SearchBrowseAboutContactDonate
Page Preview
Page 290
Loading...
Download File
Download File
Page Text
________________ [૨૮૭] नमो नमो निम्मल सणस्स પંચમ ગણધર શ્રી સુધમસ્વિામિને નમઃ પુફિયાણ ઉવંગ-૧૦-ગુર્જરછાયા Sws SSES - અધ્યયન-ચંદ્રઃ-) [૧] જો હે ભગવાન! શ્રમણ ભગવાન યાવતુ સિદ્ધિપદને પામેલા શ્રી મહાવીર સ્વામીએ કલ્પાવતંસિકા નામના બીજા વર્ગનો આ અર્થ કહ્યો છે, તો હે ભગવાન! ત્રીજા વર્ગનો એટલે પુષ્પિક નામના ઉપાંગનો કયો અર્થ કહ્યો છે? આ પ્રમાણે નિશ્ચ હે જંબૂ ! શ્રમણ ભગવાન યાવત્ સિદ્ધિગતિને પામેલા શ્રી મહાવીરસ્વામીએ ત્રીજા વર્ગના એટલે પુષ્પિક નામના ઉપાંગના દશ અધ્યયનો કહ્યાં છે. [૨] ચંદ્ર ૧, સૂર્ય ૨, શુક્ર ૩, બહુપુત્રિકા ૪, પૂર્ણભદ્ર પ, માણિભદ્ર ૬, દત્ત ૭, શિવ ૮, બલ ૯, અને અણાઢિય ૧૦ એ નામનાં અધ્યયનો જાણવાં. [૩] હે ભગવાન ! જે શ્રમણ ભગવાન યાવતું સિદ્ધિપદને પામેલા શ્રી મહાવીર સ્વામીએ પુષ્પિકા નામના ઉપાંગનાં દશ અધ્યયનો કહ્યાં છે, તો હે ભગવાન! પુષ્પિકા ઉપાંગના પહેલા અધ્યયનનો ક્યો અર્થ કહ્યો છે? આ પ્રમાણે નિશે હે જંબૂ! તે કાળે તે સમયે રાજગૃહ નામનું નગર હતું. તેની બહાર ગુણશીલ નામનું ચૈત્ય હતું. તેમાં શ્રેણિક નામે રાજા હતા. તે કાળે તે સમયે શ્રી મહાવીરસ્વામી ત્યાં સમયસય. તેમને વાંદવા માટે નગરમાંથી પર્ષદા નીકળી. તે કાળે તે સમયે ચંદ્ર નામનો જ્યોતિષીન્દ્ર જ્યોતિષનો રાજા ચંદ્રાવતંસક નામ ના વિમાનમાં સુધમાં નામની સભામાં ચંદ્ર નામના સિંહાસન ઉપર ચાર હજાર સામા નિક દેવોથી પરિવરેલો યાવતું વિચરે છે. તે વખતે આ સંપૂર્ણ જબૂદીપને અવધિજ્ઞાનવડે જોવા લાગ્યો. જોઈને શ્રમણ ભગવાન શ્રી મહાવીરસ્વામીને જોયો. જોઈને સૂયભદેવીની જેમ તેણે પોતાના અભિયોગિક દેવોને બોલાવીને સુરેન્દ્રને જવા યોગ્ય વિમાન રચવા કહ્યું પાવતુ તેઓએ સુરેન્દ્રને જવા યોગ્ય વિમાન રચીને તેની આજ્ઞા તેને પાછી આપી. સુસ્વરા નામની ઘંટા વગાડી સર્વને તે વાત વિદિત કરી, યાવતુ પ્રભુ પાસે આવી દેવ દેવીની વિકવણા કરી. વિશેષ એ કે (તેનું પ્રયાણ કરવાનું વિમાન) હજાર યોજન વિસ્તાર વાળું અને સાડી બાસઠ યોજન ઉંચું વિકુવ્યું, તથા પચીશ યોજન . ઉંચો મહેંદ્રધ્વજ વિક. હે ભગવાન ! એમ સંબોધન આપીને ભગવાન ગૌતમસ્વામી એ શ્રમણ ભગવાન મહાવીરને પૂછયું કે - હે ભગવાન! (ચંદ્ર દેવ આવ્યા ત્યારે આટલી બધી ઋષિ જણાતી હતી તે ક્યાંથી આવી? અને પાછી ક્યાં ગઈ છે ત્યારે ભગવાને ઉત્તર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005058
Book TitleAgam Deep Agam 16 to 23 Gujarati Anuvaad Part 5
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy