SearchBrowseAboutContactDonate
Page Preview
Page 207
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૪ દસા સુયખંધું- ૧૦૯૫ વિચરતા સુખપૂર્વક વિહાર કરતા સંયમ અને તપથી પોતાની આત્મસાધના કરતા. અહીં પધારે ત્યારે તમે ભગવાન મહાવીરને તેની સાધના માટે યોગ્ય સ્થાન બતાવજો અને તેઓને ત્યાં રહેવાની આજ્ઞા આપીને મને જણાવો. ત્યારે તે પ્રમુખ રાજ્યાધિકારીઓએ શ્રેણિક રાજા ભંભસારનું ઉક્ત કથન સાંભળી હર્ષિત હૃદયથી - -- - યાવતું -- હે સ્વામી! આપના આદેશ મુજબ જ બધું થશે. આ રીતે શ્રેણિક રાજાની આજ્ઞા તેઓએ વિનય પૂર્વક સાંભળી, ત્યાર પછી તેઓ રાજમહેલમાંથી નીકળ્યા, રાજગૃહના મધ્ય ભાગથી થઈને તેઓ નગરની બહાર ગયા બગીચાથી - - -ઘાસ ગોદામોમાં રાજા શ્રેણિક ના સેવક-અધિકારીને તેઓએ આ પ્રમાણે કહયું વગેરે પૂર્વવતુ) શ્રેણિક રાજાને આ પ્રિય સંવાદ કહો તમારે માટે પણ આ વાત હર્ષકારી બને આ પ્રમાણે બે-ત્રણ વખત કહ્યું - - - અને જે દિશાથી આવ્યા હતા તે દિશાતરફ પાછા ગયા. [૯]તે કાળે અને તે સમયે ધર્મના આદિકર તીર્થકર શ્રમણ ભગવાન મહાવીર એક ગામથી બીજે ગામ વિચરતા - • • યાવત્ - • -ત્યાં (ગુણશીલ ચૈત્યમાં) પધાર્યા. તે સમયે રાજગૃહ નગરના ત્રણ રસ્તા, ચાર રસ્તા અને ચોકમાં થઈને -- -ચાવતું --- પર્ષદા નગરની બહાર નીકળી- - - યાવતુ પર્યાપાસના કરવા લાગી. તે સમયે શ્રેણિકરાજાના સેવક અધિકારી જ્યાં શ્રમણ ભગવાન્ મહાવીર હતા ત્યાં આવ્યા તેઓએ શ્રમણ ભગવાન મહાવીર ને ત્રણ વખત પ્રદક્ષિણા કરી, વંદન. નમસ્કાર કર્યો, પછી તેમનું નામ અને ગોત્ર પૂછયા અને હૃદયમાં ધારણ કર્યા, એકત્રિત થઈને એકાન્ત સ્થાનમાં ગયા. ત્યાં તેઓએ પરસ્પર આ પ્રમાણે વાત કરી. હે દેવાનું પ્રિયો ! શ્રેણિક રાજા ભંભસાર જેઓનું દર્શનની ઈચ્છા-સ્પૃહા- પ્રાર્થના તથા અભિલાષા કરે છે તથા જેમનું નામ-ગોત્ર સાંભળી ને શ્રેણિક રાજા હર્ષિત અને સંતુષ્ટ--- યાવતુ ---પ્રસન્ન થાય છે. તે આદિકર તીર્થંકર શ્રમણ ભગવાન મહાવીર --- યાવતુ -.-સર્વજ્ઞ સર્વદર્શી અનુક્રમે સુખપૂર્વક એક ગામથી બીજે ગામ વિચરતા અહીં પધારેલ છે. આ જ રાજગૃહી નગરની બહાર ગુણશીલ નામના ચૈત્યમાં તપ અને સંયમ થી આત્માને ભાવિત કરતા રહેલા છે. હે દેવાનું પ્રિયો ! શ્રેણિક રાજાને આ વાત કરો કે તમારા માટે આ સંવાદ પ્રિય થાઓ. આ રીતે એક બીજાએ આ વચન સાંભળ્યું ત્યાંથી તેઓ રાજગૃહી નગરીમાં આવ્યા --- યાવતું --આ પ્રમાણે બોલ્યા. હે સ્વામી! જેના દર્શન ની આપ ઈચ્છા કરો છો તે શ્રમણ ભગવાન મહાવીર ગુણશીલ ચૈત્યમાં --- યાવતુ --- વિરાજીત છે. તેથી હે દેવાનુપ્રિય આપને આ વાતનું નિવેદન કરીએ છીએ. આપને આ સંવાદ પ્રિય થાઓ. [૭] તે સમયે શ્રેણિક રાજા તે પુરુષો પાસે આ સંવાદ સાંભળી- અવધારી હૃદયમાં હર્ષિત-સંતુષ્ટ થયા. - - - યાવતુ - - - સિંહાસન થી ઉઠયા, ઉઠીને (જેમ ઉવવાઈ સૂત્રમાં કોણિકનો અધિકાર કહયો તેમ) વંદન- નમસ્કાર કર્યા કરીને તે પુરષોના સત્કાર- સન્માન કર્યા, પ્રિતીપૂર્વક આજીવિકા યોગ્ય વિપુલ દાન આપ્યું. પછી વિસર્જિત કર્યા. નગર રક્ષકોને બોલાવીને આ પ્રકારે કહ્યું, હે દેવાનુપ્રિય ! તમે જલ્દીથી રાજગૃહી નગરીને અંદરથી અને બહારથી પરિમાર્જિત કરો. પાણીથી સિંચો -. વાવત -- -મને તે વાત જણાવો. [૯૮] ત્યાર પછી તે શ્રેણિક રાજાએ સેનાપતિને બોલાવીને આ પ્રમાણે કહ્યું છે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005059
Book TitleAgam Deep Agam 24 to 39 Gujarati Anuvaad Part 6
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy