SearchBrowseAboutContactDonate
Page Preview
Page 262
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યયનન્સ ૨૫૯ વ્યવહાર. આ વગેરે નિરુપણ કરનાર શાસ્ત્રોના અર્થો કથન કરવા કરાવવા તે અપ્રશસ્ત જ્ઞાન કુશીલ. આ પ્રમાણે પાપ-શ્રુતોની વાચના - વિચારણા પરાવર્તન તેનું શોધ-સંશોધન, તેનું શ્રવણ કરવું તે અપ્રશસ્ત જ્ઞાનકુશીલ કહેવાય. [૪૮૯] તેમાં જેઓ સુપ્રશસ્તજ્ઞાનકુશીલ છે તે પણ બે પ્રકારના જાણવા આગમથી અને નો આગમથી. તેમાં આગમથી સુપ્રશસ્ત જ્ઞાન એવા પાંચે પ્રકારના જ્ઞાનની કે સુપ્રશસ્તજ્ઞાનધારણ કરનારની આશાતના કરનાર તે સુપ્રશસ્તજ્ઞાન કુશીલ. [૪૯૦] નો આગમથી સુપ્રશસ્ત જ્ઞાન કુશીલ આઠ પ્રકારના જાણવા. તે આ પ્રકારેઅકાલે સુપ્રશસ્ત જ્ઞાન ભણે, ભણાવે, અવિનયથી સુપ્રશસ્તજ્ઞાન ગ્રહણ કરે.-કરાવે અબહુમાનથી સુપ્રશસ્ત જ્ઞાન પઠન કરે, ઉપધાન કર્યા વગર સુપ્રશસ્ત્ર જ્ઞાન ભણવુંભણાવવું, જેની પાસે સુપ્રશસ્ત સૂત્ર અર્થ અને તદુભય ભણ્યા હોય તેને છૂપાવે, તે સ્વર વ્યંજન રહિત, ઓછોઅક્ષર અધિકક્ષરવાળા સૂત્રો ભણાવવા-ભણવા, સૂત્ર, અર્થ, તદુભય વિપરીતપણે ભણવા-ભણાવવા. સંદેહવાળા સૂત્રાદિક ભણવા-ભણાવવા . [૪૯૧] તેમાં આ આઠે પ્રકારના પદોને જે કોઈ ઉપધાન વહન કર્યા વગર સુપ્રશસ્ત જ્ઞાન ભણે કે ભણાવે, ભણતા અગર ભણાવતાને સારા માની અનુમોદના કરે તે મહાપાપ કર્યા સુપ્રશસ્ત જ્ઞાનની મહા આશાતના કરતારો થાય છે. [૪૯૨] હે ભગવંત ! જો એમ છે તો શું પંચ મંગલના ઉપધાન કરવા જોઈએ ? હે ગૌતમ ! પ્રથમ જ્ઞાન અને ત્યારપછી દયા એટલે સંયમ અર્થાત્ જ્ઞાનથી ચારિત્રદયા પાલન થાય છે. દયાથી સર્વ જગતના તમામ જીવો પ્રાણો-ભૂતો-સત્ત્વોને પોતાના સમાન દેખનારો થાય છે. જગતના સર્વ જીવો પ્રાણીઓ, ભૂતો સત્ત્વોને પોતાના સમાન સુખ-દુઃખ થાય છે, તેમ દેખનારો હોવાથી તેબીજા જીવોના સંઘટ્ટ કરવા પરિતાપનાકિલામણા-ઉપદ્રવ વગેરે દુઃખ ઉત્પાદન કરવા, ભય પમાડવા, ત્રાસ આપવા ઈત્યાદિકથી દૂર રહેનાર થાય છે. એમ કરવાથી કર્મનો આશ્રવ થતો નથી. કર્મનો આશ્રવ બંધ થવાના કારણે કર્મ આવવાના કારણભૂત આશ્રવ દ્વારો બંધ થાય છે. આશ્રવના દ્વારો બંધ થયા હોવાથી ઈન્દ્રિયોનું દમન અને આત્મામાં ઉપશમ થાય છે. તેથી શત્રુ અને મિત્ર પ્રત્યે સમાનભાવ સહિતપણું થાય છે. શત્રુ મિત્ર પ્રત્યે સમાનભાવ સહિત પણાથી રાગદ્વેષ રહિત પણું, તેનાથી ક્ષમા, નમ્રતા, સરળતા, નિર્લોભતા થવાથી કષાય રહિતપણું પ્રાપ્ત થાય છે. કષાય રહિતપણું થવાથી સમ્યકત્વ ઉત્પન્ન થાય છે. સમ્યકત્વ થવાથી જીવાદિક પદાર્થોનું જ્ઞાન થાય છે. તે થવાથી સર્વ મમતા રહિતપણું થાય છે. સર્વ પદાર્થોમાં મમતા રહિતપણું થવાથી અજ્ઞાન મોહ અને મિથ્યાત્વનો ક્ષય થાય છે. એટલે વિવેક આવે છે. વિવેક થવાથી હેય અને ઉપાદેય પદાર્થોની યથાર્થ વિચારણા તેમજ એકાન્ત મોક્ષ મેળવવાં માટે દૃઢ નિશ્ચય થાય છે. તેથી અહિતનો પરિત્યાગ અને હિતનુંઆચરણ થાય તેવા કાર્યમાં અતિશય ઉદ્યમ કરનારો થાય. ત્યાર પછી ઉત્તરોત્તર ૫રમાર્થ સ્વરૂપ પવિત્ર ઉત્તમ-ક્ષમા આદિ દશ પ્રકારવાળા, અહિંસા લક્ષણવાળા ધર્મનું અનુષ્ઠાન કરવા અને કરાવવામાં એકાગ્ર અને આસક્ત ચિત્રવાળો થાય છે. ત્યાર પછી એટલે કે ક્ષમાદિ દશ પ્રકારવાળા તથા અહિંસા લક્ષણયુક્ત ધર્મોનું-અનુષ્ઠાનોનું સેવન કરવાનું અને કરાવવાનું તેમાં એકાગ્રતા અને આસક્ત બનેલા ચિત્તવાળા આત્માને સર્વોત્તમ ક્ષમા, સર્વોત્તમ મૃદુતા, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005059
Book TitleAgam Deep Agam 24 to 39 Gujarati Anuvaad Part 6
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy