SearchBrowseAboutContactDonate
Page Preview
Page 260
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યયન-૨, ઉસો-૩ ૨૫૭ યથાર્થ રીતે બીજા સાધુઓને પોતાના પાપ પ્રકાશિત કરે. જેમ પોતાનો શિષ્ય પોતાની પાસે પાપો પ્રગટ કરે ત્યારે તેઓ શુદ્ધ થાય છે. તેમ પોતાને શુદ્ધ થવા માટે બીજાની પાસે પોતાની આલોચના પ્રાયશ્ચિત વિધિપૂર્વક કરવા જોઈએ. બીજા અધ્યયનનો ઉદ્દેશો-૩ પૂર્ણ થયો. | (બીજાઅધ્યયનની મુનિ દીપરત્નસાગરે કરેલ “ગુર્જરછાયા” પૂર્ણ.) [૪૬] આ “મહાનિસીહ” સૂત્રના બંને અધ્યયનનોની વિધિપૂર્વક સર્વ શ્રમણો (શ્રમણીઓ)ને વાંચના આપવી અથાત્ વંચાવવા. (અધ્યયન-કુશીલ-લક્ષણ) [૪૬૭] હવે પછી આ ત્રીજુ અધ્યયન ચારેયને (સાધુ-સાધ્વી-શ્રાવક-શ્રાવિકાને) સંભળાય તેવા પ્રકારનું છે. કારણકે અતિમોટા અને અતિશય શ્રેષ્ઠ આજ્ઞાથી શ્રદ્ધા કરવા યોગ્ય સૂત્રો અને અર્થો છે. તેને યથાર્થ વિધિથી યોગ્ય શિષ્યને આપવું જોઈએ. ૪િ૬૮-૪૯] જે કોઈ આને પ્રગટપણે પ્રરૂપે. સારી રીતે યોગ કર્યા વગરનાને આપે, અબ્રહ્મચારીને વંચાવે, ઉદ્દેશાદિક વિધિ કર્યા વગરનાને ભણાવે તે ઉન્માદગાંડપણ પામે, અથવા લાંબા કાળાના રોગો-આતંકના દુઃખો ભોગવે, સંયમથી ભ્રષ્ટ થાય, મરણ સમયે આરાધના ન પામે. ૪૭૦-૪૭૩] અહીં પ્રથમ અધ્યયનમાં પૂર્વ વિધિ જણાવેલો છે. બીજા અધ્યયનમાં આવા પ્રકારનો વિધિ કહેવો અને બાકીના અધ્યયનોની અવિધિ સમજવી, બીજા અધ્યયનમાં પાંચ આયંબિલ તેમાં નવ ઉદ્દેશા થાય છે. ત્રીજામાં આઠ આયંબિલ અને સાત ઉસો, જે પ્રમાણે ત્રીજામાં કહ્યું તેજ પ્રમાણે ચોથા અધ્યયનમાં પણ સમજવું, પાંચમાઅધ્યયનમાં છ આયંબિલ, છઠ્ઠામાં બે સાતમા વિષે ત્રણ, આઠમામાં દશઆયંબિલ એમ સતત-લાગલગાટ આયંબિલતપ સંલગ્ન આઉત્તવાણા સહિત આહાર પાણી ગ્રહણ કરીને આ મહાનિશીથ નામના શ્રેષ્ઠ કૃત સ્કંઘને વહનધારણ કરવું જોઈએ. [૪૭૪] ગંભીરતાવાળા મહા બુદ્ધિશાલી તપના ગુણ યુક્ત સારી રીતે પરીક્ષામાં ઉત્તીર્ણ થએલ હોય, કાલ ગ્રહણ વિધિ કરેલ હોય તેવાએ વાચનાચાર્ય પાસે વાચના ગ્રહણ કરવી જોઈએ. ૪૭પ-૪૭૬] હંમેશા ક્ષેત્રની શુદ્ધિ સાવધાનીથી જ્યારે કરે ત્યારે આ વંચાવવું. ભણાવવું, નહિંતર કોઈ ક્ષેત્ર દેવતાથી હેરાન ગતિ પામે. અંગ અને ઉપાંગો વગેરે સૂત્રનું આ સારભૂત શ્રેષ્ઠ તત્વ છે. મહાનિધિ એ અવિધિથી ગ્રહણ કરવામાં જેમ ઠગાય તેમ આ શ્રુતસ્કંધને અવિધિથી ગ્રહણ કરવામાં ઠગવાનો પ્રસંગ ઉત્પન્ન થાય. ૪િ૭૭-૪૭૮] અથવા તો શ્રેયકારી કલ્યાણકારી કાર્યો ઘણા વિધ્વવાળા હોય છે. શ્રેયમાં પણ શ્રેય હોય તો આ શ્રુતસ્કંધ છે, માટે તે નિર્વિબે ગ્રહણ કરવું જોઈએ. જેઓ ધન્ય હોય. પુર્યવંત હોય તેઓ જ આ ને વાંચી શકે. ૪િ૭૯] હે ભગવંત! તે કુશીલ વગેરેનું લક્ષણ કેવા પ્રકારનું હોય? કે જેને બરાબર જાણીને તેનો સર્વથા ત્યાગ કરી શકાય. [૪૭૯-૪૮૧] હે ગૌતમ ! સામાન્યથી તેમનું લક્ષણ આ પ્રમાણે સમજવું અને [17] For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.005059
Book TitleAgam Deep Agam 24 to 39 Gujarati Anuvaad Part 6
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy