SearchBrowseAboutContactDonate
Page Preview
Page 123
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૦ નિસીહ-૪૩૧૩ સેવે, બીજા પાસે સેવરાવે કે તેને તે દોષ સેવનારની અનુમોદના કરે તો તેને માસિક પરિહારસ્થાન ઉદ્ઘાતિક નામનું પ્રાયશ્ચિત્ આવે જેને લઘુમાસિક પ્રાયશ્ચિત્. કહે છે. ચોથા ઉદ્દેશાની મુનિ દીપરત્ન સાગરે કરેલ “ગુર્જર છાયા” (ઉદ્દેશો- ૫) “નિસીહ” સૂત્રના આ ઉદ્દેશામાં ૩૧૪ થી ૩૯૨ એ રીતે કુલ- ૭૯ સૂત્રો છે. જેમાંના કોઈપણ દોષનું ત્રિવિધ સેવન કરનારને મસિવં હિટ્ટા ૩થાતિય નામનું પ્રાયશ્ચિતું આવે છે. જેને “લઘુમાસિક પ્રાયશ્ચિતુ.” કહેવાય છે. | [૩૧૪-૩૨૪] જે સાધુ-સાધ્વી વૃક્ષના મૂળ-સ્કંધ ની આસપાસની સચિત્ત પૃથ્વી ઉપર રહીને, એકવાર કે અનેકવાર આજુબાજુ જુએ-અવલોકન કરે, ઉભા રહે શરીર પ્રમાણે શવ્યા કરે, બેસે. પડખાં ફેરવે... અસન, પાન, ખાદિમ, સ્વાદિમરૂપ આહાર કરે... મળ-મૂત્રનો ત્યાગ કરે... સ્વાધ્યાય કરે,. સૂત્ર અર્થ તદુભય રૂપ સઝાય નો ઉદ્દેશો કરે.. વારંવાર સક્ઝાય પઠન કે સમુદ્દેશ કરે. સઝાય તે માટે અનુજ્ઞાપ્રદાન કરે. સૂત્રાર્થરૂપ સ્વાધ્યાય વાંચના આપે.. આચાર્યાદિ દ્વારા અપાતી સ્વાધ્યાય-વાંચના ગ્રહણ કરે . સ્વાધ્યાયની પરાવર્તન કરે- આમાંનું કોઈ પણ કાર્ય સ્વયં કરે, કરાવે કે અનુમોદે તો પ્રાયશ્ચિતુ. [૩૨પ-૩૨૬] જે સાધુ-સાધ્વી પોતાની સંઘાટિકા એટલે કે ઓઢવાનું વસ્ત્ર જેને કપડો કહે છે તેને પરતીર્થિક, ગૃહસ્થ કે શ્રાવક પાસે સંઘાવે-સીવડાવે - તે કપડાને દીર્ઘ સૂત્રી કરે અથતિ શોભાદિ માટે લાંબા દોરા કે દોરી નંખાવે, બીજાને તેમ કરવા પ્રેરે કે તેમ કરનારની અનુમોદના કરે તો પ્રાયશ્ચિત્.. [૩૨૭ જે સાધુ-સાધ્વી લીંબડાના, પરવળના કે બિલ્લીના પાનને અચિત્ત કરાયેલા ઠંડા કે ગરમ પાણીમાં ધોઈને, પીસીને ખાય, ખવડાવે કે ખાનારને અનુમોદ. [૩૨૮-૩૩પ જે સાધુ-સાધ્વી પ્રાતિહારિક નું (શય્યાતર આદિ પાસેથી પાછા આપવાનું કહીને લાવેલ તે પ્રાતિહારિક), -- સાગારિક (અન્ય કોઈ પણ ગૃહસ્થ) નું પાદ પ્રોંછનક અથતુ રજોહરણ , દંડ, લાકડી, પગમાં લાગેલ કાદવ ઉખેડવાની સળી વિશેષ, કે વાંસની સળી, -- તેજ રાત્રે - - આવતી કાલે સવારે પાછું આપી જઈશ એમ કહીને લાવ્યા પછી નિર્દિષ્ટ સમયે પાછું ન આપે એટલે કે સાંજને બદલે સવારે આપે કે સવારને બદલે સાંજે આપે- અપાવે- આપનારની અનુમોદના કરે તો પ્રાયશ્ચિતુ. ૩િ૩૬-૩૩૮] જે સાધુ-સાધ્વી પ્રાતિહારિક (શધ્યાત્તર), .. સાગારિક (અન્ય કોઈ ગૃહસ્થ, .. કે બંનેના શય્યા- સંથારો પાછો આપ્યાબાદ તે શય્યા-સંથારો બીજી વખત આજ્ઞા લીધા સિવાય- (યાચના કર્યા સિવાય) ઉપયોગમાં લે અથતિ પોતે ઉપભોગ કરે- કરાવે- કે અનુમોદે તો પ્રાયશ્ચિતુ. [૩૩૯]જે સાધુ-સાધ્વી શણ, ઉન પોંડ (એક જાતની વનસ્પતિ,) કે અમિલ (એક વનસ્પતિ) ના દોરા ગુંથે. (કઈ વસ્ત્ર આદિને અંત ભાગે રહેલા દોરાને લાંબા કરે, શોભા વધારવા ગુંથે- ભરે, બીજા પાસે તેમ કરે, તેમ કરનારની અનુમોદના કરે. [૩૪૦-૩૪૮] જે સાધુ-સાધ્વી સચિત્ત, - - રંગીન, - - અનેક રંગો થી આકર્ષક, એવા શીશમના લાકડાનો, વાંસનો કે નેતરનો દંડ કરે (બનાવે), - - ધારણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005059
Book TitleAgam Deep Agam 24 to 39 Gujarati Anuvaad Part 6
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy