SearchBrowseAboutContactDonate
Page Preview
Page 169
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૬ જબુદ્ધીવ૫ત્નત્તિ-૩/૧૨૧ ઉચ્ચારતા પ્રસ્થિત થયા. વિનીતા રાજધાની પાસે પહોંચીને તે રાજા એ પોતાની સેનાનો ૪૮ ગાઉ લાંબો અને ૩૬ ગાઉ પહેળો પડાવ નાખ્યો. એ પડાવ વિનીતા નગરીની પાસે જ હતો. એ પડાવ દર્શકજનોને એક શ્રેષ્ઠ નગર જેવોજ પ્રતીત થતો હતો. સેનાનો પડાવ નાખીને પછી. ભરત નરેશે પોતાના વર્તકરત્નને બોલાવ્યો. અને બોલાવીને તેને પૌષધશાલા નિમણિ કરવાની આજ્ઞા આપી. આજ્ઞા મુજબ તે વર્લ્ડકીરને પૌષધશાલા બનાવી ભરતનરેશ તે પૌષધશાલામાં જતો રહ્યો. ત્યાં પહોંચીને ભરત. નરેશે વિનીતા નગરીના અધિષ્ઠાયક દેવને વશમાં કરવા માટે અષ્ટમ ભક્તની તપસ્યા ધારણ કરી. અને ધારણ કરીને યાવત્ તે તેમાં સારી રીતે સાવધાન થઈ ગયો ત્યાર બાદ તે ભરત રાજા અષ્ટમ ભક્તની તપસ્યા પૂરી થઈ તે પછી પૌષધશાલામાંથી બહાર નીકળ્યો અને બહાર નીકળીને તેણે પોતાના કૌટુંબિક પુરૂષોને બોલાવ્યા. હે દેવાનુપ્રિયો તમે આભિષેક્ય હસ્તિરત્નને સજ્જિત કરો વગેરે સર્વકથન પહેલાં મુજબજ અત્રે પણ સમજવું. પ્રવેશ કરતી વખતે આટલી વાત વિશેષ થઈ કે વિનીતા રાજધાનીમાં મહાનિધિઓએ પ્રવેશ કર્યો નહીં. કેમકે એક-એક મહાનિધિનું પ્રમાણ વિનિતા રાજધાનીની બરાબર હતું. આ પ્રમાણે ચાર પ્રકારની સેના પણ તેમાં પ્રવિષ્ટ થઈ નથી. શેષ બધું કથન અહિં પૂર્વ પાઠવતુ સમજવું જોઈએ તે ભરત નરેશ વિનીતા રાજધાની વચ્ચે થઈ ને જ્યાં પોતાનું ભવન હતું. રાજ ભવન હતું. અને તેમાં પણ જ્યાં પ્રાસાદવવંસકદાર હતું તે તરફ રવાના થયો. ભરત ચક્રવર્તીએ જ્યારે પ્રવેશ દ્વારમાં પ્રવેશ મેળવ્યો તે વખતે આભિયોગિક દેવોએ તે વિનીતા રાજધાનીને અંદર અને બહાર જલસિંચિત કરી તરબોળ કરી દીધી હતી. કચરાને સાવરણીથી સાફ કર્યો અને ગોમયાદિથી લિપ્ત કરીને રાજધાનીને સ્વચ્છ બનાવી દીધી હતી. કેટલાક આભિયોગિક દેવોએ તે વિનીતા રાજધાનીને પંચાતિમંચોથી યુક્ત બનાવી દીધી હતી. જેથી પોતાના પ્રિય નરેશના દર્શન માટે ઉપસ્થિત થયેલી જન મંડલીએ મંચો ઉપર બેસીને વિશ્રામ લઈ શકે. આ પ્રમાણે જ ત્રિક ચતુષ્ક ચત્ર અને મહાપથ સહિત રાજધાનીના સમસ્ત રસ્તાંઓમાં સ્વચ્છતા વગેરેનું કામ સંપન્ન કરીને આભિયોગિક દેવોએ તે સ્થાનો ઉપર પણ સંચાતિમંચો બનાવી દીધા. કેટલાક દેવોએ તે રાજધાનીને અનેક રંગોના વસ્ત્રોથી નિર્મિત ઊંચી ધ્વજાઓથી અને પતાકાઓથી વિભૂષિત ભૂમિવાળા બનાવી દીધી. તેમજ કેટલાક દેવો એ સ્થાન સ્થાન ઉપર ચંદરવાઓ તાણીને તે ભૂમિને સુસજ્જિત કરી દીધી. અથવા લીપીને અને પછી ચૂનાથી ધોળી ને પ્રાસાદાદિકોની ભીતોને અતિ પ્રશસ્ત કરી દીધી. કેટલાક દેવોએ તે ભૂમિને ગંધની વર્તી જેવી બનાવી દીધી ગોશીષ ચન્દન થી ઉપલિપ્ત સરસરકત ચંદનના કળશો રાજદ્વાર ઊપર કેટલાક દેવોએ મૂકી દીધા હતા. કેટલાક દેવોએ તે વિનીતા નગરીમાં રજત ચાંદીની વર્ષા કરી. કેટલાક દેવે એ સુવર્ણ, રત્ન વજ, અને આભરણોની વર્ષા કરી, અઢાર લડીવાલા હારોની, નવ લડીવાલા હારોની, અને ત્રણ લડીવાલા હારોની, તથા અન્ય પણ આભરણોની-અભૂષણોની વર્ષો જ્યારે ભરત રાજાએ વિનીતા રાજધાનીના મધ્યમાર્ગમાં પ્રવેશ કર્યો ત્યારે ત્યાંના ત્રિક, ચતુષ્ક વગેરે મહાપથના માગમાં અનેક અથભિલાષી જનોએ, અનેક ભોગાભિલાષી જનોએ અનેક કામાર્થી જનોએ, અનેક લાભાર્થી જનોએ, અનેક ગવાદિની સંપત્તિ મેળવવાની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005058
Book TitleAgam Deep Agam 16 to 23 Gujarati Anuvaad Part 5
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy