SearchBrowseAboutContactDonate
Page Preview
Page 128
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિપત્તિ-૩, દ્વીપસમુદ્ર ૧૨૫ છે માટે યાવતુ તેનું નામ નિત્ય છે શાશ્વત છે માટે તેને કાલોદ સમુદ્ર કહે છે. [૨૩૧-૨૩૪] તે કાલોદ સમુદ્રમાં ૪૨ ચંદ્ર, ૪૨ સૂર્ય. ૧૦૭૬ નક્ષત્રો, ૬૬૯૬ મહાગ્રહો, ૨૮,૧૨,૯૫૦ કોડાકોડી તારાગણ શોભતો હતો, શોભે છે શોભશે. [૨૩૫-૨૩૬] કાલોદધી સમુદ્રને ચારે બાજુએથી ઘેરીને રહેલ પુષ્કરવદ્વીપ નામનો દ્વીપ છે. આ દ્વીપ ગોળ છે. તેનો આકાર વલયનો જેવો આકાર હોય છે તેવો છે. આ દ્વીપ પણ સમચક્રવાલ સંસ્થાનવાળો છે.વિષામચક્રવાલ સંસ્થાનવાળો નથી. પુષ્કર વર દ્વીપનો ચક્રવાલ વિખંભ સોળ લાખ યોજનાનો છે. અને તેની પરિધિ ૧૯૨૮૯૮૯૪ યોજનથી કંઈક વધારે છે. પુષ્કરાઈ દ્વીપ એક પાવર વેદિકાથી અને એક વર્ષથી ચારે બાજુથી ઘેરાયેલ છે. આ બન્નેનું વર્ણન જંબૂદ્વીપ વિગેરેના પ્રમાણેનું સમજી લેવું. પુષ્કર વર દ્વીપના ચાર દરવાજાઓ કહેવામાં આવેલા છે.વિજય, વૈજયન્ત જયન્ત અને અપરાજીત પુષ્કરવર દ્વીપની પૂર્વાર્ધના અંત માં પુષ્કરવર સમુદ્રની પશ્ચિમ દિશામાં પુષ્કરવર દ્વીપનું વિજય નામનું દ્વાર આવેલ છે. આ કારનું વર્ણન જેબૂદ્વીપના વર્ણન પ્રમાણેનું કરી લેવું. પરંતુ રાજધાનીના વર્ણનમાં બીજા પુષ્કરવર દ્વીપમાં રાજ ધાની છે તેમ કહેવું જોઇએ. તથા સીતા અને સીતોદા એ બે મહાનદીયોનો સદુભાવ અહી કહેવો ન જોઇએ. પુષ્કરવર દ્વીપના પ્રત્યેક દ્વારોનું પરસ્પરમાં ૪૮૨૨૪૬૯ યોજનનું કહેવામાં આવેલ છે. [૨૩૯] હે ભગવનું આ પુષ્કરવર દ્વીપનું નામ શા કારણથી થયેલ છે? હે ગૌતમ! પુષ્કરવર દ્વીપમાં તે તે સ્થાનો પર અનેક પદ્મવૃક્ષ પદ્મવન ખંડ સર્વદા કુસુમિત પલ્લવિત અને સ્તબક્તિ તથા ફળોના ભારથી નમેલા રહે છે. તથા અહીંયા પા અને મહાપદ્મ નામના જે બે વૃક્ષો છે તેના પર પા અને પુંડરીક નામના બે દેવો કે જેઓ મહર્બિક વિગેરે વિશેષણોવાળા છે, અને જેમની સ્થિતિ એક પલ્યોપમની છે. તે કારણથી આ દ્વીપનું નામ પુષ્કરવર દ્વીપ કહેવામાં આવેલ છે. એ નામ નિત્ય છે. આ પુષ્કરવરદ્વીપમાં કેટલા ચંદ્રમાઓએ પહેલાં પ્રકાશ આપેલ છે ? આપે છે? આપશે. [૨૪૦-૨૪૨] હે ગૌતમ ! ૧૪૪ ચંદ્રમાઓએ પહેલાં ત્યાં પ્રકાશ કર્યો છે. કરે છે અને કરશે. ૧૪૪ સૂર્યો ત્યા તપ્યા છે. તપે છે.અને તપશે. ૪૦૩૨ નક્ષત્રો નો ત્યાં યોગ થયો હતો. થાય છે. અને થશે. ૧૨૬૭૨ મહાગ્રહોએ ત્યાં ચાલ ચાલી હતી ચાલે છે. ચાલશે. ૯૬,૪૪,૪00 તારાઓ ત્યાં શોભિત થયા હતા. શોભે છે. શોભશે. [૨૪૩-૨૪૫] પુષ્કરવરદ્વીપના બહુમધ્યદેશભાગમાં-માનુષોત્તર નામનો પર્વત છે. આ પર્વત ગોળ છે. પુષ્કરવરદીપની બરોબર મધ્યમાં આવેલ છે. તેજ કારણથી પુષ્કરવરદ્વીપના બે ભાગ થયા છે. તે ખંડોના નામ આભ્યન્તર પુષ્કરાઈ અને બીજાં, બાહ્ય પુષ્કરાઈ.આભ્યન્તર પુષ્કરાઈનો ચક્રવાલ ૮000 યોજનનો છે.અને તેની પરિધિ ૧૪૨૩૦૨૪૯ યોજનની છે. એજ પરિધિ મનુષ્ય ક્ષેત્રની છે. આભ્યન્તર પુષ્કરાઈની ચારે બાજા, માનુષોત્તર પર્વત છે. તે કારણથી તેનું નામ પુષ્કરાઈ છે. આ નામ યાવતું નિત્ય છે. [૨૪૬-૨૪૯] પુષ્કરાઈમાં ૭૨ ચંદ્રમાએ પ્રકાશ આપ્યો હતો આપે છે. અને આપશે. ૭૨ સૂર્યો તપેલા હતા તપે છે. અને તપશે. ૬૩૩૬ ગ્રહોએ ત્યાં ચાલ ચાલી છે. ચાલે છે. અને ચાલશે. ૨૦૧૬ નક્ષત્રોએ ત્યાં હતા છે અને રહેશે. ૪૮૨૨૨૦) તારા ઓની કોટા કોટી ત્યાં શોભિત થયેલ છે. થાય છે. અને શોભિત રહેશે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005057
Book TitleAgam Deep Agam 14 to 15 Gujarati Anuvaad Part 4
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages420
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy