SearchBrowseAboutContactDonate
Page Preview
Page 132
Loading...
Download File
Download File
Page Text
________________ વખારો-૨ ૧૨૯ લોકો ઉપર તે તીણ વિશિષ્ટ આઘાતો કરનારી થશે. આ વૃષ્ટિથી ભરતક્ષેત્રમાં સ્થિત વૃષ્ટિત ગ્રામોમાં, આકર સુવર્ણદિની ખાણોમાં, અષ્ટાદશ કરવર્જિત નગરોમાં, ધૂલિ પ્રાકાર પરિક્ષિપ્ત ખેટ ગ્રામોમાં, કુત્સિત નગર રૂપ કર્નટોમાં, અઢી ગાઉનિ અંદર ગ્રામાન્તર રહિત મડંબોમાં, જલીય માર્ગથી યુક્ત જનનિવાસ રૂપ દ્રોણમુખોમાં, સમસ્ત વસ્તુઓની પ્રાપ્તિના સ્થાન ભૂત પત્તનોમાં, જલપત્તનોમાં અને સ્થલ પત્તનોમાં-બને પ્રકારના પત્તનોમાં, પ્રભૂતતર વણિજનોના નિવાસભૂત નિગમોમાં, પહેસાં તાપ સજનો દ્વારા આવાસિત અને તત્પશ્ચાતુ બીજા લોકો જ્યાં આવીને રહેવા લાગ્યા હોય એવા સ્થાન રૂપ આશ્રમોમાં રહેનારા માણસોનો તે મેઘો વિનાશ કરશે વૈતાઢ્યગિરિ નિવાસી વિદ્યાધરોનો પક્ષી-સમૂહોનો અથવા આકાશચારી પક્ષીઓનો ગ્રામ અને જંગલોમાં વિચરનારા અનેક પ્રકારના ત્રસજીવોના આગ્રાદિક વૃક્ષોનો, શાલ્યાદિરૂપ ઔષધિઓનો તે મેઘો વિનાશ કરશે શાશ્વત પર્વત વૈતાઢ્યા ગિરિને બાદ કરીને ઊર્જયન્ત વૈભાર વગેરે ક્રિડા પર્વતનો. ગોપાલગિરિ ચિત્રકૂટ વગેરે પર્વતનો, શિલા સમૂહ જ્યાં હોય છે અથવા ચોર સમૂહો જેમાં નિવાસ કરે છે એવા પર્વતનો, મોટી-મોટી શિલાઓ વાળા ઉન્નત ટેકરીઓનો, ધૂલિસમૂહ રૂપ ઉન્નત સ્થલોનો અને પાંસુ આદિથી રહિત વિશાળ પઠારોનો તેમજ સમસ્ત સ્થાનોનો નાશ કરશે શાશ્વત નદી ગંગા અને સિધુને બાદ કરીને પૃથ્વી ઉપરના સ્ત્રોતોને, વિષમ ખાડાઓ તે દુષ્યમા નામના આરામાં ભરતક્ષેત્રના આકારભાવ પ્રત્યાવતાર-સ્વરૂપ કેવું હશે ? હે ગૌતમ ! તે દુષ્કમ દુષ્યમાં કાળમાં આ ભૂમિ અંગારભૂત વાલરહિત અગ્નિ પિંડ જેવી મુશ્મર રૂપ તુષાગ્નિ જેવી ક્ષારિકભૂત ગર્મ ભસ્મ જેવી, તપ્તકટાહ જેવી સંપૂર્ણ દેશમાં સમાન જ્વાલા વાળી અગ્નિ જેવી થશે પ્રચુર પાંશુવાળી થશે. પ્રચુરણ વાળી થશે, પ્રચુરપંક વાળી થશે. પ્રચુર પનક-પાતળા કાદવવાળી થશે, તે દુષમકાળના. મનુષ્યો અશોભન રૂપવાળા, અશોભન આકૃતિવાળા, દુષ્ટવર્ણવાળા, દુષ્ટગન્ધવાળા દુર્ગન્ધયુક્ત શરીર વાળા, દુષ્ટરસયુક્ત શરીરવાળા અને દુષ્ટ સ્પર્શયુક્ત શરીરવાળા થશે. અનભિલાષ ણીય –થશે. અકમનીય થશે. અપ્રીતિના સ્થાન ભૂત થશે. કેમકે અમનોજ્ઞ થશે. એમના અંગોપાંગો પૂર્ણ થશે નહિ. એમના માથાના વાળ સંસ્કાર રહિત હોવાથી મોટા રહેશે. અને મૂછોના વાળ પણ આવશ્યકતા કરતાં વધારે મોટા રહેશે. એઓ વર્ણમાં સાવ કાળા થશે, ક્રૂર થશે, શરીરનો સ્પર્શ કઠોર થશે શ્યામવર્ણનીલરંગ એમના શરીરનો થશે. એમની આકૃતિ દુર્દર્શનીય રહશે. એમનું અંગ રેખાત્મક કરચલી ઓથી વ્યાપ્ત રહેશે, એમનું મુખ એનાથી એવું લાગશે કે જાણે તે ઘડાનું જ વિકૃત મુખ છે. એમના બને નેત્રો અતુલ્ય હશે અને એમનું નાક કુટિલ હશે એમનું મુખ કરચલીઓથી વિકૃત તેમજ કુટિલ હોવાથી જોવામાં ભયંકર લાગશે એમના શરીરનું ચામડું, દદ્ધ, કિટિભ-ખાજ, સિધમ વિગેરે વિકારોથી વ્યાપ્ત થશે, એથી કંડુરોગથી વ્યાપ્ત રહેશે એમની ચાલ ઉટ્રાદિકની જેવી થશે. એમના શરીરની અસ્થિઓ ઉત્કટુંકયથાસ્થાનની સ્થિતિથી રહિત થશે. ખરાબ-ગંદી જગ્યામાં ઉઠશે બેસશે. એમની શય્યા કુત્સિત હશે એમના શરીરનો દરેકે દરેક અવયવ રોગોથી ગ્રસિત હશે.એમનામાં કોઈ પણ જાતનો ઉત્સાહ નહિ હશે આત્મબળથી એઓ રહિત હશે. એમની ચેષ્ટા નષ્ટ થઈ જશે. એમને ક્રોધ, માન, માયા અને લોભ એ કષાયો પ્રચુર માત્રામાં રહેશે. મોહ મમતા એમનામાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005058
Book TitleAgam Deep Agam 16 to 23 Gujarati Anuvaad Part 5
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy