SearchBrowseAboutContactDonate
Page Preview
Page 210
Loading...
Download File
Download File
Page Text
________________ દસા-૧૦,સૂત્ર-૧૦૩ ૨૦૭ આ રીતે તેના પ્રાસાદમાં એ રાજકુમાર વારંવાર આવતો-જતો હોય, દૈદીપ્યમાન કાંતિ વાળો તે રાજકુમાર સમયાનુસાર સ્નાન, બલિકર્મ યાવતું બધાં અલંકારોથી વિભૂષિત થઈ સારી રાત્રિ દીપજ્યોતિથી ઝગમગતી વિશાળ કૂટાગાર શાળાના સર્વોચ્ચ સિંહાસન પર બેસતો હોય- - - યાવતુ - - -સ્ત્રી વંદ થી ઘેરાયેલો રહેતો. હોય, નિપુણ પુરુષો દ્વારા થતા નૃત્ય-જોતો ગીત-વીણા- ત્રુટિત- ધન- મૃદંગ-માદલ આદિ વાદ્યોનો મધુર ધ્વનિ સાંભળતો- એવો આ રીતે તે માનુષિક કામભોગો ભોગવતો હોય છે. તે કોઈ કાર્યવશ એક નોકરને બોલાવે તો ચાર-પાંચનોકર આવતા હોય અને પૂછતા હોય કે અમે શું કરીએ ? શું લાવીએ ? શું આપીએ ? શું આચરણ કરીએ? તમારી અભિલાષા શું છે? તમને કયા પદાર્થો પ્રિય છે? આ બધું જોઈ. નિર્ચન્થ નિદાન કરે છો કે જો મારા તપ નિયમ અને બ્રહ્મચર્ય પાલનનું કોઈ ફળ હોય તો હું પણ તે રાજકુમારની જેમ માનષિક કામભોગ ભોગવું. હે આયુષ્યમાન શ્રમણો ! તે નિગ્રન્થ નિદાન કરીને તે નિદાનશલ્ય સંબંધિ સંકલ્પોની આલોચના- પ્રતિક્રમણ કર્યા સિવાય જીવનની અંતિમ ક્ષણોમાં દેહ છોડી કોઈ એક દેવલોકમાં મોટી ઋદ્ધિ વાળો યાવતુ ઉત્કૃષ્ટ સ્થિતિવાળો દેવતારૂપે ઉત્પન્ન થાય છે. આય ભવ અને સ્થિતિનો ક્ષય કરી તે દેવલોકથી ચ્યવી શુદ્ધ માતા- પિતાના પક્ષ વાળા ઉગ્રકુલ કે ભોગ કુલમાં પુત્ર રૂપે ઉત્પન્ન થાય છે. ત્યાં તે બાળક સુકુમાલ હાથ-પગ વાળો- - - યાવત્ - - - સુંદર રૂપ વાળો થાય છે. બાલ્યકાળ વીત્યા પછી તથા વિજ્ઞાનની વૃદ્ધિ થતા તે યૌવનને પ્રાપ્ત કરે છે. તે સમયે તે સ્વયં પિતા સંબંધિ સંપત્તિ પ્રાપ્ત કરે છે. પ્રાસાદથી જતા-આવતા તેની આગળ-આગળ ઘોડાઓ ચાલે છે.... યાવતુ તમને શું પ્રિય છે? (આદિ પૂર્વવત) તે પૂર્વ વર્ણિત પુરુષને તપ-સંયમ કે મૂર્તરૂપ શ્રમણ-બ્રાહ્મણ કેવલિ પ્રરૂપિત ધર્મનો ઉભયકાળ ઉપદેશ કરે છે ? હા ઉપદેશ તો કરે છે પણ તે શ્રદ્ધા પૂવર્ક સાંભળતો નથી. તેથી તે ધર્મશ્રવણ ને અયોગ્ય છે. તે અનંત ઈચ્છાવાળો મહારંભી-મહાપરિગ્રહી અધાર્મિક યાવતું દક્ષિણ દિશાવર્તી નરકમાં નૈરેયિક રૂપે ઉત્પન્ન થાય છે અને ભવિષ્યમાં તે દુર્લભ બોધિ થાય છે. હે આયુષ્યમાનું શ્રમણો ! તે નિદાન શલ્ય નો જ આ વિપાક છે. તેથી જ તે કેવલિ પ્રરૂપિત ધર્મ શ્રવણ કરી શકતો નથી.- [એ પ્રમાણે પહેલું નિયાણું જાણવું | [૧૦૪] હે આયુષ્યમતી શ્રમણીઓ ! મેં ધર્મનું પ્રતિપાદન કરેલું છે ! જેમકે આજ નિર્ચન્જ પ્રવચન સત્ય છે . યાવતું... બધાં દુઃખોનો અંત કરે છે. જો કોઈ નિગ્રન્થી ધર્મની શિક્ષા માટે ઉપસ્થિત થઈને ભૂખ-તરસ આદિ પરિષહ સહન કરતા. પણ કદાચિતું તેને કામવાસનાનો પ્રબળ ઉદય થઈ જાય તો તે તપસંયમની ઉગ્ર સાધના થકી કામવાસનાના શમન માટે પ્રયત્ન કરે છે, તે સમયે તે નિર્ચન્થી એક એવી સ્ત્રીને જુએ છે જે પોતાના પતિની કેવળ એકમાત્ર પ્રાણપ્રિયા છે. તે એક સરખા ઘરેણા અને વસ્ત્ર પહેરેલી છે. તથા તેલની ડબ્બી, વસ્ત્રોની પેટી અને રત્નોના કરંડીયાની સમાન તે સંરક્ષણીય છે- સંગ્રહણીય છે. નિર્ગન્ધી તેને પોતાના પ્રાસાદમાં આવતી જતી જુએ છે. તેની આગળ દાસ- દાસીઓનું વૃંદ ચાલે છે. (વગેરે સર્વે પહેલા નિયાણા માફક જાણવું. તેને જોઈને તે નિર્ઝન્થી નિદાન કરે છે કે જો મારા સુચરિત તપ, નિયમ અને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005059
Book TitleAgam Deep Agam 24 to 39 Gujarati Anuvaad Part 6
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy