SearchBrowseAboutContactDonate
Page Preview
Page 159
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૬ જીવાજીવાભિગમ- સર્વિ.૨/૩૪૩ શરીરવાળી તેમાં જે વૈક્રિય શરીર વાળી દેવિયો છે. તેઓ સોના વિગેરેથી બનાવવામાં આવેલ નૂપુર વિગેરેના શબ્દોથી યુક્ત રહે છે. કિંકિણી-ઘુઘરિયો વિગેરેના શબ્દોથી. વાચા યુકત અને સુંદર સુંદર વસ્ત્રોને સુંદર ઢંગથી પહેરી રાખે છે. તેઓના મુખ મંડળો. ચંદ્રના જેવા સોહામણા રહે છે. તેઓનો ભાલ પ્રદેશ આઠમના અર્ધ ચંદ્રના જેવા મનોહર : હોય છે. તેમના વિલાસ ચંદ્રમાના જેવા હોય છે. તથા ચંદ્રમાના દર્શનથી પણ વધારે સૌમ્ય પ્રકારનું તેમનું દર્શન હોય છે. તેઓ પ્રાસાદિક, દર્શનીય, અભિરૂપ અને પ્રતિરૂપ હોય છે. તેમાં જે દેવિયો અવૈક્રિય શરીરવાળી હોય છે, તેઓ આભૂષણ અને વસ્ત્ર વિનાની હોય છે પરંતુ તેમના શરીરની શોભા સ્વાભાવિક પ્રકારની હોય છે. સનકુમાર કલ્પથી લઇને અશ્રુત કલ્પ સુધીના દેવોનું વર્ણન આજ કથન પ્રમાણે બન્ને પ્રકારની વિભૂષાવાળું છે. રૈવેયક દેવો પોતાના શરીરની શોભા આભૂષણો વિગેરે દ્વારા બનાવતા નથી કેમકે તેઓ આભરણાદિથી રહિત હોય છે. અનુત્તર વિમાન વાસી દેવોને પણ એક ભવધારણીય શરીરી જ હોય છે. તેથી તેઓ પણ રૈવેયક દેવોની જેમ પોતાના શરીરની શોભા આભૂષણ વિગેરે દ્વારા કરતા નથી. પરંતુ તેમને એ શરીરોની શોભા સ્વાભાવિક જ હોય છે. સૌધર્મ અને ઇશાન કલ્પના દેવો ઈષ્ટ શબ્દ, ઈષ્ટ રૂપ, ઇષ્ટ, ગંધ, ઈષ્ટ રસ, અને ઈષ્ટ સ્પશોનો અનુભવ કરતાં રહે છે. એ રીતનું આ કામ ભોગ સંબંધી કથન ગ્રેવેયક વાસી દેવોના કથન પર્યન્ત સમજી લેવું. અનુત્તરોપપાતિક જે દેવો છે તેઓ અનુત્તર શબ્દોનો યાવતુ અનુત્તરસ્પના-સર્વથી વિશેષ પ્રકારના શબ્દાદિ વિષયોનો અનુભવ કરતા રહે છે. સૌધર્મ અને ઈશાન કલ્પના દેવો નૈરયિકોમાં ઉત્પન્ન થતા નથી. તેમજ તેઓ દેવોમાં પણ ઉત્પન્ન થતા નથી. પરંતુ તિર્યંચ અને મનુષ્યોમાં ઉત્પન્ન થાય છે. આ વિગેરે તમામ પ્રકાર નું કથન પ્રજ્ઞાપના સૂત્રના છઠા વ્યુત્ક્રાંતિપદમુજબ જાણવું. સૌધર્મ અને ઇશાન કલ્પોમાં સઘળા પ્રાણો, સઘળા ભૂતો સઘળા જીવો, અને સઘળા જીવો, અને સઘળા સત્વો, અનંતવાર પૃથ્વીકાયિક પણાથી, દેવરૂપથી, દેવી રૂપથી અશન, શયન, થાવત્ ભાંડોપકરણ રૂપથી ઉત્પન્ન થઈ ચૂકેલ છે. બાકીના કલ્પોમાં પણ તેઓ આજ પ્રમાણે અનેક વાર અથવા અનંત વાર ઉત્પન્ન થઈ ચૂકેલા છે. પરંતુ સનકુમાર થી લઈને યાવતું ચૈવેયક સુધીના દેવોમાં એ સઘળા પ્રાણ, સઘણા ભૂત; સઘળા જીવ, અને સઘળા સત્વો દેવી પણા થી ઉત્પન્ન થયા નથી કેમ કે અહીયાં તેનો ઉત્પાત થતો નથી. વિજય વૈજયન્ત, જયન્ત અને અપરાજીત ના દેવોમાં એ સઘળા પ્રાણ, ભૂત વિગેરે દેવી પણા થી ઉત્પન્ન થતા નથી. અને અનંત વાર દેવ પણા થી પણ ઉત્પન્ન થતા નથી, કેમ કે અહીયાં જીવો બે વાર થી વધારે વાર ઉત્પન્ન થતા નથી એજ પ્રમાણે સવર્થ સિદ્ધ વિમાનો માં પણ પ્રાણાદિક દેવી પણા થી ઉત્પન્ન થતા નથી. તેમજ અનેક વાર દેવ રૂપથી પણ ઉત્પન્ન થતા નથી. કેમ કે અહીયાં એકજવાર ઉત્પાદ થાય છે. અને અહીયાં થી ચવેલા જીવ નો ઉત્પાદ મનુષ્ય ગતિમાં થઈને ત્યાંથી સીધા મોક્ષમાં ગમન કરે છે. હે ભગવનું નૈરયિક જીવોની કેટલા કાલની સ્થિતિ કહેવામાં આવેલ છે ? સામાન્યથી જધન્ય સ્થિતિ દસ હજાર વર્ષની અને ઉત્કૃષ્ટ સ્થિતિ તેત્રીસ સાગરોપમની છે, તિર્યંચોની જઘન્યસ્થિતિ એક અંતર્મુહર્તની અને ઉત્કૃષ્ટસ્થિતિ ત્રણપલ્યોપમની છે. દેવોની જઘન્ય સ્થિતિ દસ હજાર વર્ષની અને ઉત્કૃષ્ટ થી તેત્રીસ સાગરોપમની છે. અને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005057
Book TitleAgam Deep Agam 14 to 15 Gujarati Anuvaad Part 4
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages420
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy