SearchBrowseAboutContactDonate
Page Preview
Page 305
Loading...
Download File
Download File
Page Text
________________ , , , -- , , ૩૦૨ પન્નવણા - ૧૩/-/૪૧૨ જઘન્યગુણ સિવાય વિષમ હોય કે સમ હોય તો બંધ થાય છે. [૪૧૨] હે ભગવન્! ગતિપરિણામ કેટલા પ્રકારનો કહ્યો છે ? હે ગૌતમ ! બે પ્રકારનો.-સ્પૃશદ્ગતિ પરિણામ અને અસ્પૃશદ્ગતિ પરિણામ અથવા દીર્ઘગતિપરિ ણામ અને હૃસ્વગતિપરિણામ. હે ભગવન્! સંસ્થાનપરિણામના કેટલા પ્રકાર છે? હે ગૌતમ ! પાંચ પ્રકાર.- પરિમંડલસંસ્થાનપરિણામ, યાવતુ-આયત સંસ્થાનપરિણામ. હે ભગવન્! ભેદપરિણામ કેટલા પ્રકારનો કહ્યો છે? હે ગૌતમ ! પાંચ પ્રકારનો.- ખંડભેદ પરિણામ અને યાવતુ ઉત્સરિકા ભેદપરિણામ. હે ભગવન્! વર્ણપરિણામ કેટલા પ્રકારે છે? હે ગૌતમ!પાંચ પ્રકારે.- કૃષ્ણવર્ણપરિણામ, યાવતુ શુક્લવર્ણપરિણામ. હે ભગવનું ! ગંધપરિણામ કેટલા પ્રકારે છે ? હે ગૌતમ ! બે પ્રકારે છે- સુરભિગન્ધપરિણામ અને દુરભિગન્ધપરિણામ હે ભગવન્! રસપરિણામ કેટલા પ્રકારે છે ? હે ગૌતમ ! પાંચ પ્રકારે.- તિક્તરસપરિણામ, યાવતુ મધુરસપરિણામ. હે ભગવન્! સ્પર્શ પરિણામ કેટલા પ્રકારનો છે? હે ગૌતમ ! આઠ પ્રકારનો કર્કશસ્પર્શપરિણામ, યાવતું રુક્ષસ્પર્શ પરિણામ. હે ભગવન્! અગુરુલઘુપરિણામ કેટલા પ્રકારનો છે ? હે ગૌતમ ! એક પ્રકારનો છે. હે ભગવન્! શબ્દપરિણામ કેટલા પ્રકારનો છે? હે ગૌતમ ! બે પ્રકારનો. -સુરભિ- શબ્દપરિણામ અને દુરભિ શબ્દપરિણામ. એમ અજીવપરિણામ કહ્યો. પદ-૧૩-નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયા પૂર્ણ ] (પદ-૧૪કષાય) [૪૧૩] હે ભગવન્! કેટલા કષાયો કહ્યા છે ? હે ગૌતમ ! ચાર. ક્રોધકષાય, માનકષાય, માયાકષાય. લોભકષાય નૈરયિકોને કેટલા કષાયો કહ્યા છે ? હે ગૌતમ ! ચાર. ક્રોધકષાય, યાવતુ લોભકષાય. એ પ્રમાણે વૈમાનિકસુધી જાણવું. [૧૪] હે ભગવન્! ક્રોધ કેટલાં સ્થાનોને વિષે રહેલો છે? ચાર સ્થાનોને વિષે. આત્મપ્રતિષ્ઠિત, પરપ્રતિષ્ઠિત, તદુભય પ્રતિષ્ઠિત અને અપ્રતિષ્ઠિત. એ પ્રમાણે નૈરયિકોને યાવતુ વૈમાનિકોને દંડક કહેવો. એમ માન, માયા અને લોભને આશ્રયી દંડક કહેવો. કેટલાં સ્થાનોએ ક્રોધની ઉત્પત્તિ થાય છે ? ચાર સ્થાનોએ. ક્ષેત્રને આશ્રયી, વસ્તુને આશ્રયી, શરીરને આશ્રયી અને ઉપધિને આશ્રયી. એ પ્રમાણે નૈરયિકોથી માંડી વૈમાનિક સુધી જાણવું. એમ માન, માયા અને લોભને આશ્રયી દંડક કહેવો. [૪૧૫] હે ભગવન્! કેટલા પ્રકારનો ક્રોધ કહ્યો છે? હે ગૌતમ ! ચાર પ્રકારનો ક્રોધ કહ્યો છે. તે આ પ્રમાણે-૧ અનંતાનુબંધી ક્રોધ, ૨ અપ્રત્યાખ્યાન ક્રોધ, ૩ પ્રત્યાખ્યા નાવરણ ક્રોધ અને ૪ સંજવલન ક્રોધ. એ પ્રમાણે નૈરયિકોને યાવતુ-વૈમાનિકોને કહેવું. એમ માન, માયા અને લોભ સંબંધે જાણવું. એ ચાર દેડકો કહ્યા. [૪૧] હે ભગવન્! કેટલા પ્રકારનો ક્રોધ કહ્યો છે? હે ગૌતમ! ચાર પ્રકારનો કહ્યો છે. તે આ પ્રમાણે આભોગનિવર્તિત, અનાભોગનિવર્તિત, ઉપશાન્ત અને અનુપશાન્ત, એ પ્રમાણે નૈરયિકોથી આરંભી વૈમાનિકો સુધી જાણવું. એમ માન, માયા, અને લોભને આશ્રયી પણ ચારે દેડકો જાણવા. [૪૧૭] હે ભગવન્! જીવોએ કેટલાં સ્થાને આઠ કર્મની પ્રકૃતિઓનો ચય કર્યો હતો? હે ગૌતમ! ચાર સ્થાને આઠ કર્મની પ્રકૃતિઓનો ચય કર્યો હતો. ક્રોધ વડે, માન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005057
Book TitleAgam Deep Agam 14 to 15 Gujarati Anuvaad Part 4
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages420
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy