SearchBrowseAboutContactDonate
Page Preview
Page 301
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯૮ પસ્ચિાર્ણ-૪/૮ “હે પૂજ્ય આ સંસારમાં ભાવ અગ્નિ સળગી રહ્યો છે. યાવતુ તે આ થઈ. યાવતુ ગુપ્ત બ્રહ્મચર્યવાળી થઈ. ત્યારપછી તે સુભદ્રા આય એકદા કદાચિત ધણા માણસોના બાળકો ઉપર મૂછવાળી થઈ યાવતુ આસક્ત થઈ. તેથી તે અત્યંગન, ઉદ્વર્તન, પ્રાસુક પાણી, અફતાનો રંગ. કંકણ, અંજન, વર્ણક, ચૂર્ણક, ખેલ્લક, ખજ્જલ્લક, ક્ષીર અને પુષ્પ વિગેરેની ગણેષણા કરવા લાગી. ગવેષણા કરીને ધણા લોકોના દારક અને દારિકા ઓને, કુમાર અને કુમારીઓને તથા ડિંભ અને ડિભિકાઓને કેટલાકને અભંગન કરવા લાગી. કેટલાકને ઉદ્વર્તન કરવા લાગી. કેટલાકને પ્રાસુક પાણીથી સ્નાન કરાવવા લાગી, કેટલાકના પગ અફતાવડે રંગવા લાગી, કેટલાક ના ઓષ્ઠ રંગવા લાગી. કેટલાકની આંખો આંજવા લાગી, કેટલાકને ઉત્સંગમાં બેસાડવા લાગી. કેટલાકને તિલક કરવા લાગી, કેટલાકને હીંચોળવા લાગી, કેટલાકને પંક્તિ માં બેસાડવા લાગી. કેટલાકના મુખ ધોવા લાગી, કેટલાકને હરિતાલ વિગેરે વર્ણકવડે રંગવા લાગી, કેટલાકને કોષ્ઠપુટાદિક સુગંધી ચૂર્ણ લગાડવા લાગી કેટલાકને રમકડાં આપવા લાગી. કેટલાકને ખાસ ખવરા વવા લાગી. કેટલાકને ક્ષીરનું ભોજન કરાવવા લાગી. કેટલાકને પુષ્પ સુંધાડવા લાગી, કેટલાકને પગ ઉપર સ્થાપર કરવા લાગી, કેટલાકને જંધા ઉપર બેસાડવા લાગી, એ જ પ્રમાણે સાથળ ઉપર, ખોળામાં, કેડ ઉપર, પીઠ ઉપર, છાતી ઉપર અને મસ્તક ઉપર બેસાડવા લાગી. કેટલાકને કરતલના સંપુટવડે ગ્રહણ કરીને ઉછાળતી, ગીત ગાતી તથા બીજા પાસે ગીત ગવરાવતી ગવરાવતી પુત્રની પિપાસાને અનુભવવા લાગી. ત્યારે તે સુવ્રતા આયએ સુભદ્રા આર્યાને આ પ્રમાણે કહ્યું " હે દેવાનુપ્રિયા ! આપણે શ્રમણી, નિગ્રંથીઓ, ઈયસિમિતિવાળી યાવતુ ગુપ્ત બ્રહ્મચર્યવાળી છીએ. તેથી આપણને જાતકનું કર્મ કરવું કહ્યું નહીં, છતાં હે દેવાનુપ્રિયા ! તું તો ધણા માણસોના બાળકોમાં મૂર્શિત થઈ છે યાવતુ આસક્ત થઈ છે. અને તેથી કરીને હું તેમને અત્યંગન વિગેરે કરે છે યાવતુ પૌત્રીની પિપા સાને અનુભવતી રહે છે. તેથી હે દેવાનુપ્રિયા ! તું આ સ્થાનની આલોચના કર યાવતું પ્રાયશ્ચિત્ત અંગીકાર કર.” ત્યારપછી તે સુભદ્રા આર્યા એ સુત્રતા આયનિા આ અર્થનો આદર કર્યો નહીં તથા તેને સારો માન્યો નહીં. ત્યારપછી તે શ્રમણી નિગ્રંથીઓ સભદ્રા આયની હીલના, નિંદા, ખિંસા અને ગહ કરવા લાગી અને વારંવાર આ અર્થનું નિવારણ કરવા લાગી. ત્યાર પછી તે સુભદ્રા આયને શ્રમણી નિગ્રંથીઓએ હીલના પમાડી યાવતું વારંવાર આ અર્થ પ્રત્યે નિવારી ત્યારે તેને ઓવા પ્રકારનો અધ્યવસાય યાવતુ ઉત્પન્ન થયો કે “ જ્યારે હું ગૃહસ્થાવાસમાં વસતી હતી ત્યારે હું આત્મવશ હતી, અને જ્યારથી હું મુંડ થઈને ગૃહ વાસથી અનગારાણા પ્રત્યે નીકળી ત્યારથી જ હું પરવશ થઈ છું. વળી પહેલાં તો શ્રમણી નિગ્રંથીઓ મારો આદર કરતી હતી અને મને સારી માનતી હતી, પણ હવે આદર કરતી નથી અને મને સારી માનતી નથી. તેથી હવે મારે એ જ શ્રેયકારક છે કે-કાલે પ્રાતઃકાલે યાવતુ સૂર્યદેદીપ્યમાન થાય ત્યારે સુવ્રતા આઈની પાસેથી નીકળીને જૂદો અવગ્રહ ગ્રહણ કરીને વિચરવું.” આ પ્રમાણે વિચાર કર્યો. વિચાર કરીને કાલે પ્રાતઃકાલે સૂર્ય દેદીપ્યમાન થયો ત્યારે સુવ્રતા આયની પાસેથી તે નીકળી ગઈ. નીકળીને જૂદો અવગ્રહ ગ્રહણ કરીને રહેવા લાગી. ત્યારપછી તે સુભદ્રા આય બીજી આયઓએનહીં નિવારેલી એ જ કારણ માટે સ્વચ્છંદ મતિવાળી થઈ ધણા માણસોના બાળકો ઉપર મૂછ પામી યાવત્ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005058
Book TitleAgam Deep Agam 16 to 23 Gujarati Anuvaad Part 5
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy