SearchBrowseAboutContactDonate
Page Preview
Page 192
Loading...
Download File
Download File
Page Text
________________ દસા-૪, સુત્ર–૧૫ ૧૮૯ [૧૫] આ પ્રકારના (ઉપર કહયા મુજબના) શિષ્યની આ ચાર પ્રકારે વિનય પ્રતિપત્તિ અર્થાતુ ગુરુભક્તિ હોય છે. તે આ પ્રમાણે- સંયમના સાધક વસ્ત્ર, પાત્ર આદિ મેળવવા, બાળ ગ્લાન અશકત સાધુની સહાયતા કરવી, ગણ અને ગણી ના ગુણ પ્રકાશીત કરવા, ગણ નો ભાર વહન કરવો. તે ઉપકરણ ઉત્પાદનપણું શું છે ? ઉપકરણ ઉત્પાદન પણું ચાર પ્રકારે કહયું છે- નવીન ઉપકરણ મેળવવા, જૂના ઉપકરણોનું સંરક્ષણ અને સંગોપન કરવું, અલ્પ ઉપકરણ વાળાને ઉપકરણની પૂર્તિ કરવી, શિષ્યોને માટે યથાયોગ્ય વિભાગ કરવા. તે સહાયતા વિનય શું છે ? સહાયતા વિનય ચાર પ્રકારે કહયો છે- ગુરની આજ્ઞાનો વિનયપૂર્વક સ્વીકાર કરવો, ગુરુની આજ્ઞા મુજબ શરીરની ક્રિયા કરવી, ગુરુ ના શરીરની યથોચિત સેવા કરવી, સર્વકાર્યોમાં કુટિલતા રહિત વ્યવહાર કરવો તે તે વર્ણ સંજ્વલનના વિનય શું છે? તે વર્ણ સંજ્વલનતા વિનય ચાર પ્રકારે છેવીતરાગ વચન તત્પર ગણી અને ગણના ગુણોની પ્રશંસા કરવી, ગણી-ગણના નિંદકને નિરુત્તર કરવાવાળા થવું, ગણી ગણના ગુણગાન કરનારને પ્રોત્સાહિત કરવા, સ્વયં વૃદ્ધોની સેવા કરવી તે વર્ણ સંજ્વલનતા વિનય. તે ભાર પ્રત્યારોહણતા વિનય શું છે? ભાર પ્રત્યારો હણતા વિનય ચાર પ્રકારે કહયો છે- નિરાશ્રિત શિષ્યો નો સંગ્રહ કરવો- ગણમાં સ્થાપિત કરવા, નવદીક્ષિત ને આચાર અને ગૌચરી ની વિધિ શીખવવી, સાધર્મિક ગ્લાન સાધુઓની યથાશક્તિ વૈયાવચ્ચ માટે તત્પર રહેવું, સાઘર્મિકોમાં પરસ્પર કલેશ-કલહ થાય ત્યારે રાગ-દ્વેષ રહિત પણે નિષ્પક્ષ કે માધ્યસ્થ ભાવથી સમ્યક વ્યવહારનું પાલન કરી તે કલહ ના ક્ષમાપન અને ઉપશમન માટે તત્પર રહે. તે આવું શા માટે કરે ? આમ કરવાથી સાધર્મિકો ગમે તેમ બોલશે નહીં, ઝંઝટ નહીં થાય, કલહ-કષાય કે તું તો નહીં થાય, તેમજ સાધર્મિકો સંયમ-સંવર અને સમાધિમાં બહુલતાવાળા તથા અપ્રમત્ત થઈને સંયમ અને તપથી પોતાના આત્માને ભાવિત કરતા વિચરશે. તે ભાર પ્રત્યારોહણતા વિનય. આ પ્રમાણે તે સ્થવિર ભગવતોએ નિશ્ચયથી આઠ પ્રકારની ગણિ સંપદા કહી છે તે પ્રમાણે હું (તમને) કહું છું. ચોથી દસાની મુનિ દીપરત્ન સાગરે કરેલ ગુર્જર છાયા પૂર્ણ (દસા-પ-ચિત્તસમાધિસ્થાન જે રીતે સાંસારિક આત્માને ધન વૈભવ, ભૌતિક સામગ્રી ની પ્રાપ્તિ આદિ થવાથી ચિત્ત આનંદમય બને છે, તે જ રીતે મુમુક્ષુ આત્મા કે સાધુજનને આત્મગુણોની અનુપમ ઉપલબ્ધિ થી અનુપમ ચિત્ત સમાધિ પ્રાપ્ત થાય છે. જે ચિત્ત સમાધિ સ્થાનનું આ દસા માં વર્ણન કરાયેલ છે. [૧૬હે આયુષ્યમાનું ! તે નિવણિ પ્રાપ્ત ભગવંતના સ્વ-મુખેથી મેં એવું સાંભળેલ છે. આ જિન પ્રવચનમાં) નિશ્ચયથી સ્થવિર ભગવંતોએ દશ ચિત્ત સમાધિ સ્થાન કહેલા છે. તે ક્યા દશ ચિત્ત સમાધિ સ્થાન સ્થવિર ભગવંતોએ કહયા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005059
Book TitleAgam Deep Agam 24 to 39 Gujarati Anuvaad Part 6
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy