SearchBrowseAboutContactDonate
Page Preview
Page 257
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૪ મહાનિસીહ– ૨/૩૪૧૬ પણ આરંભનો કરતા નથી, તેઓ પણ એજ રીતે ભવ પરંપરા પામનારા કહેવાય છે. ૪િ૧૭] હે ગૌતમ ! આરંભ કરવા તૈયાર થયો અને એકન્દ્રિય તથા વિકસેન્દ્રિય જીવના સંઘદૃન આદિ કર્મ કરે તો હેગૌતમ! તે જેવા પ્રકારનું પાપ કર્મ બાંધે તે તું સમજ. ૪િ૧૮-૪૨૦] કોઈક બેઈન્દ્રિય જીવને બળાત્કારથી તેની અનિચ્છાથી એક સમય માટે હાથથી પગથી બીજા કોઈ સળી આદિ ઉપકરણથી અગાઢ સંઘટ્ટો કરે. સંઘટ્ટો કરાવે, તેમ કરનારને સારો માને. હે ગૌતમ ! અહીં આ પ્રમાણે બાંધેલું કર્મ જ્યારે તે પ્રાણીને ઉદયમાં આવે છે, ત્યારે તેના વિપાક મોટા કુલેશથી છ મહિના સુધી ભોગવવા. પડે છે. તેજ કર્મ ગાઢપણે સંઘટ્ટો કરવાથી બાર વરસ સુધી ભોગવવું પડે છે. અગાઢ પરિતાપ કરે તો એક હજાર વર્ષ સુધી અને ગાઢ પરિતાપ કરે તો દશહજાર વર્ષ સુધી અગાઢ કિલામણા કરે તો એક લાખ વર્ષ, ગાઢ કિલામણા કરે તો દશલાખ વર્ષ સુધી તેના પરિણામ-વિપાકો જીવને ભોગવવા પડે છે. મરણ પમાડે તો ૧ ક્રોડ વર્ષ સુધી તે કર્મની વેદના ભોગવવી પડે. એવી જ રીતે ત્રણ ચાર પાંચ ઈન્દ્રિયોવાળા જીવો માટે પણ સમજવું. હે ગૌતમ ! સૂક્ષ્મ પૃથ્વી કાયના એક જીવની જેમાં વિરાધના થાય તેને સર્વ કેવલીઓ અલ્પારંભ કહે છે. હે ગૌતમ ! જેમાં સૂક્ષ્મ પૃથ્વીકાયનો વિનાશ થાય છે, તેને સર્વ કેવલીઓ મહારંભ કહે છે. [૪૨૧] હે ગૌતમ! એવી રીતે ઉત્કટ કમો અનંત પ્રમાણમાં એકઠા થાય છે. જે આરંભમાં પ્રવર્તે છે તે આત્મા તે કમથી બંધાય છે. [-૪૨૩] આરંભ કરનાર બદ્ધ ધૃષ્ટ અને નિકાચિત અવસ્થાવાળા કર્મ બાંધે છે, માટે આરંભનો ત્યાગ કરવો જોઈએ. પૃથ્વીકાય આદિ જીવોનો સર્વભાવથી સર્વ પ્રકારે અંત લાવનાર એવા આરંભોનો જેઓએ ત્યાગ કર્યો હોય તેઓ સત્વરે જન્મજરા-મરણ સર્વ પ્રકારના દાણ્વિય અને દુઃખોથી મુક્ત બને છે. [૪૨૪-૪૨] હે ગૌતમ ! જગતમાં એવા એવા પણ જીવો છે કે જેઓ આ જાણ્યા પછી પણ એકાન્ત સુખશીલપણાના કારણે સમ્યગુ માર્ગની આરાધનામાં પ્રવૃત્તિ કરી શકતા નથી. કોઈક જીવ સમ્યગુ માર્ગમાં જોડાઈને ઘોર અને વીર સંયમ તપનું સેવન કરે પરન્તુ તેની સાથે આ જે પાંચ બાબત કહેવાશે તેનો ત્યાગ ન કરે તો તેના સેવેલા, સંયમતપ સર્વ નિરર્થક છે. ૧. કુશીલ, ૨. ઓસન્ન-શિથિલપણું આવું કઠોર સંયમ જીવન ? એમ બોલી ઉઠે. ૩. યથાશ્કેદ - સ્વચ્છંદ, ૪. સબલ-દૂષિત ચારિત્રવાળા, પ. પાસ€ો. આ પાંચેને દ્રષ્ટિથી પણ ન નીરખે. | [૪૨૭] સર્વજ્ઞ ભગવર્નો ઉપદેશોલો માર્ગ સર્વ દુઃખનો નાશ કરનાર છે. અને શાતા ગૌરવમાં ખૂંચી ગએલો, શિથિલ આચાર સેવનાર, ભગવત્તે કહેલા મોક્ષમાર્ગને છોડનાર થાય છે. - ૪િ૨૮] સર્વજ્ઞ ભગવત્તે કહેલા એક પદ કે એક અક્ષરને પણ જે ન માને, રૂચિ ન કરે તેમજ વિપરીત પ્રરૂપણા કરે તે નક્કી મિથ્યાવૃષ્ટિ સમજવો.. [૪૨] આ પ્રમાણે જાણીને તે પાંચના સંસર્ગ દર્શન, વાતચીત કરવી, પરિચય, સહવાસ આદિ સર્વ વાત હિતના-કલ્યાણના અર્થીઓ સર્વ ઉપાયથી વર્જવા. ૪૩] હે ભગવંત! શીલ ભ્રષ્ટોના દર્શન કરવાનો આપ નિષેધ ફરમાવો છો અને વળી પ્રાયશ્ચિત્ત તો તેને આપો છો. આ બન્ને વાત કેવી રીતે સંગત થાય? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005059
Book TitleAgam Deep Agam 24 to 39 Gujarati Anuvaad Part 6
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy