SearchBrowseAboutContactDonate
Page Preview
Page 155
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૨ જીવાજીવાભિગમ- ૩4.૨/૩૩૦ સંખ્યાત વિસ્તાર વાળા અને અસંખ્યાત વિસ્તારવાળા હોય છે. આટલા સુધીનું કથન કહી લેવું જોઇએ. હે ભગવનું ! સૌધર્મ અને ઇશાન કલ્પમાં જે વિમાનો છે. તે કેટલા વર્ણવાળા છે? હે ગૌતમ! પાંચ વર્ણોવાળા છે. જેમકે કૃષ્ણ નીલ લાલ હારિદ્ર અને શ્વેત. સનકુમાર અને મહેન્દ્ર કલ્પના વિમાનો ચાર વર્ણવાળા કહેવામાં આવેલ છે. નીલ થાવતું શુકલ બ્રહ્મલોક અને લાન્તક એ કલ્પોમાં વિમાનો ત્રણ વર્ણ વાળા કહેવામાં લાલ વર્ણથી લઈને સફેદ વર્ષ સુધીના, મહા શુક્ર અને સહસ્ત્રાર કલ્પના વિમાન હારિદ્ર- અને સફેદ આ બે વણવાળા હોય છે. આનત, પ્રાણત, આરણ અને અય્યત આ કલ્પોમાંના વિમાન કેવળ એક સફેદ વર્ણવાળા જ હોય છે. રૈવેયકોના વિમાનો સફેદ વર્ણ વાળા જ હોય છે. અનુત્તરોપપાતિક દેવોના વિમાનો પરમ શુકલ વર્ણ વાળા હોય છે. સૌધર્મ અને ઇશાન કલ્પોમાં જે વિમાનો છે. તેઓ પોતાની પ્રભાથી સર્વદા પ્રકાશમાન રહે છે. તથા ઘુતિવાળા રહે છે. રાત દિવસ ચમકતા રહે છે. આ વર્ણન પ્રમાણેનું વર્ણન સનકુમારથી લઈને અનુત્તરો પપાતિક વિમાનોની પ્રભાનું પણ સમજવું. વિમાનોના ગંધનું કથન જેવો ગંધ કોષ્ટપુટ ગંધદ્રવ્ય વિશેષ વિગેરે પદાર્થનો હોય છે, તે ગંધથી પણ વધારે વિશેષ ગંધ અહીના વિમાનોનો છે. એ જ પ્રમાણેની ઘણી વધારે ઉંચી ગન્ધવાળા સનસ્કુમારોના વિમાનોથી લઈને અનુત્તરોપપાતિક સુધીના વિમાનો છે. વિમાનોના સ્પર્શનું કથન દર્પણનો જેવો સ્પર્શ હોય છે, રૂતુલનો જેવો સ્પર્શ હોય છે. નવનીત-માખણ વિગેરે પદાર્થોના જેવો સ્પર્શ હોય છે. એ બધા પદાર્થોના સ્પર્શથી પણ વધારે ઉંચો સ્પર્શ ત્યાંના વિમાનોનો છે. એ જ પ્રમાણેનું કથન સનકુમારથી લઈને અનુત્તરોપપાતિક સુધીના વિમાનોના સ્પર્શના સંબંધમાં પણ કહી લેવું જોઇએ વિમાનોની મહત્તાનું કથન એ વિમાનો એટલા મોટા છે. કે કોઈ દેવ કે જે ચપટી વગાડતા વગાડતામાં આ એક લાખ યોજન લાંબા પહોળા અને ૩૧૬૨૨૭ યોજનની અને ૩ ત્રણ ગાઉ ૨૮ અઠ્યાવીસ ધનુષ સાડા તેર આંગળ અધિકની પરિધિવાળા આ જંબદ્વીપની એકવીસ વાર પ્રદક્ષિણા કરી આવે એવા એ દેવ જો પોતાની શીઘ્રતા વિગેરે વિશેષણો વાળી ગતિથી નિરંતર છ મહીના સુધી ચાલતા રહે ત્યારે તે કેટલાક વિમાનોની પાસે પહોંચી શકે છે અને કેટલાક વિમાનોની પાસે પહોંચી શકતા નથી. દેવલોકના જેટલા વિમાનો છે, તે બધા સર્વાત્મના રત્નોના બનેલા છે. આગળ અનેક જીવો અને પુદ્ગલો આવે છે, ઉત્પન્ન થાય છે, ચયને પ્રાપ્ત થાય છે. અને વર્ણપયયિથી યાવત્ સ્પર્શપથયિથી અશાશ્વત છે. આજ પ્રમાણેનું કથન યાવતુ અનુત્તરોપપાતિક વિમાન પર્યન્ત સમજી લેવું. સંમૂર્છાિમ જીવોને છોડીને બાકીના પંચેન્દ્રિય તિર્યચોમાંથી અને મનુષ્યોમાંથી આવીને જીવ સૌધર્મ અને ઇશાન દેવલોકમાં દેવોની પયયથી ઉત્પન્ન થાય છે. આ પ્રમાણે પ્રજ્ઞાપના સૂત્રના છટ્ઠા વ્યુત્ક્રાંતી પદમાં જે પ્રમાણે ઉત્પાદ કહેવામાં આવેલ છે. એ જ પ્રમાણેનો ઉત્પાત અહીંયા પણ સમજી લેવો. હે ભગવનું ! સૌધર્મ અને ઇશાન આ બે દેવલોકમાંથી જે પ્રત્યેક સમયમાં એક એક દેવ ખાલી કરવામાં આવે અથતુ ત્યાંથી બહાર કાઢવામાં આવે તો કેટલા કાળમાં તે સ્થાન દેવોથી ખાલી થઈ શકે? ત્યાંથી એક એક સમયમાં એક એકના પ્રમાણમાં પણ કાઢવામાં આવે તો પણ અસંખ્યાત ઉત્સર્પિણી કાળ પણ ભલે ખાલી થઈ જાય પરંતુ તેઓ ત્યાંથી પૂરેપૂરા કાઢીને ખાલી કરી શકાય નહીં છે કે આ પ્રમાણે અત્યાર સુધી થયેલ નથી. આ પ્રમાણેનું For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.005057
Book TitleAgam Deep Agam 14 to 15 Gujarati Anuvaad Part 4
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages420
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy