SearchBrowseAboutContactDonate
Page Preview
Page 155
Loading...
Download File
Download File
Page Text
________________ ૧પર જંબુદ્ધીવપન્નત્તિ - ૩/૭૯ થઇને પસાર થનાર કોઈપણ તે મહાનદીઓમાં પડે નહિ. એ બન્ને પુલો સર્વાત્માના રત્નમય હોય અથવા સ૨વ જાતિના રત્નો દ્વારા નિર્મિત હોય કે જેથી તેમની ઉ૫૨થી સુખ પૂર્વક ગમન-આગમન થઈ શકે. વકરત્ને સ્વામીની આજ્ઞા સાંભળી તો તે અતીવ હર્ષિત તેમજ ચિત્તમાં આનંદિત થયો, યાવત્ અતીવ વિનમ્રતાથી તેણે પોતાના સ્વામી ની આજ્ઞા સ્વીકારી લીધી. તરત જ ઉન્મના અને નિમગ્ના નદીની ઉપર હજારો સ્તંભો વગેરેથી પૂર્વોક્ત વિશેષણથી યુક્ત એ બે રમણીય પુલો બનાવ્યા. ત્યાર બાદ ભરત રાજા પોતાના સંપૂર્ણ સૈન્યની સાથે ઉન્મના અને નિમગ્ના નદીઓને તેમના અનેક સ્તંભોવાળા પુલો ઉપર થઇને આનંદપૂર્વક પાર કરી ગયો. નદીઓને પાર કરીને પછી ગુહાની સમીપ આવ્યા ત્યાર તે તિમિસ્ત્ર ગુફાના ઉત્તર દિશાના દ્વારો પોતાની મેળે જ પોતાના સ્થાન પરથી સરકી ગયા [૮૦] તે કાળમાં અને તે સમયમાં ઉત્તરાર્ધ ભરત ક્ષેત્રમાં અનેક આપાત નામક કિરાતો રહેતા હતા. એ કિરાત લોકો અનેક વિસ્તીર્ણ ભવનોવાળા હતા. અનેક વિસ્તૃત શયનો અને આસનોવાળા હતાં મોટા રથોના એઓ અધિપતિ હતા. અને અનેક ઉત્તમોત્તમ જાતિના મોટા-મોટા ઘોડાઓ એમની પાસે હતા. ગણિમ, ધરિમ, મેય અને પરિચ્છેદના ભેદથી ચાર પ્રકારના ધનથી તેઓ યુક્ત હતા, શ્રેષ્ઠ સુવર્ણ તેમજ ચાંદીના એ માલિક હતા. આયોગમાં ધનસંપત્તિ વગેરેની વૃદ્ધિમાં તેમજ અનેક કળાઓમાં એ લોકો વિશેષ પટુ હતા. એમને ત્યાં એટલા બધાં લોકો ભોજન કરતા હતા કે તેમના ઉચ્છિષ્ટમાં પ્રચુર માત્રામાં ભક્તપાન વધતું હતું. એમની પાસે ઘેર કામ કરનારાઓમાં અનેક દાસો તેમજ અનેક દાસીઓ હતી. અનેક ગાયો, મહીષીઓ એટલે ભેંસો હતી. અને ઘેટાઓ હતા. અનેક લોકો મળીને પણ એમને હરાવી શકતા નહોતા. એવા એ લોકો બળવાળા હતા. શૂર વી૨ વિક્રાંત સમર્થ હતા. એમની સેના અને ગવાદિ રૂપ બલવાહન દુઃખથી અનાકુળ હોવાથી અતિવિપુલ હતા. અતિ ભયાનક સંગ્રામોમાં, એમના હાથો પોતાના લક્ષ્ય પરથી કદાપિ વિચલિત થતા નહિ. એક વખતની વાત છે કે તે આપાત કિરાતોના દેશમાં ચક્રવર્તિના આગમન પહેલાં હજારો અશુભસૂચક નિમિત્ત પ્રકટ થવા લાગ્યા. અકાલ મેઘગર્જના થવી વિજળીઓ ચમકવી વૃક્ષો પુષ્પિત થવા, વારંવાર ભૂત-પ્રેતોનું નર્તન થવું જ્યારે તે આપાત કિરાતોએ પોતાના દેશમાં એ અનેક જાતના અશુભ સૂચક ઉત્પાતો થતા જોયા તો જોઇને તેમણે એક બીજાને બોલાવ્યા અને બોલાવીને પરસ્પર એવી રીતે કહેવા લાગ્યા કે હે દેવાનુપ્રિયો ! જુઓ, અમારા દેશમાં અનેક સેંકડો ઉત્પાતો પ્રકટ થયા છે. કંઈ પણ ખબર નથી પડતી કે અમારા દેશમાં કઈ જાતનો ઉપદ્રવ થવાનો છે. આ પ્રમાણે કહીને તેઓ સર્વે અપહત મનઃ સંકલ્પવાળા થઈ ને વિમનસ્ક બની ગયા. અને રાજ્ય ભ્રંશ અને ધનાપહાર આદિની ચિંતાથી આકુલિત થઈને શોક સાગરમાં નિમગ્ન થઇ ગયા. તેમજ આર્તધ્યાન થઈ યુક્ત થઈને તેઓ પોત પોતાની હથેળીઓ ઉપર મોં રાખીને બેસી ગયા ત્યાર બાદ તે ભરત રાજા કે જેનો આગળનો માર્ગ ચક્રરત્ન નિર્દિષ્ટ કરતું જાય છે યાવત્ જેની પાછળ પાછળ હજારો રાજાઓ ચાલી રહ્યા છે. તે તમિસ્ત્રા ગુફાના ઉત્તર દિશાના દ્વારથી મેઘકૃત અંધકારના સમૂહમાંથી ચન્દ્રમાની જેમ નીકળ્યો. તે આપાત કિરાતોએ ભરત રાજાની અગ્રાનીકને સૈન્યાગ્રભાગ ને - આવતો જોયો. જોઇને તેઓ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005058
Book TitleAgam Deep Agam 16 to 23 Gujarati Anuvaad Part 5
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy