SearchBrowseAboutContactDonate
Page Preview
Page 151
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૮ જંબુદ્રીવપન્નત્તિ - ૩/૭૬ તે નૌકા ઉ૫૨ સવા૨ થઈને સિંધૂ મહાનદીને પોતાના બળ અને વાહન સાથે પાર કરીને જેની આજ્ઞા અખંડિત છે, એવો તે સેનાપતિ ક્યાંક ગ્રામ, નગર પર્વતોને, ક્યાંક ખેટકર્બટ, મડંબોને ક્યાંક પટ્ટનોને તેમજ સિંહલકોને- બર્બરોને-મ્લેચ્છ જાતીયલોકોના આશ્રય ભૂત તેમજ પ્રવરમણિરત્ન તથા કનકના ભંડારો અતએવ પરમ રમ્ય એવા અંગ લોકોને, બલાવ લોકને તેમજ યવનદ્વીપને આરબકોને- રોમકોને અને અલસંડદેશ નિવાસઓને તથા પિમ્બુરોને, કાલમુખે ને જોનકોને- તથા ઉત્તર વૈતાઢ્યમાં સંશ્રિત-મ્લેચ્છ જાતિઓને તેમજ નૈઋત્ય કોણથી માંડીને સિંધુ નદી જ્યાં સાગરમાં મળે છે ત્યાં સુધીના સર્વ પ્રદેશને અને સર્વશ્રેષ્ટ કચ્છ દેશને પોતાના વશમાં કરીને તે પાછો આવી ગયો. વિનય સહિત જેણે પોતાના હૃદયની અંદર સ્વામિન ભક્તિ ધારણ કરી રાખી છે. એવા તે સુષેણ સેનાપતિએ ભેંટમાં પ્રાપ્ત કરેલા સર્વ પ્રભુતોને આભરણોને ભૂષણોને તેમજ રત્નોને લઈને તે સિંધૂ નદીને પાર કરી એ સુષેણ સેનાપતિ અક્ષત શાસન તેમજ અક્ષત બળ સમ્પન્ન હતો. સેનાપતિએ જે ક્રમથી વિજય પ્રાપ્ત કર્યો હતો. તે ક્રમથી બધા સમાચારો વિગતવાર રાજાને કહ્યા. સર્વ સમાચારો કહીને અને ભેટમાં પ્રાપ્ત સર્વ વસ્તુઓ કહીને અને ભરત રાજાને આપી ને તથા તેમના વડે પ્રચુર વ્યાદિથી સત્કૃત થઈને બહુમાન સૂચક શબ્દોથી અને વસ્ત્રાદિકોથી સન્મા નિત થઇને તે સુષેણ સેનાપતિ હર્ષસહિત રાજા પાસેથી વિસર્જિત થઇને પોતાના મંડપમાં આવી ગયો. ત્યાં આવીને તે સુષેણ સેનાપતિએ સ્નાન કર્યું. બલિકર્મ કર્યું કૌતુક મંગળ અને પ્રાયશ્ચિત કર્યાં ત્યાર બાદ રાજવિધ મુજબ ભોજન કર્યું જ્યારે સુષેણ સેનાપતિ ભોજનાદિ કાર્યથી નિવૃત્ત થઇ ગયો-ત્યારે તેના શારીરિક અવયવો ઉપર સરસ ગોશીર્ષ ચંદન છાંટવામાં આવ્યું ત્યાર બાદ તે પોતાના શ્રેષ્ઠ પ્રાસાદ માં ગયો ત્યાં તેણે પાંચ પ્રકારના મનુષ્ય સંબંધી કામ ભોગોને ભોગવ્યા એવો જે સમયે તે પોતાના શ્રેષ્ઠ પ્રાસાદ ઉપર પહોંચ્યો તે વખતે ત્યાં મૃદંગો વગાડવામાં આવી રહ્યાં હતાં તેના માટે ૩૨ પ્રકારના અભિનયોથી યુક્ત નાટકો વિવિધ પાત્રો વડે ભજવવામાં આવી રહ્યાં હતાં. સુંદર તરુણ સ્ત્રીઓ તેમાં નૃત્ય કરી રહી હતી. જે વાતને એ સેનાપતિ ઇચ્છતો તે મુજબ જ તે સ્ત્રિઓ નૃત્યાદિ ક્રિયાઓ વડે તેના મનને રંજિત કરતી હતી. તે સુષેણ સેનાપતિ પોતાની ઇચ્છામુજબ પાંચ પ્રકારના શબ્દો સ્પર્શ, રસ, રૂપ અને ગંધથી સંબંધિત કામ ભોગો ભોગવવા લાગ્યો. [૭૭] એકદા ભરત રાજાએ સુષેણ સેનાપતિને બોલાવ્યો બોલાવીને તેને આ પ્રમાણે કહ્યું હે દેવાનુપ્રિય ! તમે શીઘ્ર જાવ અને તમિસ્ત્રાગુહાના દક્ષિણ ભાગના દ્વારના કમાડોને ઉદ્ઘાટિત કરીને પછી મને ખબર આપો. આ પ્રમાણે પોતાના સ્વામી ભરત રાજા વડે આજ્ઞપ્ત થયેલો તે સુષેણ સેનાપતિ હષ્ટ-તુષ્ટ તેમજ ચિત્તમાં આનંદિત થયો. યાવત્ હે સ્વામિન્ આપશ્રીએ મને જે આદેશ આપ્યો છે, હું તે આદેશનું યથાવત્ પાલન કરીશ આ પ્રમાણે કહીને તેણે પ્રભુની આજ્ઞા વિનયપૂર્વક સ્વીકારી લીધી તરત જ બહાર આવી ગયો બહાર આવીને તે જ્યાં પોતાનો આવાસ અને જ્યાં પૌષધશાળા હતી ત્યાં આવ્યો ત્યાં આવીને તેણે ૨ હાથ પ્રમાણે દર્ભાસન પાથર્યું યાવત્ કૃતમાલ દેવને વશમાં ક૨વા માટે તેણે અષ્ટમ ભક્તની તપસ્યા ધારણ કરી લીધી. અષ્ટમ ભક્તની તપસ્યા ધારણ કરીને પૌષધશાળામાં પૌષધવૃત વાળો તે બ્રહ્મચારી યાવત્ મણિમુક્તાદિ અલંકારોથી રહિત બનેલો તે મનમાં કૃતમાલ દેવનું ધ્યાન ફરવા લાગ્યો અહીં જે પ્રમાણે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005058
Book TitleAgam Deep Agam 16 to 23 Gujarati Anuvaad Part 5
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy