SearchBrowseAboutContactDonate
Page Preview
Page 232
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યયન-૧, ૨૨૯ આલોચના કરે... [૧૦૩-૧૦૫] માયા, દંભ અને પ્રપંચથી પૂર્વે કરેલા તપ અને આચારણ ની વાતો કરે, મને કંઈ પણ પ્રાયશ્ચિતું લાગતું જ નથી તેમ કહે અથવા કરેલા દોષ પ્રગટ જ ન કરે. નજીકમાં કરેલો દોષો જ પ્રગટ કરે. નાના-નાના પાયશ્ચિતુની માંગણી કરે, અમે એવી ચેષ્ટા -પ્રવૃત્તિકરીએ છીએ કે આલોચના લેવાનો અવકાશ રહેતો નથી. તેવું કહે કે શુભ બંધ થાય તેવી આલોચના માંગે. “હું મોટું પ્રાયશ્ચિત કરવા અશકત છે. અગર મારે ગ્લાનબિમારીની સેવા કરવાની છે તેમ કહી તેના આલંબને પ્રાયશ્ચિતુ ન કરે આલોચના કરતો સાધુ સાંભળ્યું ન સાંભળ્યું કરે. [૧૦૬-૧૦૮] તુષ્ટિ કરનાર છૂટા છૂટા પ્રાયશ્ચિત્ હું કરીશ નહીં, લોકોને ખુશ કરવા ખાલી જીભેથી હું પ્રાયશ્ચિત નહીં કરું એવું કહી પ્રાયશ્ચિત ન કરે. પ્રાયશ્ચિત સ્વીકાર્યા પછી લાંબા ગાળે તેમાં પ્રવેશ કરે- અર્થાત્ આચરે, અથવા પ્રાયશ્ચિત કબુલ કર્યા પછી અન્યથા -જુદુ જ કંઈ કરે. નિર્દયતાથી વારંવાર મહાપાપો આચરે. કંદર્પ એટલે કામદેવવિષયક અભિમાન“ગમેતેટલું પ્રાયશ્ચિત આપે તો પણ હું કરવા સમર્થ છું” એવું અભિમાન કરે. તેમજ જયણા રહિત સેવન કરે સાંભળ્યું ન સાંભળ્યું કરી પ્રાયશ્ચિત કરે. [૧૦૯-૧૧૩] પુસ્તકમાં દેખી લખ્યા પમાણે પ્રાયશ્ચિત કરે, પોતાની મતિ કલ્પનાથી પ્રાયશ્ચિત કરે. પૂર્વે આલોચના કરી હોય તે મુજબ પ્રાયશ્ચિત કરી લે... જાતિમદ, કુલમદ,જાતિ કુલ ઉભયમદ, શ્રુતમદ, લાભમદ, ઐશ્વર્યમદ, તપમદ, પંડિતાઇનો મદ, સત્કારમદ વગેમાં લુબ્ધ થાય. ગારવોથી ઉત્તેજિત થઈને (આલોચના કરે), હું અપૂજય છું.એકાકી છું એવું વિચારે.હું પાપીમાં પણ પાપી છું. એવી કલુષિતતાથી આલોચના કરે. બીજા દ્વારા કે અવિનયથી આલોચના કરે. અવિધિથી આલોચના કરે. આ પ્રમાણે કહેલા કે અન્ય તેવા જ દુષ્ટ ભાવોથી આલોચના કરે. [૧૧૪-૧૧] હે ગૌતમ અનાદિ અનંત કાલથી ભાવ-દોષ સેવન કરનારઆત્માને. દુઃખ પમાડનારા સાધુઓ નીચે-નીચે છેક સાતમી નરક-ભૂમિ સુધી ગયા છે. હે ગૌતમ ! અનાદિ અનંત એવા સંસારમાં જ સાધુઓ શલ્ય સહિત હોય છે. તેઓ પોતાના ભાવ-દોષરૂપ વિરસ-કટુ ફળ ભોગવે છે. અત્યારે પણ હજુ શલ્યથી શલ્પિત થયેલા તેઓ ભાવિમાં પણ અનંત કાળ સુધી વિરસ-કટુ ફળ ભોગવતા રહેશે. માટે મુનિએ જરાપણ શલ્યધારણ કરવું નહીં. [૧૧૭] હે ગૌતમ ! શ્રમણીઓની કોઇ સંખ્યા નથી કે જેઓ કલુષિતતારહિત, શલ્યરહિત, વિશુદ્ધ, શુદ્ધ નિર્મલ વિમલ માનસવાળી થઈ, અત્યંતર વિશોધિથી આલોચના કરીને અતિસ્પષ્ટ, અતિચાર આદિ સર્વ ભાવશલ્યને યથાર્થ તપોકર્મ સેવન કરીને, પ્રાયશ્ચિત પૂર્ણપણે આચરીને, પાપકર્મના મળના લેપરૂપી કલંકને ઘોઈને સાફ કરી ઉત્પન્ન કરેલા દિવ્ય-ઉત્તમ કવલજ્ઞાનવાળી, મહાનુભાગ, મહાયશા, મહાસત્ત્વ સંપન્ના, સુગ્રહિત નામધારીઓ, અનંત-ઉત્તમ સુખયુકત મોક્ષ પામેલી છે. [૧૧૮-૧૨૦] હે ગૌતમ ! પુણ્યભાગી એવી કૅટલીક સાધ્વીઓ ના નામો કહીએ છીએ કે જેઓ આલોચના કરતા કૈવલજ્ઞાન પામેલા હોય... અરેરે હું પાપકર્મ કરનારી પાપિણી-પાપમતી વાળી છું. ખરેખર પાપીણીઓમાં પણ અધિક પાપ કરનારી, અરેરે મેં ઘણું દુષ્ટ ચિન્તવ્યુંકારણકે આ જન્મમાં મને સ્ત્રીભાવ ઉત્પનન થયો. તો પણ હવે ઘોર, વીર, ઉગ્ર કષ્ટદાયી તપ સંયમ ધારણ કરીશ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005059
Book TitleAgam Deep Agam 24 to 39 Gujarati Anuvaad Part 6
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy