SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ પાહુડ-૮ ૩૯ જંબુદ્વીપમાં મંદર પર્વતની પૂર્વ દિશામાં સર્વાધિક અઢાર મુહૂર્ત પ્રમાણનો દિવસ હોય છે, ત્યારે મંદર પર્વતની પશ્ચિમ દિશામાં પણ પરમોત્કર્ષક અઢાર મુહૂર્ત પ્રમાણનો દિવસ હોય છે, જ્યારે મંદર પર્વતની પૂર્વ પશ્ચિમ દિશામાં પરમોત્કર્ષક અઢાર મુહૂર્ત પ્રમાણનો દિવસ હોય છે ત્યારે જંબુદ્રીપમાં મંદર પર્વતની ઉત્તર અને દક્ષિણ દિશામાં જઘન્યા બાર મુહૂર્ત પ્રમાણની રાત્રી હોય છે. આ પૂર્વોક્ત પ્રકારથી એટલે કે બન્ને ગોળાર્ધની ભાવના વિશેષથી વક્ષ્યમાણ ગમથી સમજી લેવું. જ્યારે મંદરપર્વતના દક્ષિણાર્ધ અને ઉત્તરાર્ધમાં અને પૂર્વપશ્ચિમાર્ક ભાગમાં અઢાર મુહૂતિનંતર દિવસ હોય છે, ત્યારે પૂર્વપશ્ચિમ દિશામાં અથવા દક્ષિણ ઉત્તરદિશામાં કંઈક વધારે બાર મુહૂર્તની રાત્રી હોય છે. જ્યારે સત્તર મુહૂર્તનો દિવસ હોય છે ત્યારે તેર મુહૂર્તની રાત્રી હોય છે. જ્યારે સત્તર મુહૂર્તથી કંઈક ન્યૂન પ્રમાણનો દિવસ હોય, ત્યારે તેર મુહૂર્તની રાત્રી હોય છે. જ્યારે સત્ત૨ મુહૂતિનંતરનો દિવસ હોય છે. ત્યારે કંઈક વધારે તેર મુહૂર્તની રાત્રી હોય છે, યાવત્ જઘન્ય બાર મુહૂર્તનો દિવસ હોય છે ત્યારે ઉત્કૃષ્ટ અઢાર મુહૂર્તની રાત્રી હોય છે. આ પૂર્વોક્ત પ્રકારથી સમજી લેવું જ્યારે જંબૂદ્વીપના દક્ષિણ અર્ધ ભાગમાં વર્ષાકાળનો પ્રથમ સમય હોય છે, એજ વખતે ઉત્તરાર્ધમાં પણ વષિકાળનો આરંભ હોય છે, જ્યારે ઉત્તરાર્ધમાં વર્ષાકાળનો પ્રથમ સમય હોય છે, ત્યારે જંબુદ્રીપમાં મંદરપર્વતની પૂર્વ અને પશ્ચિમ દિશામાં અનંતર પુર સ્કૃતકાળ સમયમાં એટલે કે વ્યવધાન રહિત જે વર્ષાકાળનો પ્રારંભથાય છે. તેના પછીના બીજા સમયમાં પૂર્વ પશ્ચિમમાં વર્ષાકાળનો પ્રથમ સમય હોય છે. જ્યારે જંબુદ્વીપમાં મંદર પર્વતની પૂર્વ દિશામાં વર્ષાકાળનો પ્રથમ સમય હોય છે, એ સમયે પશ્ચિમ દિશામાં પણ વર્ષાકાળનો પ્રથમ સમય હોય છે. તથા જ્યારે મંદરપર્વતની પશ્ચિમ દિશામાં વર્ષાકાળ નો પ્રથમ સમય હોય છે, ત્યારે જંબુદ્રીપમાં મંદરપર્વતની દક્ષિણદિશામાં અને ઉત્તર દિશામાં અનંતરપશ્ચાતકૃતકાલસમયમાં વર્ષાકાળનો પ્રથમ સમય સમાપ્ત થાય છે. જે પ્રમાણે સમયનું કથન કરવામાં આવેલ છે એજ પ્રમાણે સમયથી કંઇક વધારે કાળનો બોધ કરાવનાર આવલિકા, સમજવી, તે પછી આન તે પછી પ્રાણ, યાવત્ ૠતુ સંબંધી આલાપક સમજવો. જ્યારે જંબુદ્રીપના દક્ષિણાર્ધમાં વર્ષાઋતુની પહેલા આવ લિકાનો પ્રારંભ થાય છે ત્યારે ઉત્તરાર્ધમાં પણ એજ વર્ષાઋતુની પહેલી આવલિકાનો પ્રારંભ થાય છે. જ્યારે ઉત્તરાર્ધમાં વર્ણિકાળની પહેલી આવલિકા થાય છે ત્યારે જંબૂ દ્વીપમાં મંદર પર્વતની પૂર્વ પશ્ચિમ દિશામાં અનંતર પુરસ્કૃત કાલ સમયમાં વર્ષાકાળની પહેલી આવલિકા હોય છે, જ્યારે જંબુદ્વીપમાં મંદર પર્વતની પૂર્વ દિશામાં પહેલી આવલિકા હોય છે, ત્યારે પશ્ચિમ દિશામાં પણ પહેલી આવલિકા હોય છે. જંબુદ્રીપ નામના દ્વીપમાં મંદ૨૫ર્વતની ઉત્તરદક્ષિણ દિશામાં અનંતર પશ્ચાત્કૃતકાલ સમયમાં વર્ષાકાળની પહેલી આવલિકા પ્રતિપન્ન થાય છે જ્યારે જંબુદ્વીપમાં દક્ષિણદિગ્વિ ભાગના અર્ધમાં પ્રથમ અયન એટલે કે દક્ષિણાયન હોય છે એજ વખતે ઉત્તરાર્ધમાં પણ પ્રથમ અયન હોય છે. જ્યારે ઉત્તરાર્ધમાં પ્રથમ અયન હોય છે ત્યારે જંબૂદ્વીપમાં મંદર પર્વતની પૂર્વ પશ્ચિમદિશામાં અનન્તર પુરસ્કૃત કાળ સમયમાં પહેલું અયન એટલે કે દક્ષિણાયન પ્રાપ્ત થાય છે. જ્યારે જંબુદ્વીપ નામના દ્વીપમાં મંદરપર્વતની પૂર્વીદેશામાં દક્ષિણાયન હોય છે, ત્યારે મંદરપર્વતની પશ્ચિમદિશામાં પણ દક્ષિણાયન હોય છે. જ્યારે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005058
Book TitleAgam Deep Agam 16 to 23 Gujarati Anuvaad Part 5
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy