SearchBrowseAboutContactDonate
Page Preview
Page 354
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૪-૨૦ ૩૫૧ એ પ્રમાણે વાયુકાયિક સંબંધે જાણવું. વનસ્પતિકાયિક સંબંધે પૃચ્છા. હે ગૌતમ ! એ અર્થ સમર્થ નથી, પણ અન્તક્રિયા કરે. બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, અને ચઉરિન્દ્રિય સંબંધે પૃચ્છા. હે ગૌતમ!એ અર્થ સમર્થ નથી.પણ મનઃપર્યવ જ્ઞાન ઉત્પન્ન કરે. પંચેન્દ્રિય તિર્યંચ, મનુષ્ય, વ્યન્તર અને જ્યોતિષિક સંબંધે પૃચ્છા. હે ગૌતમ !એ અર્થ સમર્થ નથી, પણ અન્તક્રિયા કરે. હે ભગવન્ ! સૌધર્મ દેવ અવી પછીના ભવમાં તીર્થંકરપણું પામે ? હે ગૌતમ ! કોઈ પામે અને કોઈ ન પામે. એ પ્રમાણે જેમ રત્નપ્રભા નૈરયિક સંબંધે કહ્યું તેમ સર્વાર્થસિદ્ધ દેવ સુધી કહેવું. [૫૦] હે ભગવન્ ! રત્નપ્રભા પૃથિવીનો નૈરયિક રત્નપ્રભાના નૈરિયકોથી નીકળી પછીના ભવમાં ચક્રવર્તિપણું પામે ? હે ગૌતમ ! કોઈ પામે અને કોઈ ન પામે. હે ભગવન્ ! એમશા હેતુથી કહો છો ? હે ગૌતમ ! જેમ રત્નપ્રભા પૃથિવીના નૈરયિકોના તીર્થંક૨૫ણા સંબંધે કહ્યું છે તેમ ચક્રવર્તિપણા સંબન્ધુ કહેવું. હે ભગવન્ ! શર્કરાપ્રભાનો નૈરિયક નીકળી પછીના ભવમાં ચક્રવર્તિપણું પામે ? હે ગૌતમ ! એ અર્થ સમર્થ નથી. એ પ્રમાણે નીચે સાતમી પૃથિવીના નૈરયિક સુધી કહેવું. તિર્યંચ અને મનુષ્ય સંબંધે પૃચ્છા. એટલે ત્યાંથી નીકળી ચક્રવર્તિપણું પામે ? હે ગૌતમ ! એ અર્થ સમર્થ નથી. ભવનપતિ, વ્યન્તર, જ્યોતિષિક અને વૈમાનિક નીકળી ચક્રવર્તિપણું પામે ? હે ગૌતમ ! કોઈ પામે અને કોઈ ન પામે. એ પ્રમાણે બલદેવપણું પણ જાણવું. પરન્તુ એટલી વિશેષતા છે કે શર્કરાપ્રભાનો નૈરયિક પણ બલદેવપણું પામે. એ પ્રમાણે વાસુદેવપણું બે પૃથિવીથી અને અનુત્તરૌપપાતકિ સિવાયના વૈમાનિકોથી નીકળી પ્રાપ્ત કરે, બાકીના સ્થાનોથી આવી ન પ્રાપ્ત કરે. માંડલિકપણું નીચેની સાતમી નરકપૃથિવી, તેજસ્કાય અને વાયુકાય સિવાયના બાકીના સ્થાનોથી આવી પ્રાપ્ત કરે. ચક્રવર્તીના સેનાપતિરત્ન, ગાથાપતિ રત્ન, વાકરત્ન, પુરોહિતરત્ન અને સ્રીરત્ન સંબંધે એમજ સમજવું. પરન્તુ તે અનુત્ત રૌપપાતિક સિવાયના બાકીના સ્થોનાથી આવીને થાય. અશ્વરત્નપણું અને હસ્તીરત્ન પણું રત્નપ્રભાથી આરંભી નિરંતર સહસ્રાર સુધીના સ્થોનાથી આવી કોઈ પ્રાપ્ત કરે અને કોઈ ન પ્રાપ્ત કરે. ચક્રરત્ન, છત્રરત્ન, ચર્મરત્ન, દંઢરત્ન, અસિરત્ન, મણિરત્ન, અને કાકણીરત્ન એઓનો આવી કોઈ પ્રાપ્ત કરે અને કોઈ ન પ્રાપ્ત કરે. ચક્રરત્ન, છત્રરત્ન, ચર્મરત્ન, દંડરત્ન, અસિરત્ન, મણિરત્ન, અને કાકણીરત્ન એઓનો અસુકુમારથી આરંભી નિરન્તર ઈશાન સુધીના સ્થાનોથી આવીને ઉપપાત સમજવો. બાકીના સ્થાનોથી એ અર્થ સમર્થ નથી’ એમ પ્રતિષેધ કરવો. [૫૭] હે ભગવન્ ! દેવલોકમાં ઉત્પન્ન થતા અસંયત ભવ્ય-દેવલોકમાં ઉત્પન્ન થવાને યોગ્ય દ્રવ્યદેવો, અવિરાધિત સંયમવાળા જેમણે સંયમની વિરાધના કરી નથી એવા, વિરાધિત સંયમવાળા- અવિરાધિત દેશવિરતિવાળા, વિરાધિત દેશવિરિત વાળા જેણે અસંશી, તાપસો, કાંદર્પિકો, ચરક-પરિવ્રાજકો, કિમ્બિષિકો, તિર્યંચો, આજિ વકો, આભિયોગિકો અને દર્શનભ્રષ્ટ થયેલા-સ્વલિંગીઓમાં કોનો કર્યાં ઉપપાત કહ્યો છે ? હે ગૌતમ ! અસંયત ભવ્ય દ્રવ્યદેવોનો જઘન્યથી ભવનવાસીમાં અને ઉત્કૃષ્ટ ઉપર ના ત્રૈવેયકોમાં અવરાધિત સંયમવાળાનો જઘન્યથી સૌધર્મ કલ્પમાં અને ઉત્કૃષ્ટથી સર્વાર્થસિદ્ધમાં, વિરાધિત સંયમવાળાનો જઘન્યથી ભવનવાસીમાં અને ઉત્કર્ષથી સૌધર્મ કલ્પમાં, અવિરાધિત દેશવિરતિવાળાનો જઘન્યથી સૌધર્મ કલ્પમાં અને For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org 1
SR No.005057
Book TitleAgam Deep Agam 14 to 15 Gujarati Anuvaad Part 4
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages420
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy