SearchBrowseAboutContactDonate
Page Preview
Page 167
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૪ વવહાર – ૧/૨ ઈચ્છે તો તે સાધુ. ગણાવચ્છેદક .. આચાર્ય કે ઉપાધ્યાય ને ફરી વખત આલોચના કરાવે, પડિકમાવે, તેને છેદ અથવા પરિહાર તપ પ્રાયશ્ચિતું ને વિશે સ્થાપે. [૨૬-૩૦] જે સાધુ (ગચ્છ) ગણને છોડીને પાસસ્થાપણ, . સ્વચ્છંદપણે, . . કુશીલપણે, .. ઓસન પણે, .. સંસક્ત પણે વિચરણ કરે અને તેઓ ફરીથી તે જ (ગચ્છ) ગણને અંગીકાર કરી વિચરણ કરવા ઈચ્છે ત્યારે તેના માં થોડું પણ ચારિત્ર વર્તતુ હોય તો તેને આલોચનાકરાવે, પડિકમાવે, છેદ કે પરિહાર તપમાં સ્થાપે. [૩૧-૩૨]જે સાધુ ગણ (ગચ્છ) ને છોડીને (કારણ-વિશેષ) પર પાખંડી પણ વિચરે પછી તે ફરીથી તે જ ગણ (ગચ્છ) ને અંગીકાર કરી વિહરવા ઈચ્છે તો તે સાધુને ચારિત્ર છેદ કે પરિવાર તપ પ્રાયશ્ચિત્ નું કોઈ પ્રત્યક્ષ કારણ જણાતું નથી, ફકત તેને આલોચના આપવી, . . પણ જે સાધુ ગચ્છ છોડીને ગૃહસ્થ પર્યાય ધારણ કરે તે ફરી તેજ ગચ્છમાં આવવા ઈચ્છે તો તેને છેદ કે પરિવાર તપ પ્રાયશ્ચિતુ નથી. તેને મૂળથી જ ફરી દીક્ષામાં સ્થાપન કરવો. ૩૩-૩૫]જે સાધુ અન્ય કોઈ અકત્ય સ્થાન (ન કરવા યોગ્ય સ્થાન) સેવીને આલોચના કરવા ઈચ્છે તો જ્યાં પોતાના આચાર્ય- ઉપાધ્યાય હોય ત્યાં જઈને તેમની પાસે વિશુદ્ધિ કરવી. કલ્પે. ફરીને તેમ કરવા માટે તત્પર થવું અને યથાયોગ્ય તપરૂપ કર્મ વડે પ્રાયશ્ચિતું ગ્રહણ કરવું. જો પોતાના આચાર્ય-ઉપાધ્યાય નજીકમાં ન મળે તો જે ગુણગ્રાહી ગંભીર સાધર્મિક સાધુ બહુશ્રુત, પ્રાયશ્ચિતું દાતા આગમ જ્ઞાતા. એવા સાંભોગિક એક માંડલીવાળા સાધુ હોય તેમની પાસે તે દોષ સેવી સાધુએ આલોઅનાદિ કરીને શુદ્ધ થવું, હવે જો એક માંડલીવાળા એવા સાધર્મિક સાધુ ન મળે તો તેવા જ અન્ય ગચ્છના સાંભોગિક, તે પણ ન મળે તો તેવા જ વેશધારી સાધુ, તે પણ ન મળે તો તેવા જ શ્રાવક કે જેણે પૂર્વે સાધુપણું પાડેલ છે અને બહુશ્રુત- આગમ જ્ઞાતા છે પણ હાલ શ્રાવક થયેલા છે, તે પણ ન મળે તો સમભાવી ગૃહસ્થજ્ઞાતા અને તે પણ ન મળે તો બહાર નગર, નિગમ રાજધાની, ખેડા, કસબો, મંડપ, પાટણ, દ્રોણમુખ. આશ્રમ કે સંનિવેશને વિશે પૂર્વ કે ઉત્તર દિશા સામે મુખ કરી બે હાથ જોડી મસ્તક નમાવી, મસ્તકે અંજલિ કરી તે દોષ સેવી સાધુ એ પ્રમાણે બોલે કે જે પ્રમાણે મારો અપરાધ છે “હું અપરાધી છુ” એમ ત્રણ વખત બોલે પછી અરિહંત તથા સિદ્ધની સાક્ષીએ આલોચના કરે, પ્રતિક્રમણ, વિશુદ્ધિ કરે ફરી એ પાપ ન કરવા સાવધાન થાય તેમજ પોતાના દોષઅનુસાર યથાયોગ્ય તપકર્મરૂપ પ્રાયશ્ચિતને ગ્રહણ કરે. (સંક્ષેપમાં કહીએ તો પોતાના આચાર્ય- ઉપાધ્યાય તે ન મળે તો બહુશ્રુત-બહુઆગમજ્ઞાતા એવા સાંભોગિક સાધુ-પછી અન્ય માંડલીવાળા સાંભોગિક પછી વેશધારી સાધુ પછી દીક્ષા છોડેલ અને હાલ-શ્રાવક હોય તે પછી સમદષ્ટિ ગૃહસ્થ પછી આપમેળે એ રીતે પણ આલોચના કરી શુદ્ધ થાય.) તે પ્રમાણ હું તમને કહું છું. પહેલા ઉદેસાની મુનિદીપરત્ન સાગરે કરેલ “ગુર્જર છાયા” પૂર્ણ (ઉદ્સો -૨) [૩૬-૩૭] એક સમાચારી વાળા ને સાધુ સાથે વિચરતા હોય ત્યારે તેમાંનો એક અકૃત્ય સ્થાનકને અથતુ દોષ સેવે પછી આલોચના કરે ત્યારે તેને પ્રાયશ્ચિતું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005059
Book TitleAgam Deep Agam 24 to 39 Gujarati Anuvaad Part 6
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy