SearchBrowseAboutContactDonate
Page Preview
Page 121
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૮ જંબકીવપનત્તિ- ૨૩૮ પલ્યોપમ જેટલું હોય છે. તે કાળ માં ભરત ક્ષેત્રમાં માણસો જઘન્ય અને ઉત્કરની અપેક્ષાએ ત્રણ ગાઉ જેટલા હતા. તે મનુષ્યો વજwભ નારાચ સંહનનવાળા હોય છે. તેમનું શરીર સમતુરઐસંસ્થાનવાળું કહેવામાં આવ્યું છે. તેમના પૃષ્ઠ કરંડકો ૨પ૬ હોય છે. જ્યારે એમનું આયુ છ માસ જેટલું બાકી રહે છે ત્યારે એ પરભવના આયુનો બન્ધ કરે છે અને યુગલિકને ઉત્પન્ન કરે છે. યુગલિકની ઉત્પત્તિ પછી એઓ યુગલિકનું ૪૯ રાત દિવસ સુધી ઉચિત ઉપચાર વગેરેથી લાલન પાલન કરે છે, પછી એઓ ઉધરસ ખાઈને, છીંક ખાઈને અને બગાસું ખાઈને વગર કોઈ પણ જાતના કષ્ટ વગર કોઈ પણ જાતના પરિતાપ રહિત કાળ માસમાં મરણ પામીને દેવલોકમાં ભવનપતિથી માંડીને ઈશાન પર્યત દેવલોકમાં ઉત્પન્ન થાય છે છ પ્રકારના મનુષ્યો તે કાળે ઉત્પન્ન થયા. જેમકે પદ્મગબ્ધ મૃગગન્ધ મમત્ત્વહીન મનુષ્યો, તેજપ્રભા અને તલ રૂપ એઓ બનેથી સમ્પન્ન મનુષ્યો અને ઔત્સુક્યાભાવથી મંદ-મંદ ગતિથી ચાલનારા મનુષ્યો. [૩૯] જ્યારે ચાર કોડાકોડી સાગર વ્યતીત થઈ જાય છે ત્યારે દ્વિતીય અવ સર્પિણી કાળ પ્રારંભ થાય છે. અવસર્પિણી કાળમાં ક્રમશઃ આયુ, કાળ વગેરેનો પ્રતિ સમય લાસ થતો જાય છે. એટલા માટે ધીમે ધીમે અનન્ત વર્ણપર્યાયોનો, અનન્તગબ્ધ પયિોનો, અનંત રસપર્યાયોનો અનંત સ્પર્શ પર્યાયો લાસ થતાં થતાં જ્યારે ચાર કોડા કોડી પ્રમાણ સમય સમાપ્ત થઈ જાય છે આ પ્રમાણે અનંત સંહનન પયિોના અનંત સંસ્થાન પર્યાયોનો અનેક ઉચ્ચત્વ પર્યાયોનો અનંત આયુપયયિોનો અનંત ગુરુ લઘુ પયિોનો અનંત અગુરૂ લઘુ પર્યાયોનો અનંત ઉત્થાન કર્મબળવીર્ય પુરુષકારપરાક્રમ પર્યાયોનો લાસ થતાં થતાં જ્યારે ૪ કોડાકોડી પ્રથમ આરો અવસર્પિણીનો સમાપ્ત થઈ જાય છે ત્યારે અવસર્પિણી કાળનો દ્વિતીય સુષમા નામક આરો આ ભરતક્ષેત્રમાં પ્રારંભ થઈ જાય છે. એ કાળમાં ભરત ક્ષેત્રનો ભૂમિભાગ બહુસમરમણીય રહે છે, અતીવ સમ અને મનોરમ હોય છે. તે કાળમાં જન્મેલ મનુષ્ય ચાર હજાર ધનુષ જેટલી અવગાહના વાળા હોય છે. એટલે કે બે ગાઉ જેટલા ઉંચા શરીરવાળા હોય છે. ૧૨૮ એમનાં પૃષ્ઠ કરંડકો હોય છે. બે દિવસો પસાર થાય પછી એમને આહારની અભિલાષા થાય છે એ ઓ પોતાના બાળકોની સંભાળ ૬૪ દિવસ-રાત સુધી કરે છે. એમના આયુષ્યની અવધિ બે પલ્યોપમ પ્રમાણ જેટલી હોય છે એ કાળમાં આ પ્રમાણે ચાર પ્રકારના મનુષ્યો હોય છે- એક શ્રેષ્ઠ, બીજા કાક જ ત્રીજા પુષ્પની જેમ સુકુમાર અને ચોથા સુશમન [૪૦] ગૌતમ ! જ્યારે અનંતવર્ણ પર્યાયોનો યાવતુ અનંત પુરુષકાર પરાક્રમ પર્યાયોનો ધીમે ધીમે લાસ થતાં થતાં ત્રણ સાગરોપમ પ્રમાણે સુષમા નામક દ્વિતીય આરક સમાપ્ત થાય છે. ત્યારે આ ભરત ક્ષેત્રમાં સુષમદુષ્યમાં નામક તૃતીય કાળ પ્રારંભ થાય છે. આ તૃતીય કાળને ત્રણ ભાગોમાં વિભક્ત કરવામાં આવેલ છે. એક પ્રથમ ત્રિભાગમાં, દ્વિતીય મધ્યમ વિભાગમાં અને તૃતીય પશ્ચિમ વિભાગમાં આ તૃતીય કાળનો સમય બે કોડા-કોડી સાગરોપમ પ્રમાણે છે. સુષમ દુષમા કાળના પ્રથમ અને મધ્યના ત્રિભાગોમાં આ ભરતક્ષેત્રનો ભૂમિભાગ બહુ સમરમણીય હોય છે. ઈત્યાદિ રૂપમાં આ સમયનું કથન બધું પૂર્વોક્ત રૂપમાં સમજી લેવું જોઈએ. એટલે કે એમના શરીરની ઊંચાઈ બે હજાર ધનુષ જેટલી અથતિ એક ગાઉ જેટલી હોય છે. એમના પૃષ્ઠ કરંડકો ૬૪ હોય છે. એક દિવસના અંતરે એમને ભૂખ લાગે છે. એમની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005058
Book TitleAgam Deep Agam 16 to 23 Gujarati Anuvaad Part 5
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy