SearchBrowseAboutContactDonate
Page Preview
Page 249
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૬ મહાનિસીહ– ર/૩૩૮૭ એકાગ્રચિત્તવાળી બનશે. એકાગ્રચિત્તવાળી થતાં તેનું ચિત્તક્ષોભાયમાન થશે, વળી ચિત્તમાં મને આ મળશે કે નહિં મળશે ? એવી દ્વીધામાં પડશે. ત્યાર પછી શરીરે પરસેવો છૂટશે. ત્યાર પછી આલોક-પરલોકમાં આવી અશુભ વિચારણાથી નુકશાન થશે. તેના વિપાકો મારે ઓછાવત્તા પ્રમાણમાં ભોગવવા પડશે તે વાત તે સમયે તેના મગજમાંથી ભૂંસાઈ જાય છે. જેવી આ અને પરલોકના કડવા ફલવિપાક મારે ભોગવવા પડશે એ વાત વિસરાઈ જાય ત્યારે લજ્જા, ભય, અપયશ, અપકીર્તિ, મયદાનો ત્યાગ કરીને ઊંચાસ્થાનથી નીચા સ્થાને બેસી જાય છે. એટલામાં ઊંચા સ્થાનેથી નીચેસ્થાને પરિણામની અપેક્ષાએ હલકા પરિણામવાળો તે સ્ત્રીનો આત્મા થાય છે. તેટલામાં અસંખ્યાતા સમયો અને આવલિકાઓ વીતી જાય છે. જેટલામાં અસંખ્યાતા સમય અને આવલિકાઓ ચાલી જાય છે. તેટલામાં પ્રથમ સમયથી જે કર્મની સ્થિતિ બંધાય છે. અને બીજે સમયે ત્રીજા સમયે એ પ્રમાણે દરેક સમયે ભાવતું સંખ્યાતા સમય, અસંખ્યાતા સમયો, અનંત સમયો ક્રમશઃ પસાર થાય છે. ત્યારે આગળ આગળના સમયે સમયે સંખ્યાતગુણ, અસંખ્યાતગુણ, અનંતગુણ, કર્મની સ્થિતિ એકઠી કરે છે. યાવતુ અસંખ્યાતી ઉત્સર્પિણી-અવસર્પિણી પસાર થાય ત્યાં સુધી નારકી અને તિર્યંચ બંને ગતિઓને વિષે ઉત્કૃષ્ટ કર્મ સ્થિતિ ઉપાર્જન કરે. આ પ્રમાણે સ્ત્રીવિષયક સંકલ્પાદિક યોગે ક્રોડો લાખ ઉત્સર્પિણી અવસર્પિણી સુધી ભોગવવા પડે તેવા નરક-તિર્યંચને લાયક કમસ્થિતિ ઉપાર્જન કરે. ત્યાંથી નીકળ્યા પછી ભવનાન્તરમાં કેવી સ્થિતિ અનુભવવી પડે છે તે જણાવે છે કે - સ્ત્રીના તરફ દ્રષ્ટિ કે કામરાગ કરવાથી તે પાપની પરંપરાએ કદ્રુપતા, શ્યામ દેહવાળો, તેજ, કાન્તિ વગરનો લાવણ્ય અને શોભા રહિત, નાશ પામેલા તેજ અને સૌભાગ્યવાળો તેમજ તેને દેખીને બીજા ઉગ પામે તેવા શરીરવાળો થાય છે તેની સ્પર્શન-ઈન્દ્રિય સીદાય છે. ત્યાર પછી તેના નેત્રો અંગોપાંગ જોવા માટે રાગવાળા અને અરુણ-લાલ વર્ણવાળા બને છે. વિજાતીય તરફ નેત્રો રાગવાળા બને છે. જેટલામાં નયનયુગલ કામરાગને અંગે અરુણવર્ણવાળા મદપૂર્ણ બને છે. કામના રાગાંધપણાથી અતિમહાનભારીદોષો તેમજ બ્રહ્મવ્રતભંગ, નિયમભંગને, ગણતી નથી, અતિમહાન ઘોર પાપ કર્મના આચરણને, શીલખંડનને, ગણકારતી નથી અતિમહાન સર્વથી ચડીયાતા પાપકર્મના આચરણો, સંયમ વિરાધનાને ગણકારતી. નથી. ઘોર અંધકારપૂર્ણ નારકીરૂપ પરલોકના ભયને ગણતી નથી. આત્માને ભૂલી જાયછે, પોતાના કર્મ અને ગુણસ્થાનકને ગણતી નથી. દેવો અને અસુરો સહિત સમગ્ર જગતને જેની આજ્ઞા અલંઘનીય છે તેની પણ દરકાર કરતી નથી. ૮૪ લાખયોનિમાં લાખો વખત પરીવર્તન તેમજ ગર્ભની પરંપરા અનંતી વખત કરવી પડશે. તે વાત પણ. વીસરી જવાય છે. અર્ધ પલકારા જેટલો કાળપણ જેમાં સુખ નથી. અને ચારે ગતિમાં એકાન્ત દુઃખ છે. આ જે દેખવા લાયક છે તે દેખતી નથી અને ન દેખવા લાયક દેખે છે. સર્વજન સમુદાય એકઠા થએલા છે. તેની વચ્ચે બેઠેલી કે ઊભેલી, ભૂમિપર આડી પડેલી - સુતેલી કે ચાલતી સર્વ લોકોથી જોવાતી ઝગમગાટ કરતા સૂર્યના કિરણોના સમૂહથી દશે દિશાઓમાં તેજરાશિ ફેલાઈ ગયો છે તો પણ જાણે પોતે એમ માનતી હોય કે સર્વદિશાઓમાં શુન્ય અંધકારજ છે. રાગાન્ધ અને કામાન્ધ બનેલી પોતે જાણે એમ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005059
Book TitleAgam Deep Agam 24 to 39 Gujarati Anuvaad Part 6
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy