SearchBrowseAboutContactDonate
Page Preview
Page 224
Loading...
Download File
Download File
Page Text
________________ પદ-૨ ૨૨૧ ધસેલી, સાફ કરેલી, ૨જરહિત, નિર્મલ, એક રહિત, નિરાવરણ કાંતિવાળી, પ્રભાયુક્ત, શોભાસહિત ઉદ્યોત સહિત, પ્રસન્નતા આપ નાર, દર્શનય, અભિરૂપ અને પ્રતિરૂપ છે. તે ઈષ~ાભારાથી-નીસરણીની ગતિથી એક યોજન ઉપર લોકાત્ત છે, તે યોજનના ઉપરનો એક ગાઉ, અને તે ગાઉના ઉપરના છઠ્ઠા ભાગમાં સિદ્ધ ભગવંતો આદિસહિત પણ અન્તરહિત, અનેક જન્મ, જરા, મરણ અને યોનિઓમાં પરિભ્રમણનો ક્લેશ, પુન“વ અને ગર્ભવાસમાં રહેવાનો પ્રપંચથી રહિત, શાશ્વત અનાગત કાળ પર્યન્ત રહે છે. ત્યાં પણ વેદરહિત, વેદના રહિત, મમત્વરહિત, અસંગ, સંસારથી મુક્ત થયેલા અને આત્મપ્રદેશ વડે નિષ્પન્ન થયેલાં સંસ્થાન જેઓનું છે એવા સિદ્ધો રહે છે? [૨૩૬-૨૫] સિદ્ધો કોનાથી પ્રતિહત થયેલા છે ? સિદ્ધો ક્યાં રહેલાં છે? અને ક્યાં શરીરનો ત્યાગ કરી ક્યાં જઈને સિદ્ધિપદને પ્રાપ્ત કરે છે? સિદ્ધો અલોકાકાલવડે અલિત થયેલા છે- લોકના અગ્રભાગને વિષે રહેલા છે. અને આ લોકમાં શરીરનો ત્યાગ કરીને ત્યાં જઈને સિદ્ધ થાય છે. છેલ્લા ભવનું જે સંસ્થાન-શરીર હોય તેનાથી ત્રીજા ભાગ હીન સિદ્ધોની અવગાહના કહેલી છે. આ મનુષ્ય લોકમાં ભવ-શરીરનો ત્યાગ કરતા છેલ્લા સમયમાં આત્મપ્રદેશના ઘનુરૂપ જે સંસ્થાન હોય છે તે સંસ્થાન ત્યાં સિદ્ધને હોય છે. ત્રણસો તેત્રીસ ધનુષ અને એક ધનુષ્યનો ત્રીજો ભાગ-એ પ્રમાણે સિદ્ધોની ઉત્કૃષ્ટ અવગાહના કહી છે. ચાર હાથ અધિક ત્રીજાભાગ ન્યૂન એક હાથ - એ સિદ્ધોની મધ્યમ અવગાહના કહી છે. એક હાથ અને અધિક આઠ આંગલ-એ સિદ્ધોની જઘન્ય અવગાહના કહી છે. સિદ્ધો અવગાહનામાં શરીરના ત્રીજા ભાગ વડે હીન છે, માટે જરા અને મરણથી મુક્ત થયેલા સિદ્ધોનું સંસ્થાન-અનિયંસ્થ-અનિયત પ્રકારનું હોય છે. જ્યાં એક સિદ્ધો છે ત્યાં ભવક્ષયથી મુક્ત થયેલા અનન્ત સિદ્ધો હોય છે. તે પરસ્પર મળીને રહેલા છે. બધાય લોકાન્ત વડે સ્પર્શ કરાયેલા છે. સિદ્ધો પોતાનાં સર્વ આત્મ પ્રદેશો વડે અવશ્ય અનન્ત સિદ્ધોને સ્પર્શ કરે છે. દેશ અને પ્રદેશથી પણ જે સ્પર્શ કરાયેલા છે તે પણ તેથી અસંખ્યાતગુણા છે. શરીરાતીત, આત્મપ્રદેશોના ધનવાળા, દર્શન અને જ્ઞાનના ઉપયોગવાળા સિદ્ધો છે, માટે સાકાર અને અનાકાર ઉપયોગ-એ સિદ્ધોનું લક્ષણ છે. કેવલજ્ઞાનના ઉપયોગવાળા સિદ્ધો સર્વ પદાર્થના ગુણો અને પયયોને સર્વથા જાણે છે અને અનન્ત કેવલદર્શન વડે સર્વથા જુએ છે. અવ્યાબાધ સ્વરૂપને પ્રાપ્ત થયેલા સિદ્ધોને જે સુખ છે તે સુખ મનુષ્યોને નથી, તેમ સર્વ દેવોને પણ નથી. સર્વ દેવોના સમસ્ત સુખને સર્વકાલના સમયવડે પિડિત કરી તેને અનન્તગુણ કરી પુનઃ તેનો વર્ગ કરીએ તો પણ સિદ્ધિ સુખના તુલ્ય ન થાય. જો સિદ્ધના સુખનો રાશિ સર્વકોલનો - એકઠો કરેલો હોય તેને અનન્ત વર્ગમૂલોથી ઘટાડીએ તો પણ સર્વ આકાશમાં ન સમાય. જેમ કોઈ મલેચ્છ બહુ પ્રકારના નગરના ગુણોને જાણતો ત્યાં ઉપમા નહિ હોવાથી કહી શકતો નથી. એમ સિદ્ધોનું સુખ અનુપમ છે, તેની ઉપમા નથી, તો પણ કંઈક વિશેષતાથી એનું સાર્દયે કહું છું તે સાંભળો. જેમ કોઈ પુરુષ સર્વ કામના ગુણવાળું ભોજન ખાઈને તૃષા અને સુધાથી રહિત થઈ અમૃતથી તૃપ્ત થયેલા હોય તેની પેઠે રહે. તેમ સર્વકાલ તૃપ્ત થયેલા અને અનુપમ નિવણને પ્રાપ્ત થયેલા સુખી સિદ્ધો અવ્યાબાધપણે શાશ્વત કાળ સુધી રહે છે. સિદ્ધ, બુદ્ધ, પારગત, પરંપરાગત, જેણે કર્મરૂપ કવચનો ત્યાગ કર્યો છે એવા, જરા રહિત, મરણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005057
Book TitleAgam Deep Agam 14 to 15 Gujarati Anuvaad Part 4
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages420
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy