SearchBrowseAboutContactDonate
Page Preview
Page 153
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૦ જંબકીવપન્નત્તિ- ૩૭૭ તાડિત કર્યા. આ પ્રમાણે તિમિસ્ત્રી ગુફાના દક્ષિણ દિગ્દર્ટી દ્વારના કમાડો કે જેમને સુષેણ સેનાપતિએ ત્રણ વાર દંડ રત્નના જોર જોરથી શબ્દ થાય તેમ પ્રતાડિત કર્યા દીર્ઘતર અવાજ કરનારા ક્રૌંચ પક્ષિની જેમ અવાજ કરતા તથા સર સર આ પ્રમાણે શબ્દ કરતા પોતાના સ્થાનથી વિચલિત થઈ ગયા ત્યારબાદ તે સેનાપતિએ તિમિસ્ત્ર ગુફાના. દક્ષિણ દિગ્દર્તી કમાડો ને ઉદ્દઘાટન કર્યો કમાડોને ઉદ્ઘાટિત કરીને પછી તે સુષેણ સેનાપતિ જ્યાં ભરત રાજા હતો ત્યાં ગયો યાવતું નિવેદન કર્યું હે દેવાનુપ્રિયો ! તિમિત્ર ગુહાના દક્ષિણ દિગ્દર્ટી દ્વારનાં કમાડો ઉદ્ઘાટિત થઈ ગયાં છે. ત્યાર બાદ ભરત રાજાએ સુષેણ સેનાપતિના મુખથી સ્વાભિષ્ટ અર્થ સંપાદિત થવા સંબંધી વાત સાંભળી અને તે પછી તેવાત Æયમાં નિશ્ચિત કરીને તે રાજા હુષ્ટ-તુષ્ટ આનંદિત થયો યાવતુ તેનું સુષેણ સેનાપતિનો બહુમૂલ્ય દ્રવ્ય આદિપ્રદન કરીને સત્કાર કર્યો અને પ્રિયવચનોથી તેનું સન્માન કર્યું. પછી તેણે કૌટુંબિક પુરુષોને બોલાવ્ય આ પ્રમાણે કહ્યું હે દેવાનુપ્રિયો. તમે કહ્યું શીધ્ર આભિષેક્ય હસ્ત રત્નને સુસજ્જિત કરો. ત્યાર બાદ હય, ગજ, રથ, પ્રવર યાવતુ અંજન ગિરિના કૂટ જેવા શ્રેષ્ટ હસ્તી ઉપર ભરતરાજા આરૂઢ થયો. [૩૮] જ્યારે ભરત રાજા ગજ શ્રેષ્ટ હસ્તી રત્ન પર આરૂઢ થઈ ગયો ત્યાર બાદ તેણે મણિરત્નનો સ્પર્શ કર્યો. એ મણિરત્ન તો હતું ચાર અંગુલ જેટલું હતું બે અંગુલ પ્રમાણ મોટું હતું અનધ્યું હતું. અમુલ્ય હતું આકારમાં એ ત્રિકોણ હતું એ વૈડૂર્ય જાતિનું હતું એ સર્વ ભૂતકાન્ત હતું સમસ્ત પ્રાણીઓની ચાહના યોગ્ય હતું. એ રત્નને મસ્તક ઉપર ધારણ કરવાથી ધારણ કર્તાને કોઈ પણ જાતની તકલીફ કે ચિંતા થતી નથી. એ મણિ રત્નને ધારણ કરનાર ઉપર કોઈ પણ સમયે તિર્યચ. દેવ અને મનુષ્યકત ઉપસગની અસર થતી નથી. સંગ્રામમાં પણ ભયંકરમાં ભયંકર યુદ્ધ માં પણ એ રત્નને ધારણ કરનાર મનુષ્ય શસ્ત્ર વડે પણ વધ્ય થઈ શકતો નથી. ધારણ કરનારનું યૌવન સદા કાળ સ્થિર રહે છે. તેના નખ અને વાળ વધતા નથી તે સર્વ પ્રકારના ભયોથી મુક્ત રહે છે. આ પ્રમાણે તે પૂર્વોક્ત વિશેષણો વાળા મણિરત્નને લઈને તે નરપતિએ હસ્તી રત્નના દક્ષિણ તરફના કુંભ સ્થળમાં બાંધી દીધું ગ્રીવામાં જેણે મુક્તાદિનો હાર ધારણ કર્યો છે તેમજ ૬૪ લડીના હારથી જેનું વક્ષસ્થળ પ્રમોદજનક થઈ રહ્યું છે. યાવતુ અમરપતિ જેવી ઋદ્ધિથી જેની કીર્તી વિખ્યાત થઇ રહી છે. આભરણાદિકાંતિથી જેની ચારે બાજુએ પ્રકાશ વ્યાપ્ત થાય છે. જેનો ગન્તવ્ય માર્ગ ચક્ર નિર્દિષ્ટ કરી રહેલ છે જેની પાછળ પાછળ રાજાઓ ચાલી રહ્યા છે જેના સૈન્યના પ્રયાણથી સમુદ્ર તેમજ સિંહનાદ જેવા અવાજથી દિગુ મંડળ વ્યાપ્ત થઈ રહ્યું છે એવો તે ભરત રાજા જ્યાં તિમિસ્ત્રી ગુહાનું દક્ષિણ દિશ્વર્તીય દ્વાર હતું ત્યાં આવ્યો. ત્યાં આવીને તે જેમ ચન્દ્ર મેઘજનિત અંધકારમાં પ્રવેશે છે તેમજ તે તિમિસ્રા ગુહામાં દક્ષિણ દ્વારથી પ્રવિષ્ટ થયો. ત્યાર બાદ ભરત રાજાએ ૬ તલ વાળા ૧૨ કોટીવાળા આઠ ખુણાવાળા તે પિંડી જેવા આકારવાળા આઠ સુવર્ણનું જેટલું વજન હોય છે. તેટલા વજન વળા એવા કાંકણી રત્નને ‘ઉઠાવ્યું એ રત્નની જે ૧૨ કોટીઓ હતી. તે દરેકે ૪-૪ અંગુલ જેટલી હતી. કાકણી રત્ન સમચતુરસ્ત્ર હતું. એનું વજન આઠ સુવર્ણ ના વજન જેટલું હતું તેમજ એ જંગમાદિ નખ-દાંતોના વિષને દૂર કરનાર હતું એના જેવું બીજું કોઈ રત્ન હતું જ નહી. એ સમતલ વાળું હતું. એ રત્નથી જ જગતમાં તે વખતે માન અને ઉન્માનના વ્યવહારો સમ્પન્ન થતા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005058
Book TitleAgam Deep Agam 16 to 23 Gujarati Anuvaad Part 5
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy