SearchBrowseAboutContactDonate
Page Preview
Page 143
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૦ જંબુદ્વિવપન્નતિ- ૩૬૨-૬૭ હય ઘોડા ગજ- રથ અને શ્રેષ્ઠ યોદ્ધાઓ હતા. એ સર્વથી આવૃત્ત થયેલો તે મહા સંગ્રામા ભિલાષી યોદ્ધાઓનો પરિકર તેની સાથે ચાલી રહ્યો હતો. ગત્તવ્ય સ્થાનનો માર્ગ તે ચક્રરત્ન બતાવતું હતું અનેક મુકુટધારી હજારો શ્રેષ્ઠ રાજાઓ તેની પાછળ પાછળ ચાલી રહ્યા હતા. ઉત્કૃષ્ટ સિંહનાદ જેવા અવાજના કલ-કલ શબ્દથી એવી પ્રતીતિ થઈ રહી હતી કે જાણે સમુદ્ર પોતાની કલ્લોલ, માળાઓથી ક્ષભિત ન થઈ રહ્યો હોય એ તે ક્ષુબ્ધ સમુદ્રની ગર્જનાનો જ શબ્દ છે. એથી આકાશ મંડળ ગુંજી રહ્યું હતું. જ્યારે તે લવણ સમુદ્રમાં પ્રવિષ્ટ થયો ત્યારે તે આટલો જ ઊંડો હતો કે તેનાથી તેના રથના ચક્રોના અવયવો જ ભીના થઈ શક્યા. ભરત રાજાએ પોતાના રથના ઘોડાઓ રોકી દીધા. તરત જ ભરત રાજાએ પોતાના ધનુષ્યને ઉઠાવ્યું. તેનો આકાર અચિરાગત બાળચંદ્ર જેવો તેમજ ઇન્દ્ર ધનુષ જેવો હતો. નીલી ગુટિક જેવી કાળી કાંતિવાળા તેજ થી જાજવલ્યમાન, તથા નિર્મલ પૃષ્ઠભાગવાળા નિપુણ શિલ્પિઓ વડે ઉજ્વલિત કરવામાં આવી એથી દેદીપ્યમાન એવી મણિરત્ન ઘટિકાઓના સમૂહોથી વેષ્ઠિત વિદ્યુત જેવા નવીન કિરણોવાળા સુવર્ણથી નિર્મત જેમાં ચિહ્નો છે. દર્દર અને મલયગિરિના શિખરના સિંહ સ્કલ્પ ચિકુર, ચામર-બાલચમર, ગોપુચ્છચિકુર તેમજ અદ્ધ ચન્દ્ર એ ચિન્હો જેમાં ચિન્હ રૂપે અંકિત છે. કાલાદિ વર્ણ યુક્ત સ્નાયુઓથી નિર્મિત જેવા પ્રત્યંચા આબદ્ધ છે. જે શત્રઓના જીવન નો અન્તકર છે તેમજ જેની પ્રત્યંચા ચંચળ છે, એવા ધનુષને હાથમાં લઈને તે ભરત રાજાએ તે બાણને ધનુષ ઉપર ચઢાવ્યું અને કાન સુધી બહુજ સાવધાની પૂર્વક ખેંચીને આ પ્રમાણે વચનો કહ્યાં- મારાવડે પ્રયુક્ત ક્ષેત્ર ના બહિર્ભાગમાં રહેનારા જે અધિષ્ઠાયક દેવો છે તે સાંભળો. હું નાગકુમાર, અસુર કુમાર, સુવર્ણ કુમાર એ સર્વ માટે નમસ્કાર કરું છું. આ પ્રમાણે કહીને તેણે બાણ છોડી દીધું. જે પ્રમાણે અખાડામાં ઉતરતી વખતે પહેલવાન કછોટો બાંધે છે, તેમજ માગધ તીર્થેશને સાધવા માટે ધનુષ ઉપર બાણ ચઢાવીને છોડતી વખતે તે ભરત રાજાએ પણ પોતાના ધોતીની કાંછને બાંધી લીધી. એથી તેના શરીરનો મધ્યભાગ એટલે કે કટિ ભાગ સુદ્રઢ બન્ધનથી આબદ્ધ થઈ જવા બદલ બહુજ મજબૂત થઈ ગયો એણે જે કૌશેય વસ્ત્ર વિશેષ ધારણ કરેલું હતું, તે સમુદ્રના પવનથી ધીમે-ધીમે તે વખતે હાલી રહ્યું હતું એથી ડાબા હાથમાં ધનુષ ધારણ કરેલ તે ભરત રાજા પ્રત્યક્ષ ઈન્દ્ર જેવો લાગતો હતો. તથા વામહસ્તમાં જે પૂર્વક્ત રૂપમાં વર્ણિત ધનુષ હતું. તે વિદ્યુતની જેમ ચમકી રહ્યું હતું તેમજ શુકલપક્ષની પંચમી તિથિના ચન્દ્ર જેવું લાગતું હતું, જ્યારે ભરત રાજાએ બાણ છોડ્યું તો છૂટતા જ ૧૨ યોજન સુધી જઈને માગધ તીર્થના અધિપતિ દેવના ભવનમાં પડ્યું. તે માગધ તીર્થાધિપતિ દેવે જ્યારે પોતાના ભવનમાં પડેલું બાણ જોયું તો તે ક્રોધથી રક્ત થઈ ગયો. એથી તેના રૂપમાં રૌદ્રભાવ ઝળકવા લાગ્યો અને ક્રોધવશવર્તી થઈને તે દાંત પીસવા લાગ્યો અને હોઠ કરડવા લાગ્યો તે વખતે તેની ભૃકુટિ ત્રિવાલ યુક્ત થઈ ગઈ લલાટ ઉપર ચઢી ગઈ વક્ર થઈ ગઈ. અરે ! આ કોણ અપ્રાર્થિત પ્રાથમણાભિલાષી થયો છે. અને પોતાના અકાલ મૃત્યુને બોલાવી રહ્યો છે. મને લાગે છે કે તે કુલક્ષણી છે, હીનપુણ્ય ચાતુર્દશ છે. તેમજ તે શ્રી-હી થી રહિત છે. મને લાગે છે કે તે અલ્પોત્સુક છે, પ્રાણત્રાણના ઉત્સાહથી વર્જિત થઈ ચૂક્યો છે, નહીંતર તે મારી ઉપર બાણ છોડવાનું સાહસ જ કેવી રીતે કરી શકે ? આ પ્રમાણે વિચાર કરીને તે તરત જ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005058
Book TitleAgam Deep Agam 16 to 23 Gujarati Anuvaad Part 5
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy