SearchBrowseAboutContactDonate
Page Preview
Page 205
Loading...
Download File
Download File
Page Text
________________ દસા સુયÑä – ૯/૬૪ [૬૪-૬૫]જે અનાયક- (નાયક ગુણરહિત) મંત્રી રાજાને રાજ્યબહારમોકલી રાજ્યલક્ષ્મી નો ઉપભોગ કરે, રાણીના શીલને ખંડિત કરે વિરોધકરનાર સામંતોનો તિરસ્કારકરી તેની ભોગ્ય વસ્તુનો વિનાશ કરે તો તે મહામોહનીય કર્મ બાંધે. [૬૬-૬૮] જે બાળબ્રહ્મચારી ન હોવા છતાં પોતાને બાળબ્રહ્મચારી કહે, સ્ત્રી આદિના ભોગોમાં આસકત રહે, - - બ્રહ્મચારી ન હોવા છતાં પોતાને બ્રહ્મચારી કહેવો તે ગાયોની વચ્ચે ગધેડાની માફક બેસુરો બકવાસ છે. આત્માનું અહિત કરનારો તે મૂર્ખ માયામૃષાવાદ કરતો, સ્ત્રિ વિષયમાં આસક્ત બની મહામોહનીય કર્મ બાંધે. ૨૦૧ [૬૯-૭૧] જે જેના આશ્રયે આજીવિકા કરે છે, જેની સેવા કરી સમૃદ્ધ થયા છે. તે તેના ધનમાં આસકત થઈ તેનું જ સર્વસ્વ અપહરણ કરે, અભાવગ્રસ્ત કોઈ સમર્થ વ્યક્તિ કે ગ્રામવાસીના આશ્રયે સર્વ સાધનસંપન્ન થઈ જાય પછી ઈર્ષ્યા કે સંકિલષ્ટ ચિત્ત થઈને આશ્રય દાતાના લાભમાં અંતરાય કરે તે મહામોહનીય કર્મ બાંધે છે. [૭૨-] જેમ સાપણ પોતાના બચ્ચાને ખાઈ જાય એમ જે સ્ત્રી પોતાના પતિને, મંત્રી રાજાને, સેના સેનાપતિને, શિષ્ય-શિક્ષકને મારી નાખે તો મહામોહનીય કર્મ બાંધે. [૭૩-૭૪] જે રાષ્ટ્રનાયકને નેતાને કે લોકપ્રિય શ્રેષ્ઠીને -અનેક માણસોના નેતાને, સમુદ્રમાં દ્વીપ સમાન અનાથ જનના રક્ષકને મારી નાખે તે મહામોહનીય કર્મ બાંધે. [૭૫-૭૭] જે, પાપવિરત દીક્ષાર્થી, સંયત તપસ્વીને ધર્મથી ભ્રષ્ટ કરે, અજ્ઞાની એવો તે અનંત જ્ઞાન દર્શન સંપન્ન જિનેશ્વરના અવર્ણવાદ કરે, તે દુષ્ટાત્મા અનેક ભવ્ય જીવોને ન્યાયમાર્ગથી ભ્રષ્ટ કરે, ન્યાય માર્ગની દ્વેષથી નિંદા કરે તે મહા-મોહનીય કર્મ બાંધે છે. [૭૮-૭૯] જે આચાર્ય કે ઉપાધ્યાય પાસેથી જ્ઞાન અને આચાર શીખેલ હોય તેની અવહેલના કરે, અહંકારી એવો તે આચાર્ય- ઉપાધ્યાયની સમ્યક્ સેવા ન કરે, આદર- સત્કાર ન કરે તે મહામોહનીય કર્મ બાંધે. કહે, છે, [૮૦-૮૩] જે બહુશ્રુત ન હોવા છતાં પોતાને બહુશ્રુત, સ્વાધ્યાયી, શાસ્ત્રજ્ઞ તપસ્વી ન હોવા છતાં પોતાને તપસ્વી કહે તો બધાં લોકોમાં સૌથી મોટો ચોર પોતે સમર્થ હોવા છતાં ગ્લાન મુનિની સેવા ન કરું ” તેવું કહે તે મહામૂર્ખ, માયાવી અને મિથ્યાત્વી કલુષિત ચિત્ત થઈ પોતાના આત્માનું અહિત કરે છે.- આ સર્વે મહામોહનીય કર્મ બાંધે છે. -- - - [૮૪] ચતુર્વિધ શ્રી સંઘમાં મતભેદ ઉત્પન્ન કરવા માટે જે કલહ ના અનેક પ્રસંગ ઉભા કરે છે તે મહામોહનીય કર્મ બાંધે છે. -- [૮૫-૮૬] જે, (વશીકરણઆદિ) અધાર્મિક યોગ, પોતાના સન્માન, પ્રસિદ્ધિ, પ્રિયવ્યકિતને ખુશ કરવા માટે વારંવાર વિધિપૂર્વક કરે અથવા જીવ હિંસાદિ કરીને વશીકરણ પ્રયોગ કરે, પ્રાપ્ત ભોગોથી અતૃપ્ત વ્યક્તિ જે માનુષિક અને દૈવી ભોગોની વારંવાર અભિલાષા કરે તે મહામોહનીય કર્મ બાંધે છે. Jain Education International [૮૭-૮૮] જે ઋદ્ધિ વૃતિ, યશ, વર્ણ અને બળ-વીર્ય-વાળા દેવતાઓનો અવર્ણવાદ કરે છે, - - જે અજ્ઞાની જિનદેવની પૂજાની માફક પોતાની પૂજાની ઈચ્છાથી દેવ, યક્ષ અને અસુરો ને ન જોતો હોવા છતાં કહે કે હું આ બધાંને જોઈ શકું છું તે મહામોહનીય કર્મ નો બંધ કરે છે. For Private & Personal Use Only www.jainelibrary.org .
SR No.005059
Book TitleAgam Deep Agam 24 to 39 Gujarati Anuvaad Part 6
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy