SearchBrowseAboutContactDonate
Page Preview
Page 148
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૫ ઉદ્દે સો-૧૯, સૂત્ર-૧૩પ૭ [૧૩પ૭ જે સાધુ-સાધ્વી, આચાર્ય-ઉપાધ્યાય કે રત્નાધિક દ્વારા વાચના દેવાયા સિવાય કે તેની આજ્ઞા સિવાય પોતાની મેળે જ અધ્યયન કરે, અધ્યયન કરવા કહે કે અધ્યયન કરનારની અનુમોદના કરે તો પ્રાયશ્ચિત્. [૧૩૫૮-૧૩૬૯]જે સાધુ-સાધ્વી અન્યતીર્થિક કે ગૃહસ્થ, - - પાસત્યા- - અવસન -- કુશીલ, -- નીતિય કે, - - સંત ને વાચના આપે- અપાવે- આપનારને અનુમોદ, - - અથવા તેઓ પાસેથી સૂત્રાર્થ ભણે-સ્વીકારે, સ્વીકારવા કહે, સ્વીકારનારની અનુમોદના કરે તો પ્રાયશ્ચિતુ. (નોંધઃ- પાસત્યા, અવસન, કુશીલ. નીતિય અને સંસક્તનો અર્થ-વ્યાખ્યા ઉદ્દેસા-૧૩ ના સૂત્ર ૮૩૦ થી ૮૪૭ માં અપાયેલી છે ત્યાંથી જાણી-સમજી લેવી.) એ પ્રમાણે ઉદ્દેસા- ૧૯ માં જણાવેલા કોઈપણ દોષનું સેવન સ્વયં કરે, બીજા પાસે કરાવે કે તેમ કરનારની અનુમોદના કરે તો ચાતુર્માસિક પરિહારસ્થાન ઉદ્ઘાતિક પ્રાયશ્ચિત આવે જેને “લઘુચૌમાસી પ્રાયશ્ચિતું પણ કહે છે. ઓગણીસમા ઉદેસાની મુનિ દીપરત્નસાગરે કરેલ ગુર્જર છાયા પૂર્ણ. (ઉદ્દેશો-૨૦) ‘નિસીહ સૂત્રના આ ઉદેસામાં ૧૩૭૦ થી ૧૪૨૦ એ રીતે કુલ-૫૧ સૂત્રો છે. આ ઉદ્દેસામાં પ્રાયશ્ચિતુ ની વિશુદ્ધિ માટે પ્રાયશ્ચિત્ શું કરવું? તે જણાવેલ છે. [૧૩૭૦-૧૩૭૪] જે સાધુ-સાધ્વી એક માસનું એકમહિને નિર્વર્તન યોગ્ય પરિહાર સ્થાન એટલેકે પાપ અથવા પાપજનક સાવદ્ય કર્માનુષ્ઠાન સેવીને ગુરુ સમીપે પોતાનું પાપ પ્રકાશે અર્થાત્ આલોચના કરે ત્યારે માયા-કપટ કર્યા સિવાય એટલે કે નિઃશલ્ય આલોચના કરે તો એક માસનું જ પ્રાયશ્ચિત્ આવે પણ જો માયા-કપટ પૂર્વક એટલે કે શલ્યયુક્ત આલોચના કરી હોય તો તે પ્રાયશ્ચિત્ બે માસનું આવે. એજરીતે બે-ત્રણ-ચાર- પાંચ માસે નિર્વર્તન યોગ્ય પાપજનક સાવધ કિમનુષ્ઠાન સેવ્યા પછી ગુરુ સમક્ષ આલોચના કરે ત્યારે નિષ્કપટ આલોચના કરે તો તેટલાં જ માસનું અને શલ્ય યુક્ત આલોચના કરે તો ૧-૧ અધિક માસનું પ્રાયશ્ચિતું આવે, જેમકે બે માસે નિર્વર્તન પામે તેવા પાપની નિષ્કપટ આલોચના-બે માસનું પ્રાયશ્ચિત્, સશલ્ય આલોચના ત્રણ માસનું પ્રાયશ્ચિત્ - પરંતુ છ માસ કરતાં વધુ પ્રાયશ્ચિત્ કયારેય આવતું નથી. સશલ્ય કે નિઃશલ્ય આલોચનાનું મહતમ પ્રાયશ્ચિતું છ માસ જ જાણવું. [૧૩૭પ-૧૩૭૯] જે સાધુ-સાધ્વી અનેકવાર (એક નહીં, બે નહીં પણ ત્રણ-ત્રણ વખત એક માસે નિર્વતન પામે તેવું પાપ-કમનુષ્ઠાન સેવીને ગુરુ સમક્ષ આલોચના કરે ત્યારે પણ ઋજુ ભાવે આલોચના કરે તો એકમાસ અને કપટ ભાવે આલોચના કરે તો બે માસનું પ્રાયશ્ચિત આવે. એ જ રીતે બે-ત્રણ ચાર-પાંચ માસે નિર્વતન યોગ્ય પાપ માટે નિઃશલ્ય આલોચના થી તેટલું જ અને સશલ્ય આલોચના થી એકએક માસ વધારે પ્રાયશ્ચિતુ. અને છ-માસ ના પરિહારસ્થાન સેવન માટે નિઃશલ્ય કે સશલ્ય ગમે તે આલોચનાનું [10] For Private & Personal Use Only www.jainelibrary.org Jain Education International
SR No.005059
Book TitleAgam Deep Agam 24 to 39 Gujarati Anuvaad Part 6
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy