SearchBrowseAboutContactDonate
Page Preview
Page 293
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૦ પુયિાણું - ૩/૫ બ્રાહ્મણના કુલમાં ઉત્પન્ન થયો છું. તેથી મેં વ્રતો આચર્યા છે, વેદનો અભ્યાસ કર્યો છે, સ્ત્રીઓનું પાણિગ્રહણ કર્યું છે, પુત્રો ઉત્પન્ન કર્યા છે, ધણી સમૃદ્ધિ ઉપાર્જન કરી છે, પશુઓના વધ કર્યા છે, યજ્ઞો કર્યા છે, દક્ષિણા આપી છે, અતિથિઓને પૂજ્યા છે, અગ્નિ હોત્ર કર્યા છે અને યજ્ઞસ્તંભ નાંખ્યાં છે. તેથી હવે મારે કાલે યાવત્ સૂર્ય દેદીપ્યમાન થાય ત્યારે વાણા૨સી નગરીની બહાર ધણા આંબાનાં વનો રોપવા, એ જ પ્રમાણે બીજોરાના, બિલાના, કોઠાના અને આંબલીના વનો તથા પુષ્પના બગીચાઓ રોપવા એ શ્રેયકારક છે. આ પ્રમાણે તેણે વિચાર કર્યો. વિચાર કરીને કાલે યાવત્ સૂર્ય દેદીપ્યમાન થયો ત્યારે વાણારસી નગરીની બહાર આંબાના વનો યાવત્ પુષ્પના બગીચા તેણે રોપ્યા-વાવ્યા. ત્યારપછી તે ધણા આપ્રના આરામો યાવત્ પુષ્પના આરામો અનુક્રમે જીવાદિકના ભયથી રક્ષણ કરાતા, વાયરાદિકથી ગુપ્ત કરાતા અને પાણી છાંટવાવડે વૃદ્ધિ પમાડાતા સતા મોટા બગીચા થયા, તે કૃષ્ણ વર્ણવાળા, કૃષ્ણવર્ણના આભાસવાળા યાવત્ રમ ણીય, મોટા મેધના સમૂહ જેવા ધટટોપ થયેલા, પત્રવાળા, પુષ્પવાળા, ફલવાળા, લીલા ધાસે કરીને શોભાયમાન લક્ષ્મીવાળા તે આરામો અત્યંત અત્યંત શોભતા રહેલા છે. ત્યારપછી તે સોમિલ બ્રાહ્મણને એકદા મધ્યરાત્રિને સમયે કુટુંબ જાગરિકાએ જાગતા આ આવા પ્રકારનો આત્માને વિષે યાવત્ વિચાર ઉત્પન્ન થયો તે- આ પ્રમાણે નિશ્ચે હું વાણા૨સી નગરીમાં સોમિલ નામનો બ્રાહ્મણ ઉત્તમ બ્રાહ્મણ કુલમાં ઉત્પન્ન થયેલો છું. ત્યારપછી મેં વ્રતો આચરણ કર્યા છે યાવત્ યજ્ઞસ્તંભ રોપ્યા છે. ત્યારપછી મેં વાણારસી નગરીની બહાર ધણા આમ્રના આરામો યાવત્ પુષ્પના આરા મો રોપ્યા છે. તેથી હવે મારે આ પ્રમાણે કરવું કલ્યાણકારક છે કે-કાલે પ્રાતઃકાલે યાવત્ સૂર્ય દેદીપ્ય માન થાય ત્યારે લોહના કડાહ અને કડછી તથા તાંબાના તાપસના ભાંડો પગરણને ધડાવી, વિપુલ એવા અશન, પાન, ખાદિમ અને સ્વાદિમ એ ચાર પ્રકારના આહારને તૈયાર કરાવી, મિત્ર, જ્ઞાતિવિગેરેને આમંત્રણ કરી, તે મિત્ર, જ્ઞાતિ, નિજક વિગેરેને વિપુલ એવા અશનાદિકવડે યાવત્ સન્માન કરી, તે જ મિત્ર, જ્ઞાતિવિગેરેની સમક્ષ યાવત્ મોટા પુત્રને કુટુંબને વિષે સ્થાપન કરી, તે મિત્ર, જ્ઞાતિવિગેરેની યાવત્ રજા લઈ ધણા લોહના કડાહ અને કડછી તથા તાંબાના તાપસના ભાંડોપગરણને ગ્રહણ કરી જે આ ગંગાનદીને કાંઠે રહેલા વાનપ્રસ્થ તાપસો છે, હોત્તિયા, પોત્તિયા, કોત્તિયા, જૈનતી, સમ્રુતી, ધાલતી, હૂંડિકાશ્રમણા, દંતુસ્ખલિયા, ઉમ્મેગા, સંમજ્જગા, નિમજ્જગા, સંપક્બાલગા, દક્ખિણકૂલા, ઉત્તરકૂલા, સંખધમા, એ જ રીતે ફૂલધમા, મૃગને મારીને જેઓ તેનું માંસ ખાય છે, જેઓ હસ્તીને મારીને તેના માંસવડે ભોજન કરી ઘણો કાલ નિર્ગમન કરે છે, ઉંચો દંડ રાખીને ચાલે છે, જેઓ દિશાઓમાં જલ છાંટીને લ-પુષ્પાદિક ગ્રહણ કરે છે, જેઓ છાલના વસ્ત્ર પહેરે છે, જેઓ બિલમાં નિવાસ કરે છે, જલવાસિઓ, જેઓ વૃક્ષના મૂળમાં જ નિવાસ કરે છે, જેઓ જલનું જ ભક્ષણ કરનારા છે, એ જ રીતે વાયુનું જ ભક્ષણ કર નારા, સેવાળનું ભક્ષણ કરનારા, મૂળીયાનો આહાર કરનારા, કંદનો આહાર કરનારા, છાલનો આહાર કરનારા, પત્રનો આહાર કરનારા, પુષ્પનો આહાર કરનારા, લનો આ હાર કરનારા, બીજનો આહાર કરનારા, સડી ગયેલા કંદ, મૂળ, છાલ, પત્ર, પુષ્પ અને ફલનો આહાર કરનારા, જેઓ સ્નાન કરીને જમતા નથી, અથવા જલના સ્નાનવડે જેમનું શરીર કઠણ થયું છે, આતાપનાવડે અને પંચાગ્નિના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005058
Book TitleAgam Deep Agam 16 to 23 Gujarati Anuvaad Part 5
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy