SearchBrowseAboutContactDonate
Page Preview
Page 136
Loading...
Download File
Download File
Page Text
________________ વારો-૨ ૧૩૩ કે ઉત્સર્પિણીના ૨૪ મા તીર્થંકરનો અભિલાપ પ્રાપ્ત કરીને અવસર્પિણીમાં ઉત્પન્ન થયેલ પ્રથમ તીર્થંકરના જેવો જ અભિલાપ કહેવો જોઇએ. કારણ કે એઓ બન્નેમાં ઘણું કરીને સમાનશીલતા છે, ઉત્સર્પિણી સંબંધી સુષમ દુમના પ્રથમત્રિભાગમાં એ ૧૫ કુલકર ઉત્પન્ન થશે. જેમ કે સુમતિ યાવત્ નાભિ તથા એ ૧૫ કુલકોમાંથી ૫, ૫ કુલકો વડે જે-જે દંડનીતિ ચાલૂ કરવામાં આવે છે, તે પણ પહેલાં પ્રકટ કરવામાં આવી છે. ધીમે-ધીમે જેમ-જેમ કાળ વ્યતીત થતો જશે તેમ-તેમ સર્વ મનુષ્યો અહમિત્વત્વને પ્રાપ્ત ક૨તા જશે, એમાં સર્વાન્તિમ કુલક૨ થશે, એ કાળમાં અંતિમ તીર્થંકર ભદ્રકૃત નામે થશે. અવસર્પિણી કાળના એ આરામાં જેમ ૨૪ તીર્થંકરોથયાથી અહીં તેમજ ૨૪ તીર્થંકરો અહીં પણ થશે. એ આ કાળમાં ૮૯ પક્ષ પ્રમાણ જ્યારે આ કાળ વ્યતીત થઈ જશે. ત્યારે થશે. આમ આગમનું વચન છે. અવસર્પિણી કાળમાં જે પ્રથમ તીર્થંકર છે, તેના સ્થાને ઉત્સર્પિણી કાળમાં ૨૪ તીર્થંકર હોય છે. ઉત્સર્પિણીના એ ચતુર્થ આ૨કમાં પ્રથમ ત્રિભાગમાં રાજધર્મ યાવત્ ગુણધર્મ, પાખંડધર્મ નાશ પામશે. એ આરકના મધ્યમ અને પશ્ચિમ ભાગની વક્તવ્યતા અવસર્પિણીના ચતુર્થઆરકના પ્રથમ અને મધ્યમના ત્રિભાગ જેવી છે. સુષમા અને સુષમા સુષમા કાળની વક્તવ્યતા જે પ્રમાણે અવસર્પિણી કાળની પ્રરૂપણા કરતાં કહેવામાં આવી છે. તેવી જ છે. વક્ખારો- ૨ ની મુનિ દીપરત્નસાગરે કરેલ ગુર્જરછાયાપૂર્ણ (વક્ખારો-૩) [૫૪] હે ભદન્ત ! આ ભરતક્ષેત્રનું નામ ભરતક્ષેત્ર એ રીતે શા કારણથી પ્રસિદ્ધ થયું છે ? હે ગૌતમ ! ભરતક્ષેત્રના વૈતાઢ્ય પર્વતના દક્ષિણભાગથી ૧૧૪-૧૧/૧૯ યોજનાના અંતરાલથી તેમજ દક્ષિણ લવણ સમુદ્રના ઉત્તરભાગમાં ૧૧૪-૧૧/૧૧૯ યોજનના અંતરાલથી ગંગા મહાનદીની પશ્ચિમ દિશામાં સિંધુ નદીની પૂર્વ દિશામાં અને દક્ષિણાર્ધ ભરતના મધ્યતૃતીય ભાગના બહુ મધ્યપ્રદેશ ભાગમાં વિનીતા નામક એક રાજધાની કહેવામાં આવેલ છે. પૂર્વથી પશ્ચિમ સુધી લાંબી અને ઉત્તરથી દક્ષિણ સુધી પહોળી છે. આ પ્રમાણે એની લંબાઇ ૧૨ યોજન જેટલી છે. અને નવ યોજન જેટલી એની પહોળાઈ છે. ઉત્તર દિશાના અધિપતિ કુબેરે એની રચના કરી છે. સ્વર્ણમય પ્રાકારથી એ યુક્ત છે. પાંચ વર્ણવાળા અનેક મણિઓથી એના કાંગરાઓ બનેલા છે. જોવામાં એ ખૂબ જ સુંદર લાગે છે. અહીં રહેનારા સર્વદા પ્રસન્નચિત્ત રહે છે પ્રમુદિત્ત અને પ્રકીડિત રહે છે, જોનારાઓ માટે એ નગરી સાક્ષાત્ દેવલોક જેવી લાગે છે, એ નગરી વિભવ, ભવન આદિ વડે સમૃદ્ધિ સમ્પન્ન થઈ યાવત એ નગરી પ્રતિ રૂપ છે, [પ૫] તે વિનીતા નામક રાજધાનીમાં ભરત નામે એક ચતુરન્ત ચક્રવતી રાજા ઉત્પન્ન થયો. એ ચાતુરન્ત ચક્રવર્તી ભરત રાજા હિમવાન્ પર્વતના, મલય પર્વતના, મંદર પર્વતના અને મહેન્દ્ર પર્વતનાં જેવું વિશિષ્ટ અન્તર્બળ ધરાવતો હતો તે વિનીતા નગરીમાં અસંખ્ય કાળ પછી જેની વડે આ ક્ષેત્રનું નામ ભરત આ નામે પ્રખ્યાત થયું, એવો તે ભરત ચક્રવર્તી રાજા ઉત્પન્ન થાય છે. એ ભરત ચક્રવર્તી યશસ્વી-કીર્તિ સંપન્ન હોય છે, શ્રેષ્ઠ હોય છે તેમજ અભિજાત કુલીન હોય છે. કેમકે એમાં સત્ત્વ-સાહસ વીર્યપરાક્રમ એ સર્વે ગુણ હોય છે અન્ય રાજાઓની અપેક્ષા એનો વર્ણદેહકાંતિ, સ્વર-સાર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005058
Book TitleAgam Deep Agam 16 to 23 Gujarati Anuvaad Part 5
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy