SearchBrowseAboutContactDonate
Page Preview
Page 157
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૪ જંબલીવપન્નત્તિ- ૩૮૩ હતો તે ચાલતી વખતે પાણીમાં પણ ડૂબતો ન હતો અને કમળનાલ તંતુ તેની ગતિથી છિન્ન વિછિન્ન પણ થતા ન હોતા. પ્રશસ્ત દ્વાદશ આવ થી એ યુક્ત હતો. તેમજ અશ્વશાસ્ત્ર પ્રસિદ્ધ વિશુદ્ધ લક્ષણોથી એ સહિત હતો સુંદર ચાલ ચાલતો હતો પોતાનાં વેગની અધિકતાથી એ અમર-દેવ, મન, પવન અને ગરુડના ગમન વેગને પણ જીતી લેતો હતો. આમ એ ચપળ અને શીધ્રગામી હતો. ક્રોધના અભાવરૂપ ક્ષમાથી એ ઋષિવતુ હતો. એ કોઈને પણ લાત નહિ મારતો હતો અને મુખથી પણ કોઈને કરડતો ન હતો. તેમ જ પૂછથી પણ કોઈને એ મારતો ન હતો. એ અચંડપાતી હતો-દંડપાતી હતો, પ્રતિપક્ષીની સેના ઉપર દંડની જેમ આક્રમણ કરવાના સ્વભાવવાળો હતો એ અનશ્ર પાતી હતો. દુદાંત શત્રુસેનાને જોઈને પણ એ કદાપિ રડતો ન હતો. અથવા માગદિચલન જન્ય શ્રમથી પીડિત થઈને એ કદાપિ વ્યાકુળ થઈને રડતો ન હતો. એનો તાલુભાગ કષ્ણતાથી વર્જિત હતો. એ સમયાનુસાર જ હણહણાટ કરતો હતો. એટલે કે એ નિદ્રાવિજિત નહોતો, પણ એણે જ નિદ્રાને આલસ્યને પોતાના વશમાં કરી લીધાં હતાં. એણે નિદ્રા જીતી લીધી હતી. શીત, આતપ વગેરે જન્ય કલેશોને એ તુચ્છ સમજતો હતો. મોગરાના પુષ્પ જેવી એના નાસિકા હતી. શુક્રના પાંખ જેવો એનો સોહામણો વર્ણ હતો. એ શરીરથી સુકોમળ હતો તેમજ એ મનોભિરામ હતો. એવા કમલા મેલક નામક અશ્વરત્ન ઉપર તે સુષેણ સેનાપતિ સવાર થયો. ઘોડા ઉપર સવાર થઈ ને સુષેણ સેનાપતિ નરપતિના હાથમાંથી અસિરત્નને લઈને જ્યાં આપાતકિરાતો હતા ત્યાં આવ્યો. અસિરત્નને સુષેણ સેનાપતિએ નરપતિના હાથ માંથી લીધું તે અસિરત્ન નીલોત્પલદલના જેવું શ્યામ હતું તેમજ જ્યારે તે ફેરવવામાં આવતું ત્યારે તે પોતાનાં વર્તુલિત તેજથી તે ચંદ્રમંડલના આકારની જેમ લાગતું હતું. એ અસિરત્ન શત્રુજનનું વિદ્યાતમહતું. એની મુંઠ કનકરત્નની બનેલી હતી. નવમલ્લિકાના પુષ્પ જેવી એની સુરભિસુસ હતી. એમાં અનેક મણિઓથી નિર્મિત લતાઓના ચિત્રો બનેલા હતાં. એથી એ સર્વને આશ્ચર્ય ચકિત કરતું હતું. એની ધાર શાણ ઉપર તેજ કરવામાં આવી હતી એથી એ ઘણી તીક્ષ્ણ અ ચમકદાર હતી. કેમકે શાણની રગડથી કિટ્રિમાં સાફ થઈ ગઈ હતી. એવું તે દિવ્ય અસિરત્ન હતું. સંસારમાં એક અનુપમેય માનવામાં આવેલ એ વંશ-વાંસ રૂખ-વૃક્ષ, શૃંગ-મહિષાદિકોના શિંગ, અસ્થિ-હાથી વગેરેના દાંત, કાલા યુસ-ઈસ્માત જેવું લોખંડ અને વરવજ એ સર્વેનું ભેદન કરે છે. યાવતુ એ સર્વત્ર અપ્રતિહત હોય છે. એની શક્તિ જ્યારે અમોઘ હોય છે. તો પછી જંગમ જીવો ની દેહોને વિદીર્ણ કરવામાં તો વાત જ શી કહેવી. એ તો તેમને સહેજમાંજ કાપી નાખે છે એ અસિરત્ન પચાસ અંગુલ લાંબુ હોય છે. અને ૧૬ અંગુલ જેટલું પહોળું હોય છે. તથા અધ અંગુલ જેટલી એની જાડાઈ હોય છે આ પ્રમાણે એ પ્રમાણ ઉત્કૃષ્ટ રૂપથી અસિ તલવારત્નના સંબંધમાં કહેવામાં આવેલ છે. એવા એ અસિરત્નને નરપતિના હાથમાંથી લઈને તે સુષેણ સેનાપતિ જ્યાં આપાત કિરાતો હતા ત્યાં ગયો. ત્યાં જઈને તેણે આપાત કિરાતો સાથે યુદ્ધનો આરંભ કર્યો. યુદ્ધ આરંભ થયા બાદ તે સુષેણ સેના પતિએ તે આપાત કિરાતોને-કે જેમના અનેક પ્રવરવીર યોદ્ધાઓ હત-મથિત અને ઘાતિત થઈ ગયા છે, તેમજ જેમની ગરુડ વગેરેના ચિલવાળી ધ્વજાઓ અને પતાકાઓ પૃથ્વી ઉપર પડી ગયાં છે અને જેમણે બહુ જ મુશ્કેલીથી પોતાના પ્રાણોની સ્વરક્ષા કરી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005058
Book TitleAgam Deep Agam 16 to 23 Gujarati Anuvaad Part 5
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy