SearchBrowseAboutContactDonate
Page Preview
Page 159
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૬ જબુતીવપન્નતિ-૩૮૪ પ્રદેશો વડે ગૃહીત પુદ્ગલોથી તેમણે અભ્રપટલની વિદુર્વણા કરી વિદુર્વણા કરીને પછી તેઓ જ્યાં ભરતનરેશનો સ્કન્ધાવાર નિવેશ હતો ત્યાં પહોંચ્યા. ત્યાં જઈને વિજય સ્કન્ધાવારના નિવેશની ઉપર ધીમેધીમે ગર્જના કરવા લાગ્યા. અને શીઘ્રતાથી ચમકવા લાગ્યા. વિદ્યુતની જેમ આ રણ કરવા લાગ્યા. પછી તેઓ વિદ્યુતો ચમકાવી ને એકદમ શીઘ્રતાથી યુગ-મુસલ, તેમજ મુષ્ટિ પ્રમાણ પરિમિત ધારાઓથી સાત-દિવસ રાત સુધી પુષ્કળ પ્રમાણથી સંવર્તક મેઘાદિકોને વરસાવતા રહ્યા. [૮૫-૮૯] જ્યારે ભરતરાજા એ પોતાના વિજય સ્કન્ધાવારના નિવેશ ઉપર, મુશલ તેમજ મુષ્ટિ પ્રમાણ પરિમિત ધારાઓથી સાત દિવસ રાત સુધી વરસતા મેઘો ને જોયા તો જોઈને તેણે ચર્મરત્નને ઉપાડ્યું. તેણે તે ચર્મરત્નને કંઈક અધિક બાર યોજન સુધી ત્રાંસા રૂપમાં વિસ્તૃત કરી દીધું ત્યારબાદ ભરતરાજા પોતાના સ્કન્ધાવાર રૂપ બલ સહિત તે ચર્મરત્ન ઉપર ચઢી ગયા અને ચઢીને પછી તેણે છત્રરત્નને ઉઠાવ્યું. એ છત્રરત્ન નવ્વાણું હજાર કાંચના શલાકાઓથી પરિમંડિત હતું બહુ મુલ્યવાન હતું, એને જોયા બાદ વિપક્ષના ભટોના શસ્ત્રો ઉઠતા નથી. એવું એ અયોધ્ય હતું, નિર્વાણ હતું. છિદ્રાદિ દોષોથી એ રહિત હતું સમસ્ત લક્ષણોથી યુક્ત હોવા બદલ એ સુપ્રશસ્ત હતું. વિશિષ્ટ લખ મનોહર હતું અથવા આટલું વિશાલ છત્ર દુર્વહ થઈ જવાથી એક દંડ દ્વારા ધારણ યોગ્ય ન હોતું એથી એ અનેક દંડવાળું હોવાથી એ વિશિષ્ટ લષ્ટ હતું. એમાં જે દડો હતા અતિ સુપુષ્ટ હતા. અને સુવર્ણ નિર્મિત હતા. એ છત્ર ઉન્નત અને ગોળ હતું. એથી એનો આકાર ચાંદીથી નિર્મિત મૃદુગોળ કમળની કણિકા જેવો હતો. એ વતિ પ્રદેશોમાં જેમાં દંડ પરોવવામાં આવે છે. તે વસ્તિ પ્રદેશમાં અનેક શલાકાઓથી યુક્ત હોવાથી પાંજરા જેવું લાગતું હતું. એ છત્રમાં અનેક પ્રકારના ચિત્રોની રચના કરવામાં આવી હતી. એથી એ અતીવ સોહામણું લાગતું હતું. એમાં પૂર્ણ કળશાદિ રૂપ મંગળ વસ્તુઓના જે આકારો બનેલા છે તે ચંદ્રકાન્ત વગેરે મણિઓથી મુક્તાઓથી, પ્રવાલોથી, તપ્ત સંચામાંથી બહાર કાઢેલા સુવર્ણથી તેમજ શુકલ નીલ આદિ પાંચ વર્ષોથી તેમજ શાણ ઉપર ઘસીને દીપ્તિ શાલી બનાવેલા રત્નોથી બનાવેલા હતા. એમાં રત્નોની કિરણોની રચના કરવામાં કુશળ પુરુષોથી સ્થાન-સ્થાન ઉપર ક્રમશઃ રંગ ભરેલી હતો. રાજલક્ષ્મીના એની ઉપર ચિહ્નો અંકિત હતાં. આ પ્રમાણે એ ચારે ચાર ખૂણાઓમાં રક્ત-સુવર્ણ પટ્ટથી નિયોજિત કરવામાં આવેલું હતું. એથી એ અતીવા સૌન્દર્ય યુક્ત બનેલું હતું. શરત્કાલી વિમલ પ્રતિપૂર્ણ ચન્દ્રમંડળ જેવું એનું રૂપ હતું એનો સ્વાભાવિક વિસ્તાર નરેન્દ્રભરત વડે પ્રસૂત બને હાથોની બરાબર હતો. સાધિક દ્વાદશયોજનનું જે પ્રમાણ છત્રરત્ન વિષેકથન કરવામાં આવેલ છે તે કુમુદવન જેવું એ ધવલ હતું. સૂર્યતાપ, વાત અને વૃષ્ટિના દોષોનું એ વિનાશ કરનાર હતું ભરતે એને પૂર્વજન્મમાં આચરિત કરવામાં આવેલા તપોગુણના પ્રભાવથી ઉપલબ્ધ કરેલું છે. એને ધારણ કરનારને શીતકાળમાં ઉષ્મ ઋતુની જેમ અને ઉષ્ણ ઋતુમાં શીત ઋતુની જેમ સુખ પ્રાપ્ત થાય છે, એવું એ પ્રધાન છત્રરત્ન અલ્પ પુણ્યોદય વાળા જીવાત્માઓને પ્રાપ્ત થતું નથી.એવું એ છત્રરત્ન વિમાનોમાં વાસ કરનાર દેવોને પણ અત્યંત દુર્લભ કહેવામાં આવેલ છે. છત્રરત્નની રક્ષા કરનારા એક હજાર દેવો હોય છે. ભરત રાજાએ એ છત્રનો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005058
Book TitleAgam Deep Agam 16 to 23 Gujarati Anuvaad Part 5
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy