SearchBrowseAboutContactDonate
Page Preview
Page 143
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૦ નિસીહ-૧૭/૧૧૦૯ (ઉદેસો-૧) ‘નિસીહ સૂત્રના આ ઉદ્દેસામાં ૧૧૦૯ થી ૧૨૫૯ એટલે કે કુલ-૧૫૧ સૂત્રો છે. જેમાં જણાવ્યા મુજબના કોઈપણ દોષનું ત્રિવિધ સેવન કરનારને કારમાં રાજકાજ પતિયં નામક પ્રાયશ્ચિત આવે. [૧૧૦૯-૧૧૧૦] જે સાધુ- સાધ્વી કુતુહુલ વૃત્તિથી અન્યકોઈ ત્રપ્રાણીને તૃણ-ઘાંસ-કાષ્ઠચમ–વેલ-દોરડું કે સુતરથી બાંધે અથવા, - - બંધાયેલને છોડે-છોડાવે-અનુમોદ તો પ્રાયશ્ચિત્. | [૧૧૧૧-૧૧૨૨] જે કોઈ સાધુ-સાધ્વી કુતુહૂલ વૃત્તિથી માળા, કડા, આભુષણ, વસ્ત્ર આદિ કરાવે, પોતાની પાસે રાખે કે ધારણ કરે અથતિ પહેરે. આ સર્વે કાર્યો પોતે કરે- બીજા પાસે કરાવે છે તેમ કરનારની અનુમોદના કરે તો પ્રાયશ્ચિત્. (નોંધ- ઉદ્દેસા-૭ ના સૂત્ર ૪૭૦ થી ૪૮૧ એ ૧૨ સૂત્રોમાં આ બધું વર્ણન વિસ્તારથી કરાયેલું છે. એ સર્વે વાત ત્યાંથી જાણી-સમજી લેવી તફાવત માત્ર એટલો કે ત્યાં આ સર્વે કાર્ય મૈથુનની ઈચ્છાથી જણાવેલા છે તેને બદલે અહીં કુતુહૂલ વૃત્તિથી કરેલા જાણવા-સમજવા.) [૧૧૨૩-૧૧૭૫] જે કોઈ સાધ્વી અન્ય તીર્થિક કે ગૃહસ્થ પાસે સાધુના પગ પ્રક્ષાલન આદિ શરીર પરિકર્મ કરાવે, કરવા બીજાને પ્રેરણા આપે છે તેમ કરનારની અનુમોદના કરે ત્યાંથી આરંભીને એક ગામથી બીજે ગામ વિચરણ કરતા કોઈ સાધ્વી અન્ય તીર્થિક કે ગૃહસ્થ ને કહીને સાધુના મસ્તકને આચ્છાદન કરે-કરાવે અનુમોદે. (નોંધ:- ઉપરોક્ત ૧૧૨૩ થી ૧૧૭પ એટલે કે કુલ પ૩ સૂત્રો અને હવે પછી કહેવાશે તે ૧૧૭૬ થી ૧૨૨૯ સુત્રો એ દરેક માં આવતા દોષોની વિશદ્ વ્યાખ્યા કે અર્થ આ પૂર્વે ઉદ્દેશા- ત્રીજાના સૂત્ર-૧૩૩ થી ૧૮૫ માં કહેવાઈ ગયા છે. તે ત્યાંથી જાણી સમજી લેવા. તેમાં તફાવત માત્ર એટલો છે કે ૧૧૨૩ થી ૧૧૭પ સૂત્રમાં “કોઈ સાધ્વી અન્યતીથિંક કે ગૃહસ્થ ને કહીને સાધુના શરીરનું એ પ્રમાણે પરિકર્મ કરાવે “તેમ સમજવાનું છે અને સૂત્ર-૧૧૭૬ થી ૧૨૨૯ માં કોઈ સાધુ તે પ્રમાણે “સાધ્વીના શરીરનું પરીકર્મ કરાવે”- એમ સમજવાનું છે. [૧૧૭૮-૧૨૨૯] જે કોઈ સાધુ અન્યતીથિક કે ગૃહસ્થને કહીને (ઉપર કરેલી નોંધ માં કહયા મુજબ) સાધ્વીના પગ પ્રક્ષાલન આદિ શરીર-પરિકર્મ કરાવે, બીજાને તેમ કરાવવા કહે કે તેમ કરાવનાર સાધુની અનુમોદના કરે તો પ્રાયશ્ચિતુ. [૧૨૩૦-૧૨૩૧]જે કોઈ સાધુ સમાનસામાચારીવાળા પોતાની વસતિમાં આવેલા સાધુને, - - કે સાધ્વી સમાનસામાચારીવાળા સ્વ વસતિમાં આવેલા સાધ્વીને, નિવાસ એટલે કે રહેવાની જગ્યા હોવા છતાં સ્થાન એટલે કે ઉતરવા માટેની જગ્યા ન આપે, ન અપાવે, ન આપનારની અનુમોદના કરે તો પ્રાયશ્ચિતુ. [૧૨૩ર-૧૨૩૪] જે સાધુ-સાધ્વી માળ ઉપરથી (માળ-ઊંચે રહેલ, ભૂમિગૃહમાં રહેલ કે માંચડાથી ઉતારેલ), - - મોટી કોઠીમાંથી, - - માટી વગેરે લેપથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005059
Book TitleAgam Deep Agam 24 to 39 Gujarati Anuvaad Part 6
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy