SearchBrowseAboutContactDonate
Page Preview
Page 220
Loading...
Download File
Download File
Page Text
________________ પદ-૨ ૨૧૭ તેત્રીશ ત્રાયસ્ત્રિશક દેવોનું, ચાર લોકપાલોનું, પરિવારસહિત આઠ અગ્રમહિષીઓનું,ત્રણ પર્ષદોનું, સાત પ્રકારના સૈન્યોનું, સાત સેનાધિપતિઓનું, એશીહજારથી ચારગુણા આત્મરક્ષકદેવોનું, બીજા ઘણા ઈશાનકલ્પવાસી દેવો અને દેવીઓનું અધિપતિપણું કરતો યાવ-વિહરે છે. હે ભગવન્! પર્યાપ્તા અને અપર્યાપ્તા સનકુમાર દેવોના ક્યાં સ્થાનો છે ? હે ગૌતમ ! સૌધર્મ દેવલોકના ઉપર ચારે દિશાએ અને ચારે વિદિશામાં ઘણાં યોજનો, ઘણાં સેંકડો ઘણાં હજાર, ઘણા લાખ ઘણા ક્રોડ અને ઘણા કોટાકોટી યોજનો દૂરજઈને અહીં સનકુમાર નામે દેવલોક આવેલો છે. તે સૌધર્મ દેવલોકની પેઠે પૂર્વ-પશ્ચિમ લાંબો અને ઉત્તર-દક્ષિણ પહોળો અને યાવતુ પ્રતિરૂપ છે. ત્યાં સનકુમાર દેવોના બાર લાખ વિમાનો છે તે વિમાનો રત્નમયથાવતુ પ્રતિરૂપ છે. તે વિમાનોના બરોબર મધ્ય ભાગમાં પાંચ અવત સંક વિમાનો છે. - અશોકાવાંસક, સપ્તપણવિ સંસક, ચંપકાવતંતક, ચૈતાવહંસક અને તેના મધ્ય ભાગમાં, સનકુમારાવતુંસક છે. તે અવતંસક વિમાનો સર્વ રત્નમય, સ્વચ્છ, યાવતુ પ્રતિરૂપ છે. અહીં પતિ અને અપર્યાપ્તા. સનકુમાર દેવો ના સ્થાનો છે. ઉપરાંત, સમુદ્યાત અને સ્વસ્થાન -એ ત્રણેને આશ્રીય લોકના અસંખ્યા મા ભાગમાં છે. ત્યાં ઘણા સનકુમાર દેવો રહે છે. તેઓ મહાદ્ધિ વાળા યાવતુ-દશ દિશાઓને પ્રકાશિત કરતા વિહરે છે. પરન્તુ અહીં અગ્રમહિષી નથી. અહીં દેવોના રાજા સનકુમાર રહે છે. તે રજરહિત આકાશના જેવા વસ્ત્રોને ધારણ કરે છે. બાકી બધું શકની પેઠે જાણવુ. તે બાર લાખ વિમાનોનું, બહોંતેર હજાર સામાનિકો દેવોનું, બાકી બધું અઝમહિષી સિવાય શક સંબંધે કહ્યું હતું તેમ કહેવું, પરન્તુ ૭૨૦૦૦ થી ચારગણા આત્મરક્ષકદેવોનું અધિપતિપણું કરતો યાવતુ- વિહરે છે. હે ભગવન્! પર્યાપ્તા અને અપયા માહેન્દ્ર દેવોના ક્યાં સ્થાનો છે? હે ગૌતમ! ઈશાન દેવલોકના ઉપર સમાન દિશાઓમાં અને સમાન વિદિશાઓમાં ઘણાં યોજનો યાવતુ-ઘણા કોટાકોટી યોજનો દૂર જઈએ એટલે અહીં માહેન્દ્ર નામે દેવલોક છે, તે પૂર્વ-પશ્ચિમ લાંબો ઈત્યાદિ બધું સનકુમારની પેઠે જાણવું. પરન્તુ તેમાં આઠ લાખ વિમાનો છે. ઇશાનની પેઠે અવતંસકો જાણવા. પરન્તુ મધ્ય ભાગમાં માહેન્દ્રાવતંસક છે. એ પ્રમાણે સનકુમાર દેવોને કહ્યું છે તેમ યાવતુ “વિહરે છે ત્યાં સુધી કહેવું. અહીં મહેન્દ્ર નામે દેવોનો ઈન્દ્ર અને દેવોનો રાજા રહે છે. યાવતુ -વિહરે છે પરન્તુ આઠલાખ વિમાનોનું, સીત્તેરહજાર સામાનિક દેવોનું અને સિત્તેરહજારથી ચારગણા આત્મરક્ષક દેવોનું આધિપતપણું કરતો યાવતું વિહરે છે. હે ભગવન્! પર્યાપ્તા અને અપર્યાપ્તા બ્રહ્મલોક દેવોના ક્યાં સ્થાનો છે? હે ગૌતમ! સનકુમાર અને માહેન્દ્ર કલ્પના ઉપર સમાન દિશાએ અને સમાન વિદિશાએ ઘણા યોજનો યાવતુ -જઈને અહીં બ્રહ્મલોક નામે કલ્પ છે. તે પૂર્વ-પશ્ચિમ લાંબો અને ઉત્તર દક્ષિણ વિસ્તીર્ણ છે. પરિપૂર્ણ ચંદ્રના આકાર જેવા-કિરણોની માળાની પેઠે ભાસકાંતિના સમૂહની પેઠે કાંતિવાળો, બાકી બધું સનકુમારની પેઠે કહેવું. પરન્તુ ચાર લાખ વિમાનો છે અવતંસકો સૌધર્મ કલ્પના અવત સકોની પેઠે જાણવા. પરન્તુ તેના મધ્ય ભાગમાં બ્રહ્મલોકાવતંસક છે. અહીં બ્રહ્મલોક દેવના સ્થાનો કહેલાં છે. અહીં બ્રહ્મ નામે દેવોનો ઈન્દ્ર અને દેવોનો રાજા રહે છે.-ઇત્યાદિ બાકીનું બધું સનકુમારની પેઠે યાવતુ- 'વિહરે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005057
Book TitleAgam Deep Agam 14 to 15 Gujarati Anuvaad Part 4
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages420
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy