SearchBrowseAboutContactDonate
Page Preview
Page 228
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યયન-૧, ૨૨૫ અશુધ્ધિ આ સર્વે સુકૃત પુણ્યનો નાશ કરનાર અને પાર ન પામી શકાય તેવી દુર્ગતિમાં ભ્રમણ કરાવનાર થાય, તેમજ શારીરિક-માનસિક દુખપૂર્ણ અંતરહિત સંસારમાં અતિ ઘોર વ્યાકુળતા ભોગવવી પડે, કેટલાંકને રૂપની કદરૂપતા મળે, દાદિય, દુર્ભગતા, હાહાકાર કરાવનારી વેદના, પરાભવ પામે તેવું જીવીત, નિર્દયતા, કરુણાહીન, કુર,દયાદિન, નિર્લજતા, ગૂઢહૃદય, વક્રતા, વિપરીતચિતતા, રાગ, દ્વેષ, મોહ, ઘનઘોર મિથ્યાત્વ, સન્માર્ગનો નાશ, અપયશપ્રાપ્તિ, આજ્ઞાભંગ, અબોધિ, શલ્યરહિતપણું આ બધુ ભવોભવ થાય છે. આ પ્રમાણે પાપ-શલ્યના એક અર્થવાળા અનેક પર્યાય કહ્યા. [૨૭ -૩૦] એક વખત શલ્યવાળું હૃદય કરનારને બીજા અનેક ભવોમાં સર્વે અંગો અને ઉપાંગો વારંવાર શલ્ય-વેદનાવાળા થાય છે. તે શલ્ય બે પ્રકારનું કહેલું છે. સૂક્ષ્મ અને બાદર. તે બંનેના પણ ત્રણ ત્રણ પ્રકારો છે. ઘોર, ઉગ્ર અને ઉગ્રતર...ઘોર માયા ચાર પ્રકારની છે. જે ઘોર ઉગ્ર માનયુકત હોય તેમજ માયા, લોભ અને ક્રોધ યુક્ત પણ હોય. એજ રીતે ઉગ્ર અને ઉગ્રતર ના પણ આ ચાર ભેદો સમજવા. સૂક્ષ્મ અને બાદર ભેદ- પ્રભેદ સહિત આ શલ્યોને મુનિ એકદમ ઉદ્ધાર કરી જલ્દી કાઢી નાખે. પરંતુ ક્ષણવાર પણ મુનિ શલ્યવાળો ન રહે ૩િ૧ -૩ર જેમ સર્પનું બચ્ચું નાનું હોય, સરસવ પ્રમાણ માત્ર અગ્નિ થોડો હોય અને જો વળગે તો પણ વિનાશ પમાડે છે. તેનો સ્પર્શ થયા પછી વિયોગ કરી શકાતો નથી. તે જ રીતે અલ્પ કે અલ્પતર પાપ-શલ્ય ઉદ્ધરેલ ન હોય તો ઘણો સંતાપ આપનાર અને ક્રોડો ભવની પરંપરા વધારનાર થાય છે. ૩િ૩ -૩૭] હે ભગવન્! દુઃખે કરીને ઉદ્ધરી શકાય તેવું તેમજ દુઃખ આપનાર આ પાપશલ્ય કેમ ઉદ્ધરવું તે પણ ઘણા જાણતા નથી. હે ગૌતમ ! આ પાપશલ્ય સર્વથા મૂળમાંથી ઉખેડી નાખવાનું કહેલું છે. ગમે તેટલું અતિ દુર્ધર શલ્ય હોય તેને સર્વ અંગઉપાંગ સહિત ભેદી નાખવાનું જણાવેલું છે. પ્રથમ સમ્યગ્દર્શન, બીજું સમ્યજ્ઞાન, ત્રીજું સમ્યફચારિત્ર આ ત્રણે જ્યારે એકરૂપ એકઠાં થાય, જીવ જ્યારે શલ્યનો ક્ષેત્રીભૂત બને અને પાપ-શલ્ય અતિ ઊંડાણ સુધી પહોંચેલું હોય, દેખી શકાતું પણ ન હોય, હાડકાં સુધી ગયેલું હોય અને તેની અંદર રહેલું હોય, સર્વે અંગ-ઉપાંગમાં ખેંચી ગયેલું હોય, અંદર અને બહારના ભાગમાં પીડા કરતું હોય તેવા શલ્યને મૂળમાંથી ઉખેડી નાખવું જોઈએ. ૩િ૮ -૪૦] ક્રિયા વગરનું જ્ઞાન નિરર્થક છે તેમજ જ્ઞાન વગરની ક્રિયા પણ સફળ થતી નથી. જેમ દેખાતો લંગડો અને દોડતો આંઘળો દાવાનળમાં બળી મય. માટે હે ગૌતમ! બંનેનો સંયોગ થાય તો કાર્યની સિધ્ધિ થાય. એક ચક્ર કે પૈડાથી રથ ચાલતો નથી. જયારે આંધળો અને લંગડો બંને એક રૂપ બન્યા અથતુ લંગડા એ માર્ગ બતાવ્યો અને આંધળો તે રીતે ચાલ્યો તો તે બંને દાવાનળવાળા વનને પસાર કરી ઈચ્છેલા નગર નિર્વિબે સહી સલામત પહોંચ્યા. તેમ જ્ઞાન પ્રકાશ આપે છે, તપ આત્માની શુધ્ધિ કરે છે, અને સંયમ એ ઈદ્રિય અને મનને આડેમાર્ગે જતા રોકે છે. આ ત્રણેનો યથાર્થ સંયોગ થાય તો હે ગૌતમ!મોક્ષ થાય છે. અન્યથા મોક્ષ થતો નથી. | |૪૧-૪૨] ઉકત-તેકારણથી નિઃશલ્ય થઇને, સર્વશલ્યનો ત્યાગ કરીને જે કોઈ નિઃશલ્યપણે ધર્મનું સેવન કરે છે, તેનું સંયમ સફળ ગણેલું છે. એટલું જ નહીં પણ જન્મ [15] Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005059
Book TitleAgam Deep Agam 24 to 39 Gujarati Anuvaad Part 6
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy