SearchBrowseAboutContactDonate
Page Preview
Page 263
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦ જંબુદ્ધીવપન્નત્તિ – ૭/૩૩૨ નક્ષત્ર તેનો યોગ કરે છે અને જ્યારે ઉપકુલસંજ્ઞક નક્ષત્ર તેને યુક્ત કરે છે ત્યારે તેમાં જ્યેષ્ઠા નક્ષત્ર તેને યુક્ત કરે છે તથા જ્યારે કુલોપકુલસંજ્ઞક નક્ષત્ર યુક્ત કરે છે ત્યારે તેમાં અનુરાધા નક્ષત્ર જોડાય છે, આ જ પૂર્વોક્ત કથન અનુસાર માઘ માસભાવિની અમાવાસ્યાને,ફાલ્ગુનમાસભાવિનીઅમાવાસ્યાનેઅનેઅષાઢ માસ ભાવિની અમાવાસ્યાને કુલસંજ્ઞક નક્ષત્ર ઉપકુલ સંજ્ઞક નક્ષત્ર અને કુલોપકુલસંશક નક્ષત્ર વ્યાપ્ત કરે છે એમ કહેવું જોઇએ. તથા બાકીની પૌષી અમાવાસ્યાને ચૈત્ર માસની અમાવાસ્યાને, જ્યેષ્ઠ માસની અમાવાસ્યાને કુલસંજ્ઞક અને ઉપકુલસંજ્ઞક નક્ષત્ર એ બે નક્ષત્ર જ વ્યાપ્તકરે છે. હે ભદન્ત ! જે સમયે મઘા નક્ષત્રથી યુક્ત પૂર્ણિમા હોય છે ત્યારે પશ્ચાત્ કાલભાવિની અમાવાા શ્રાવિષ્ઠા નક્ષત્રથી યુક્ત હોય છે શું ? હા, ગૌતમ જ્યારે શ્રાવિષ્ઠી પૂર્ણિમા નક્ષત્રથી યુક્ત પૂર્ણિમા હોય છે ત્યારે તેની પછી આવતી અમાવાસ્યા મઘા નક્ષત્રથી યુક્ત હોય છે. જ્યારે મઘા નક્ષત્રથી યુક્ત પૂર્ણિમા હોય છે ત્યારે પાશ્ચાત્ય અમાવાસ્યા શ્રવણનક્ષત્રથી યુક્ત હોય છે જે કાળમાં ઉત્તર ભાદ્રપદ નક્ષત્રથી યુક્ત પૂર્ણિમા હોય છે તે સમયે પાશ્ચાત્ય અમાવાસ્યા ઉત્તરફાલ્ગુની નક્ષત્રથી યુક્ત હોય છે અને જ્યારે ઉત્તરફાલ્ગુની નક્ષત્રથી યુક્ત પૌર્ણમાસી હોય છે ત્યારે અમાવાસ્યા પ્રૌષ્ઠપદી-ઉત્તરભાદ્રપદા નક્ષત્રથી યુક્ત હોય છે આજ પૂર્વોક્ત કથન પતિ અનુસાર પૂર્ણિમાઓને અને અમાવાસ્યાઓને પણ જાણી લેવી જોઈએ. અશ્વિની પૂર્ણિમા, ચૈત્રી અમાવાસ્યા કાર્તિકી પૂર્ણિમા, વૈશાખી અમાવાસ્યા માર્ગશીર્ષી પૂર્ણિમા જ્યેષ્ઠા મૂલી અમાવાસ્યા, પૌષીપૂર્ણિમા અને અષાઢી અમાવસ્યા. [૩૩૩-૩૩૫] હે ભદન્ત ! ચાર માસનો જે વર્ષાકાળ છે તે વર્ષાકાળના શ્રાવણ માસ રૂપ પ્રથમ માસના ક્રમશઃ પરિસમાપક સ્વયં અસ્તગમન દ્વારા કેટલા નક્ષત્ર છે ? હે ગૌતમ ! આ ચાર નક્ષત્ર ઉત્તરાષાઢા, અભિજિત્ શ્રવણ અને ધનિષ્ઠા ઉત્તરાષાઢા નક્ષત્ર શ્રાવણમાસના પ્રથમના ૧૪ અહોરાતની પરિસમાપ્તિ કરે છે. અભિજિત્નક્ષત્ર ૭ અહોરાતની પિરસમાપ્તિ કરે છે. શ્રવણ નક્ષત્ર આઠ અહોરાતની પરિસમાપ્તિ કરે છે, અને ધનિષ્ઠા નક્ષત્ર એક રાત-દિવસની પરિસમાપ્તિ કરે છે. શ્રાવણમાસમાં અન્તના દિવસે ચાર આંગળથી અધિક પૌરૂષીરૂપ છાયાથી યુક્ત સૂર્ય પરિભ્રમણ કરે છે. માસના અન્તિમ દિવસમાં બે પદવાળી અને ચાર આંગળવાળી પૌરૂષી હોય છે ચાર નક્ષત્ર વર્ષાકાળના ભાદ્રપદ માસના પિરસમાપક હોય છે. ધનિષ્ઠા, શતભિષË પૂર્વભાદ્રપદા અને ઉત્તરભાદ્રપદા, જે ધનિષ્ઠા નક્ષત્ર છે તે ૧૪ અહોરાત્રિનું પરિસમાપક હોય છે શતભિષક્ નક્ષત્ર સાત અહોરાત્રિનું પરિસ માપક છે. પૂર્વભાદ્રપદા આઠ અહોરાત્રિઓના પરિસ માપક-છે. અને ઉત્તરભાદ્રપદા એક અહોરાત્રિનું પરિસમાપક હોય છે. આ મહિનામાં આઠ આંગળ અધિક પૌરૂષી રૂપ છાયાથી યુક્ત થયેલો સૂર્ય રિભ્રમણ કરે તે મહિનાના છેલ્લા દિવસે બે પદોવાળી તેમજ આઠ આંગળવાળી પૌરૂષી હોય છે. આશ્વિન માસને ત્રણ નક્ષત્ર પરિસમાપ્ત કરે છે. ઉત્તરભાદ્રપદા રેવતી અને અશ્વિની આસો માસની ૧૪ અહોરાત્રિઓને સમાપ્ત કરે છે. રેવતી નક્ષત્ર ૧૫ અહોરાત્રિઓને સમાપ્ત કરે છે. અશ્વિન નક્ષત્ર અશ્વિન માસના ૧ દિવસ રાતને સમાપ્ત કરે છે. આ અશ્વિનમાસમાં બાર આંગળ અધિક પૌરૂષીરૂપ છાયાથી યુક્ત થયેલ સૂર્ય પરિભ્રમણ કરે છે. આ અશ્વિનમાસના અંતિમ દિવસે ત્રણ ત્રણ પોવાળી પરિપૂર્ણ ત્રણ For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.005058
Book TitleAgam Deep Agam 16 to 23 Gujarati Anuvaad Part 5
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy