SearchBrowseAboutContactDonate
Page Preview
Page 131
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૮ જીવાજીવાભિગમ – ૩/ઠ્ઠી.સ./૨૮૬ સૂર્યથી ચંદ્રનું છે. મનુષ્યલોકની બહાર ચંદ્રનું ચંદ્રથી અંતર અને સૂર્યનું સૂર્યથી અંતર એક લાખ યોજનનું છે. મનુષ્ય લોકની બહાર પંક્તી રૂપે અવસ્થિત સૂર્યથી અંતરિત ચંદ્ર અને ચંદ્રોથી અંતરિત સૂર્ય પોતપોના તેજ પુંજથી પ્રકાશિત થાય છે. તેનું અંતર અને પ્રકાશ રૂપ લેશ્મા વિચિત્ર પ્રકારની હોય છે. એક ચંદ્રના પરિવારમાં ૮૮ ગ્રહો અને ૨૮ નક્ષત્રો હોય છે. તથા એક ચંદ્રના પરિવારમાં ૬૬૯૭૫ કોડા કોડી તારાઓ છે. મનુષ્યક્ષેત્રની બહારના ચંદ્ર અને સૂર્ય અવસ્થિત યોગવાળા છે. ચંદ્ર અભિજીત નક્ષત્રથી અને સૂર્ય પુષ્ય નક્ષત્રથી યુક્ત રહે છે. [૨૮૭] હે ભગવન્ માનુષોત્તર પર્વત કેટલો ઉંચો છે ? જમીનની અંદર કેટલો ઉંડો ઉતરેલ છે ? હે ગૌતમ ! માનુષોત્તર પર્વત ૧૭૨૧ યોજન પૃથ્વીથી ઉંચો છે. ૪૩૦ યોજન અને એક કોસ-ગાઉ જમીનની અંદર ઉંડો ઉતરેલ છે. મૂળમાં ૧૦૨૨ યોજન પહોળો છે. વચમાં ૭૨૩ યોજન પહોળો છે. ઉપરની બાજુ ૪૨૪ યોજન પહોળો છે. જમીનની અંદરની તેની પિરિધ ૧૪૨૩૦૨૪૯ યોજનથી કંઇક વધારે બહારની બાજી નીચેની પરિધિ ૧૪૨૩૬૭૧૪ યોજનની છે. તેની ઉપરની પરિધિ ૧૪૨૩૨૯૩૨ છે. આ પર્વત આ રીતે મૂળમાં વિસ્તારવાળો મધ્યમાં સંક્ષિપ્ત થયેલ અને ઉપરના ભાગમાં સંકોચાયેલ છે. અંદરના ભાગમાં ચીકણો છે. મધ્યમાં ઉંચો છે. બહારના ભાગમાં દર્શનીય છે. આ પર્વત એવો જણાય છે કે જેમ સિંહ આગળના બે પગોને લાંબા કરીને અને પાછળા બે પગોને સંકોચીને બેઠેલ હોય, આ પર્વત પૂર્ણ રીતે જાંબૂનદમય છે. નિર્મળ છે. શ્લેષ્ણ છે. યાવત્ પ્રતિરૂપ છે. તેની બન્ને તરફ બે પદ્મવર વેદિકાઓ અને વનખંડ વર્તુલાકારથી રહેલ છે. આ પર્વતનું નામ માનુષોત્તર પર્વત એ પ્રમાણે થવાનું કારણ એ છે કે-આ માનુષોત્તર પર્વતની અંદર મનુષ્યો રહે છે, ઉપર સુપર્ણ કુમાર રહે છે. અને બહાર દેવો રહે છે. અથવા આ પર્વતનું એ પ્રમાણે નામ થવાનું એ પણ કારણ છે આ માનુષોત્તર પર્વતની ઉપર અથવા આ માનુષોતર પર્વતની બહાર મનુષ્યો પોતાની શક્તિથી ક્યારેક ગયા નથી. જતા પણ નથી. અને જશે પણ નહીં. જે જંઘાચરણ મુનિ હોય છે, અથવા વિદ્યાચારણ મુનિ હોય છે, તેઓ અથવા જેમને દેવો હરણ કરીને લઇ જાય છે, એવા મનુષ્યોજ આ માનુષોતર પર્વતની બહાર જાય છે. એજ કારણથી આનું નામ માનુષોત્તર પર્વત છે. અથવા માનુષોત્તર એ પ્રમાણેનું આ નામ તેનું નિમિત્ત વિનાનું છે, કેમકે એ નિત્ય છે. જ્યાં સુધી આ માનુષોત્તર પર્વત છે, ત્યાં સુધી આ મનુષ્યલોક છે. તે પછી મનુષ્યલોક નથી. જ્યાં સુધી ભરત વિગેરે ક્ષેત્ર છે, વર્ષધર પર્વત છે, ત્યાં સુધી આ મનુષ્યલોક છે. જ્યાં સુધી ઘર છે, ત્યાં સુધી મનુષ્યલોક છે, જ્યાં સુધી ગામ છે, યાવત્ રાજધાનીયો છે, ત્યાં સુધી આ મનુષ્યલોક છે. જ્યાં સુધી અરહંત ચક્રવર્તિ, બલદેવ, વાસુદેવ, પ્રતિવાસુદેવ ચારણ ઋદ્ધિધારી મનુષ્ય, વિદ્યાચારણ મુનિ, શ્રમણ, શ્રમણિયો શ્રાવક શ્રવિકા અને ભદ્ર પ્રકૃતિવાળા મનુષ્ય છે, ત્યાં સુધી આ મનુષ્યલોક છે. જ્યાં સુધી સમય છે, આવલિકા છે, શ્વાસોચ્છવાસ છે, સ્તોક, લવ, મુહૂર્ત, દિવસ, અહોરાત્ર, પક્ષ, માસ, ઋતુ, અયન, સંવત્સર, યુગ, વર્ષશત, વર્ષ સવસ, વર્ષશત સહસ્ર, પૂર્વાંગ, પૂર્વ, એજ પ્રમો પૂર્વ, ત્રુટિત, અડડ, અવવ, હુહુક, ઉત્પલ, પદ્મ, નલિન, અર્થ નિકુર, અયુત, નયુત, મયુત, ચૂલિકા, શીર્ષ પ્રહેલિકા શીર્ષ પ્રહેલિ કાંગ, શીર્ષપ્રહેલિકા, પલ્યોપમ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005057
Book TitleAgam Deep Agam 14 to 15 Gujarati Anuvaad Part 4
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages420
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy