SearchBrowseAboutContactDonate
Page Preview
Page 191
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૮ પન્નવણા- ૧/-/૧૭ (૬) પ્રત્યેકબુદ્ધ સિદ્ધ-(૭) બુદ્વબોધિતસિદ્ધ બિદ્ધ-આચાર્યના ઉપદેશથી બોધ પામી મોક્ષે ગયેલા તે બુદ્ધબોધિતસિદ્ધ કહેવાય છે. (૮) સ્ત્રીલિંગસિદ્ધ (૯) પુલિંગસિદ્ધ. (૧૦) નપુંસકલિંગ સિદ્ધ (૧૧) સ્વલિંગસિદ્ધ. (૧૨) અન્યલિંગસિદ્ધ. (૧૩) ગૃહિલિંગસિદ્ધ(૧૪) તે એકસિદ્ધ અને (૧૫) અનેકસિદ્ધ.- પરંપરસિદ્ધ અસંસાર સમાપન્ન જીવપ્રજ્ઞાપના કેટલા પ્રકારે કહી છે ? પરંપરસિદ્ધ અસંસારસમાપત્ર જીવ- પ્રજ્ઞાપના અનેક પ્રકારે કહી છે. તે આ પ્રમાણે-અપ્રથમસમયસિદ્ધ, દ્વિતીયસમયસિદ્ધ, તૃતીયસમયસિદ્ધ, ચતુર્થસમયસિદ્ધ, યાવતુ-સંખ્યાતસમયસિદ્ધ, અસંખ્યાતસમય સિદ્ધ, અને અનન્તસમયસિદ્ધ. એમ પરંપરસિદ્ધ-અસંસારસમાપન્ન-જીવપ્રજ્ઞાપના કહી. એ પ્રમાણે અસંસારસમાપન્ન-જીવપ્રજ્ઞાપના પણ કહી. [૧૮] સંસારસમાપન્ન-જીવપ્રજ્ઞાપના પાંચ પ્રકારે કહી છે. તે આ પ્રમાણે એકેન્દ્રિય-સંસારસમાપન્ન-જીવપ્રજ્ઞાપના” બેઈન્દ્રિય, તે ઈન્દ્રિય, ચઉરિન્દ્રિય અને પંચેન્દ્રિય સંસાર સમાપન જીવ પ્રજ્ઞાપના [૧૯-૨૯] એકેન્દ્રિય સંસારસમાપન્ન-જીવપ્રજ્ઞાપના કેટલા પ્રકારે છે ? એકેન્દ્રિય સંસારસમાપન્ન-જીવપ્રજ્ઞાપના પાંચ પ્રકારે છે. તે આ પ્રમાણે-૧ પૃથિવીકાયિકો, ૨ અપ્લાયિકો, ૩ તેજસ્કાયિકો, ૪ વાયુકાયિકો અને વનસ્પતિકાયિકો. પૃથિવીકાયિકો કેટલા પ્રકારે કહ્યા છે? પૃથિવીકાયિકો બે પ્રકારે કહ્યા છે. તે આ પ્રમાણે સૂક્ષ્મ પૃથિવી કાયિકો અને બાદર પૃથિવીકાયિકો. સૂક્ષ્મ પૃથિવીકાયિકો કેટલા પ્રકારે છે? સૂક્ષ્મ પૃથિવીકાયિકો બે પ્રકારે છે. તે આ પ્રમાણે-પર્યાપ્ત સૂક્ષ્મ પૃથિવીકાયિકો અને અપર્યાપ્ત સૂક્ષ્મ પૃથિવીકાયિકો. બાદર પૃથિવીકાયિકોના કેટલા પ્રકારે છે? બાદર પૃથિવીકાયિ કોના બે પ્રકાર છે. તે આ પ્રમાણે-શ્લષ્ણ-બાદર પૃથિવી કાયિકો અને ખર- બાદર પૃથિવીકાયિકો. શ્લષ્ણ બાદર પૃથિવીકાયિકોના કેટલા પ્રકાર છે? સાત પ્રકારે છે. તે આ પ્રમાણે કષ્ણ મૃત્તિકા- નીલમૃત્તિકા, લોહિતકૃત્તિકા-હાદ્વિપૃત્તિકા શુક્લસૃત્તિકા- પાંડુમૃત્તિકા અને પનકમૃત્તિકા. ખર બાદર પૃથિવીકાયિકો કેટલા પ્રકારે છે ? અનેક પ્રકારના છે. તે આ પ્રમાણે-શુદ્ધ-પૃથિવી, શર્કરા, વાલુકા ઉપલ , શિલા, લવણ, ઉપ-, લોઢું, તાંબુ, જસત, સીસું, રૂપું, સુવર્ણ, વજરત્ન, હડતાલ, હિંગળો, મણસીલ, સાસગ- અંજનરત્ન, પ્રવાલ, અભ્ર પટલ, અભ્રવાલુકા અને મણિના ભેદો-એ બધા બાદ૨ પૃથિવીકાયને વિશે જાણવા. ગોમેધ્યક, રુચક, અંક, રુફટિક, લોહિતાક્ષ, મરક્ત, મસાર ગલ્લ, ભુજમોચક, અને ઈન્દ્રનીલ, ચંદનરત્ન, ગરિક, હંસગર્ભ પુલક, સૌગન્ધિક, ચંદ્રપ્રભ,વૈર્ય, જલકાન્ત, સૂર્યકાન્ત. ઈત્યાદિ યાવત્ તેવા પ્રકારના બીજા હોય તે બધા ખર બાદર પૃથિવીકાયિકો જાણવા. તે સંક્ષેપથી બે પ્રકારના કહ્યા છે. પર્યાપ્તા અને અપર્યાપ્તા. તેમાં જે અપર્યાપ્ત છે તે અસંપ્રાપ્તવિશિષ્ટ વણદિને પ્રાપ્ત થયેલા નથી. જે પર્યાપ્ત છે તેઓના વણદિશથી, રસાદેશથી અને સ્પશદિશથી હજારો ભેદો છે અને તેઓના સંખ્યાતા લાખ યોનિદ્વારો છે. પર્યાપ્તાની નિશ્રાએ અપર્યાપ્ત ઉત્પન્ન થાય છે. જ્યાં એક પર્યાપ્ત છે ત્યાં અવશ્ય અસંખ્યાતા અપર્યાપ્તાઓ હોય છે. એ પ્રમાણે ખર બાદર પૃથિવીકાયિકો કહ્યા. [૩૦] અપ્લાયિકો કેટલા પ્રકારનો છે ? બે પ્રકારના છે.-સૂક્ષ્મ અપ્લાયિકો અને બાદર અપ્નાયિકો.સૂક્ષ્મ અકાયિકો કેટલા પ્રકારના છે? બે પ્રકારના છે.-પર્યાપ્ત સૂક્ષ્મ અષ્કાયિકો અને અપર્યાપ્ત સૂક્ષ્મ અપ્લાયિકો.બાદર અપ્નાયિકો કેટલા પ્રકારનાકહ્યાછે? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005057
Book TitleAgam Deep Agam 14 to 15 Gujarati Anuvaad Part 4
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages420
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy