SearchBrowseAboutContactDonate
Page Preview
Page 203
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૦ દસા સુયબંધ- ૭પ૧ યાવતુ રાજધાની ની બહાર ઉતાસન, પાશ્વસન કે નિષદ્યાસન થી કાયોત્સર્ગ કરે, દેવ-મનુષ્ય કે તિય સંબંધિ જે કોઈ ઉપસર્ગ ઉત્પન્ન થાય અને તે ઉપસર્ગ જો તે સાધુને ધ્યાનથી ચલિત કે પતિત કરે તો તેને ચલિત કે પતિત થવું કહ્યું નહીં. જો મળ-મૂત્રની બાધા ઉત્પન્ન થાયતો તેને રોકે નહીં પણ પૂર્વ પડિલેહિત ભૂમિ ઉપર મળ-મૂત્રનો ત્યાગ કરવો કલ્પ. પુનઃ વિધિ મુજબ પોતાના સ્થાને આવીને તેને કાયોત્સર્ગ કરી સ્થિત રહેવું પડે આ રીતે તે સાધુ પહેલી એક સપ્તાહ રૂપ (આઠમી) પ્રતિમાનું સૂત્રાનુંસાર યાવતુ જિન-આજ્ઞાનુસાર પાલન કરવાવાળો હોય છે. આ જ રીતે (નવમી ભિક્ષુ પ્રતિમા) બીજી એક સપ્તાહ ની હોય છે. વિશેષમાં એટલું કે આ પ્રતિમાના આરાધક ભિક્ષને દંડાસન, લંગડાસન કે ઉત્કટકાસન માં સ્થિત રહેવું જોઈએ. - - (દશમી ભિક્ષપ્રતિમા) ત્રીજી એક સપ્તાહની પણ પૂર્વવતુ જાણવી. વિશેષમાં આ ભિક્ષુપ્રતિમાના આરાધનકાળમાં તેણે ગોદોહિદાસનવીરાસન કે આમ્રકુન્ધાસનમાં સ્થિત રહેવું જોઈએ. [૫૨] એ જ રીતે અગીયારમી એક અહોરાત્રની ભિક્ષુ પ્રતિમાના વિષયમાં જાણવું. વિશેષ એટલે કે નિર્જલ ષષ્ઠ ભક્ત એટલે કે ચોવિહારો છઠ્ઠ કરીને અને પાન ગ્રહણ કરવું, ગામ યાવતું રાજધાની ની બહાર બંને પગોને સંકોચીને અને બે હાથ જાનુ પર્યન્ત લાંબા રાખીને કાયોત્સર્ગ કરે. બાકી પૂર્વે કહયા મુજબ યાવતુ જિનાજ્ઞાનુસાર પાલન કરવાવાળો હોય છે. - હવે બારમી ભિક્ષપ્રતિમા કહે છે. એકરાત્રિકી બારમી ભિક્ષપ્રતિમા ધારી અણગોરને શરીરના મમત્ત્વનો ત્યાગ આદિ સર્વે પૂર્વે કહયા મુજબ જાણવા. વિશેષમાં નિર્જલ અઠ્ઠમભક્ત એટલે કે ચોવિહારો અમે કરે ત્યાર પછી અન્ન-પાન ગ્રહણ કરે. ગામ કે રાજધાની ની બહાર જઈને શરીરને થોડું આગળના ભાગે નમાવીને એક પુદ્ગલ પર દષ્ટિ રાખી અનિમેષ નેત્રો વડે નિશ્ચલ અંગોથી સર્વ ઈન્દ્રિયોને ગોપવીને બંને પગોને સંકોચી, બંને હાથ જાનુપર્યન્ત લટકતા રાખી કાયોત્સર્ગ કરે. દેવ-મનુષ્ય તિર્યંચ સંબંધિ ઉદ્દભવતા ઉપસર્ગોને સહન કરે પણ ચલિત કે પતિત થવું ન કલ્પ. મળ-મૂત્રની બાધા થાયતો પૂર્વ પ્રતિલેખિત સ્થાનમાં પરઠવીને પાછા સ્વસ્થાને વિધિ પૂર્વક કાયોત્સગદિ ક્રિયામાં સ્થિર થાય. એક રાત્રિની ભિક્ષુ પ્રતિમાનું સમ્યક પાલન ન કરનાર સાધુને માટે ત્રણ સ્થાન અહિતકર, અશુભ, અસામર્થ્યકર, અકલ્યાણકર અને દુખદ ભવિષ્યવાળા હોય છે. , તે આ પ્રમાણે ઉન્માદની પ્રાપ્તિ-લાંબાગાળાના રોગ-આતંકની પ્રાપ્તિ-કેવલી પ્રરૂપિત ધર્મથી ભ્રષ્ટ થવું - - ત્રણ સ્થાન હિતકર, શુભ, સામર્થ્યકર, કલ્યાણકર અને સુખદ ભવિષ્યવાળા હોય છે તે આ પ્રમાણે- અવધિ, મન પર્યવ, કેવલ-જ્ઞાનની ઉત્પત્તિ. આ રીતે આ એક રાત્રિી ભિક્ષુપ્રતિમા સૂત્ર-કલ્પ-માર્ગ અને યથાર્થ રૂપે સમ્યક પ્રકારે શરીરથી સ્પર્શ, પાલન શોધન, પૂરણ, કીર્તન અને આરાધન કરવાવાળા જિનાજ્ઞાના આરાધક હોય છે. આ બાર ભિક્ષુપ્રતિમાને નિશ્ચયથી તે વિર ભગવંતોએ કહી છે. તે પ્રમાણે હું (તમને) કહું છું સાતમી દસાની મુનિદીપરત્ન સાગરે કરેલ ગુર્જર છાયા પૂર્ણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005059
Book TitleAgam Deep Agam 24 to 39 Gujarati Anuvaad Part 6
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy