SearchBrowseAboutContactDonate
Page Preview
Page 230
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યયન-૧, ૨૨૭ જીવતો હોય તો જ્યાં હોય ત્યાં જઈને વિનયથી ખમાવે. મૃત્યુ પામેલા હોય તો સાધુ સાક્ષીએ ખમાવે. [૩-૬૫ એ પ્રમાણે ત્રણ ભુવનને પણ ભાવથી ક્ષામણા કરીને મન-વચનકાયાના યોગથી શુદ્ધ થયેલો તે નિશ્ચયપૂર્વક આ પ્રમાણે ઘોષણા કરે, “હું સર્વ જીવોને ખમાવું છું. સર્વ જીવો મને ક્ષમા આપો. સર્વ જીવો સાથે મારે મૈત્રી ભાવ છે. કોઇપણ જીવની સાથે મારે વૈરભાવ નથી. ભવોભવમાં દરેક જીવના સંબંધમાં આવેલો હું મનવચન-કાયાથી સવભાવથી સર્વ પ્રકારે સર્વોને ખમાવું છું. [૬૬] આ પ્રમાણે ક્ષમાપના ઘોષણા કરીને ચેતવવંદના કરે, સાઘુઓની સાક્ષીપૂર્વક ગુરુની પણ વિધિપૂર્વક ક્ષમાયાચના કરે. [૬૭-૬૮] સમ્યક પ્રકારે ગુરભગવંતને ખમાવીને પોતાની શકિત અનુસાર જ્ઞાનનો મહિમા કરે. ફરી પણ વંદન વિધિ સહિત વંદન કરે. પરમાર્થ. તત્ત્વભૂત અને સારરૂપ આ શલ્યોદ્ધરણ કઈ રીતે કરવું તે ગુરૂ મુખેથી સાંભળે. સાંભળીને તે પ્રમાણે આલોચના કરે, કે જેથી આલોચના કરતા કેવળજ્ઞાન ઉત્પન્ન થાય. [૯-૭૦] આવા સુંદર ભાવમાં રહેલા હોય અને નિઃશલ્ય આલોચના કરેલી હોય જે થી આલોચના કરતા કરતા ત્યાંજ કેવળજ્ઞાન ઉત્પન્ન થાય. હે ગૌતમ ! એવા કેટલાક મહાસત્ત્વશાળી મહાપુરુષોના નામો જણાવીએ છીએ કે જેઓએ ભાવથી આલોચના કરતાં કરતાં કેવળજ્ઞાન ઉત્પન્ન કર્યું. [૭૧-૭૫] હા હા મેં દુષ્ટ કાર્ય કર્યું, હા હા મેં દુષ્ટ વિચાર્યું. હા હા મેં ખોટી અનુમોદના કરી. એ રીતે સંવેગથી અને ભાવથી આલોચના કરનાર કેવળજ્ઞાન મેળવે. ઈયસિમિતિ પૂર્વક પગ સ્થાપના કરતા કેવલી થાય, મુહપત્તિ પ્રતિલેખનથી કેવલી થાય, સમ્યક પ્રકારે પ્રાયશ્ચિત્ ગ્રહણ કરતા કેવળી થાય, મહાવૈરાગ્યથી કેવલી થાય, આલોચના કરતા કેવલી થાય, “હા-હા હું પાપી છું” એમ વિચારતા કેવલી થાય.“હા હા મેં ઉન્મત્ત બની ઉન્માર્ગની. પ્રરૂપણા કરી એમ પશ્ચાતાપ કરતા કેવલી થાય. અણાગારપણામાં કેવલી થાય, “સાવધ યોગ સેવીશ નહીં”- એ રીતે અખંડિતશીલ પાલનથી કેવલી થાય, સર્વ પ્રકારે શીલનું રક્ષણ કરતા, કોડી-કરોડ પ્રકારે પ્રાયશ્ચિત કરતાં પણ કેવલી થાય. [૭૬-૭૮] શરીરની મલિનતા સાફસૂફ કરવારૂપ નિષ્પતિકર્મ કરતા, નહીં ખંજવાળતા, આંખનું મટકું ન મારતા કેવી થાય. બે પ્રહર સુધી એકપડખે રહીને, મૌનવ્રત ધારણ કરીને પણ કેવલી થાય, “સાધુપણું પાળવા હું સમર્થ નથી તેથી અનશનમાં રહું” તેમ કરતા કેવલી થાય, નવકાર ગણતાં કેવલી થાય, “હું ધન્ય છું કે આવું શાસન પામ્યો છું. સંપૂર્ણ સામગ્રી પામવા છતાં પણ હું કેવલી કેમ ન થયો?” એવી ભાવનાથી કેવલી થાય * [૭૯-૮૦] (જયાં સુધી દઢપ્રહારીની માફક લોકો મને) પાપ-શલ્ય વાળો કહે ત્યાં સુધી કાઉસ્સગ પારીશ નહીં એ રીતે કેવલી થાય, ચલાયમાન કાષ્ઠ -લાકડાં ઉપર પગ આવતા વિચારે કે અરે રે ! અજયણા થશે, જીવ-વિરાધના થશે એવી ભાવનાથી કેવલી થાય, “શુદ્ધ પક્ષમાં પ્રાયશ્ચિત્ કરું એમ કહેતા કેવલી થાય. “આપણું જીવન ચંચળ છે ” “આ મનુષ્યપણું અનિત્ય અને ક્ષણવિનાશી છે ” એ ભાવથી કેવલી થાય. [૮૧-૮૩] આલોચના, નિંદા, વંદના, ઘોર અને દુષ્કર પ્રાયશ્ચિત્-સેવન, લાખો ઉપસર્ગસહન કરતાં, કેવલી થાય. (ચંદનબાલાનો હાથ ખસેડતા જેમ કેવલજ્ઞાન થયું તેમ) હાથ ખસેડતાં, નિવાસસ્થાન કરતાં, અર્ધકવલ અથતુ કુરગડુમુનિની જેમ ખાતા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005059
Book TitleAgam Deep Agam 24 to 39 Gujarati Anuvaad Part 6
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy