતે ઘોર તપસ્યા ધ્યાન યોગના અગ્નિ વડે ચારે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005059
Book TitleAgam Deep Agam 24 to 39 Gujarati Anuvaad Part 6
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy