SearchBrowseAboutContactDonate
Page Preview
Page 136
Loading...
Download File
Download File
Page Text
________________ 配 ઉદ્દેસો—૧૨,સૂત્ર૭૭૫ ૧૩૩ ઉપધ્રુવ, વંશપરંપરાગત વૈર થી ઉત્પન્ન થતાં કલહ, મહાયુદ્ધો, મહાસંગ્રામ, કજીયા, મોટેથી બોલાશ થવા વગેરે સ્થાનો, અનેકપ્રકારના મહોત્સવ, ઈન્દ્રમહોત્સવ, સ્ત્રી-પુરુષ, સ્થવિર, યુવાન, કિશોર આદિ અલંકૃત કે નિરલંકૃત હોય-ગાતા, વગાડતા, નાચતા, હસતા, રમતા, મોહોત્પાદક ચેષ્ટા કરતા હોય, વિપુલ અશનઆદિનું પરસ્પર આદાન-પ્રદાન થતું હોય, ખવાતું હોય તેવા સ્થળો- [આ સર્વે સ્થળો ને જોવાની ઈચ્છા કરે] [૭૭૫] જે સાધુ-સાધ્વી ઈહલૌકિક કે પારલૌકિક, પૂર્વે જોયેલા કે ન જોયેલા, સાંભળેલા કે ન સાંભળેલા, જાણેલા કે ન જાણેલા એવા રૂપોને વિશે આસકત થાય, રાગવાળા થાય, વૃદ્ધિવાળા થાય, અતિશય રક્ત બને કોઈને આસકત આદિ કરે, આસકત આદિ થયેલાની અનુમોદના કરે તો પ્રાયશ્ચિત્ [૭૭૬]જે સાધુ-સાધ્વી પહેલી પોરિસીમાં લાવેલ અશન-પાન ખાદિમ -સ્વાદિમ છેલ્લી પોરિસી સુધી સ્થાપન કરે-રાખે અર્થાત્ ચોથી પોરિસીમાં વાપરે-વપરાવે-અનુમોદે તો પ્રાયશ્ચિત્ [૭૭] જે સાધુ-સાધ્વી અર્ધયોજન અર્થાત્ બે કોશ દૂરથી લાવેલ અશન-પાન-ખાદિમ-સ્વાદિમ રૂપ આહાર વાપરે અર્થાત્ બે કોશની ક્ષેત્ર મર્યાદાનું ઉલ્લંઘન કરે-કરાવે-અનુમોદે તો પ્રાયશ્ચિત્ [૭૭૮-૭૮૫] જે સાધુ-સાધ્વી ગોબર કે વિલેપન દ્રવ્ય લાવીને બીજે દિવસે, - દિવસે લાવીને રાત્રે, રાત્રે લાવીને દિવસે કે રાત્રે લાવીને રાત્રે-શરીરને લાગેલા ઘા-વ્રણ વગેરે એક કે અનેકવાર લિંપે,પાવેલિંપનારની અનુમોદના કરે તો પ્રાયશ્ચિત્. - - - [૭૮૬-૭૮૭] જે સાધુ-સાધ્વી અન્યતીર્થિક કે ગૃહસ્થ ની પાસે ઉપધિ વહન કરાવે તથા તેની નિશ્રાએ રહેલા (આ બધાંને) અશન-આદિ આહાર (બીજાને કહીને) અપાવે, બીજાને તેમ કરવા પ્રેરે, તેમ કરનારની અનુમોદના કરે તો પ્રાયશ્ચિત્ [૭૮૮] જે સાધુ-સાધ્વી ગંગા, જમુના, સરયુ, ઐરાવતી, મહી એ પાંચ મહાર્ણવ કે મહાનદી મહિનામાં બે કે ત્રણ વખત ઉત્તરીને કે તરીને પાર કરે-કરાવે-અનુમોદે. એ પ્રમાણે ઉદ્દેસા- ૧૨ માં જણાવેલા કોઈપણ કૃત્ય પોતે કરે- બીજા પાસે કરાવે કે કરનારની અનુમોદના કરે તો ચાતુમસિક પરિહારસ્થાન ઉદ્ઘાતિક અર્થત લધુ ચૌમાસી પ્રાયશ્ચિત્ આવે. બારમા ઉદ્દેસાની મુનિદીપરત્ન સાગરે કરેલ ‘ગુર્જર છાયા’ પૂર્ણ. ઉદ્દેસો ૧૩ ‘નિસીહ’ સૂત્રના આ ઉદ્દેસામાં ૭૮૯ થી ૮૬૨ એટલે કે કુલ ૭૪ સૂત્રો છે. તેમાં જણાવેલ કોઈ દોષનું ત્રિવિધે સેવન કરનારને પાપાલિયં પરિહારકાળ તપાતિયં પ્રાયશ્ચિત્ આવે. [૭૮૯-૭૯૫] જે સાધુ-સાધ્વી સચિત- - સ્નિગ્ધ એટલે કે સચિત જળથી કંઈક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005059
Book TitleAgam Deep Agam 24 to 39 Gujarati Anuvaad Part 6
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy